+

VADODARA : સતત જીતતી ભાજપે યુવા ઉમેદવાર પર ખેલ્યો દાવ, કોંગ્રેસને આંદોલન ફળવાની આશ

VADODARA : વિશ્વની સૌથી મોટી રાજકીયા પાર્ટી ભાજપમાં (BJP) પ્રથમ વખત લોકસભા ઉમેદવારનું (VADODARA LOKSABHA CANDIDATE) નામ જાહેર થયા બાદ તેને બદલી નાંખવાની ઘટના વડોદરા બેઠક પર બની હતી. જે…

VADODARA : વિશ્વની સૌથી મોટી રાજકીયા પાર્ટી ભાજપમાં (BJP) પ્રથમ વખત લોકસભા ઉમેદવારનું (VADODARA LOKSABHA CANDIDATE) નામ જાહેર થયા બાદ તેને બદલી નાંખવાની ઘટના વડોદરા બેઠક પર બની હતી. જે ભાજપની પરંપરા અને ઇતિહાસમાં સંભવત પ્રથમ વખત બન્યુ હોઇ શકે. વડોદરાની બેઠક સૌથી સુરક્ષિત માનવામાં આવી રહી છે. ભાજપ જે ઉમેરવારને અહિંયાથી ટિકીટ આપે તેની માટે જીત આસાન હોય છે.

દિપીકા ચિખલીયા ચૂંટાઇને આવ્યા

વડોદરા લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) વર્ષ 1998 થી સતત ભાજપ જીતી રહ્યું છે. 26 વર્ષથી ભાજપના સાંસદ ચૂંટાઇને આવે છે. પાછલી બે ટર્મ રંજનબેન ભટ્ટ સાંસદ (MP RANJANBEN BHATT) તરીકે ચૂંટાયા હતા. રંજનબેન ભટ્ટ જ્યારે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા, ત્યારે તેમને મળેલા મતો ગાંધીનગર બેઠક પરથી વિજેતા થયેલા અમિત શાહના (AMIT SHAH) કરતા વધુ હતું. રંજનબેન ભટ્ટ 5.97 લાખ વોટથી જીત્યા હતા. વર્ષ 1991 માં રામાયણ સિરિયલમાં સીતાનો રોલ ભજવનાર દિપીકા ચિખલીયા આ બેઠક પરથી ચૂંટાઇને આવ્યા હતા. ત્રણ વખત વડોદરાના રાજવી પરિવારના સભ્યો ચૂંટાઇને સંસદમાં ગયા હતા.

રાજીનામું આપતા ચૂંટણી

વડોદરા લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) માં સાત વિધાનસભા બેઠકો સયાજીગંજ, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, સાવલી, અકોટા, અને વડોદરાનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર હાલ ભાજપના ધારાસભ્ય ચૂંટાયેલા છે. વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર હાલ પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ગત ટર્મમાં અપક્ષ ચૂંટાઇને આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા ચૂંટણી યોજાઇ છે. આ વખતે તેઓ ભાજપના ઉમેદવાર છે. વડોદરા રાજ્યનું ત્રીજી સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં અહિંયાથી 14 ઉમેદવારો મેદાને છે. ભાજપે ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) અને કોંગ્રેસે જશપાલસિંહ પઢીયાર (JASHPALSINH PADHIYAR) ને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે.

શુભકામનાઓ મળવાનું શરૂ થઇ ગયું

ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર છે. તેઓની ઉંમર 33 વર્ષ છે. હાલના સાંસદ રંજનબેન ભટ્ટની ઉંમર 61 વર્ષ છે. પાછલા ઉમેદવારથી અડધી ઉંમરના ઉમેદવારનો મોકો આપીને પાર્ટીએ પેઢી પરિવર્તનનું પત્તુ ખેલ્યું છે. ડો. હેમાંગ જોશીને ટીકીટ મળવાની વાત રોચક છે. તેઓ એક કાર્યક્રમમાં હાજર હતા. અને તેમને શુભકામનાઓ મળવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારે તેમને વાત પર ભરોસો ન્હતો થતો. નાના રાજનૈતિક સફરમાં દેશ-દુનિયાની સૌથી મોટી પાર્ટીની સાંસદ પદની ટીકીટ મળવાથી આશ્ચર્યચકિત થવું સ્વાભાવિક છે.

અંગ્રેજી વર્ગ શરૂ કરાવવામાં સિંહફાળો

ભાજપના પ્રવક્તા જણાવે છે કે, ડો. હેમાંગ જોશીની જીત આસાન છે. કારણકે તે કોરી પાટી છે. તેમાં કશુ સારૂ-ખરાબ લખાયું નથી. ડો. હેમાંગ જોશી શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હતા. નગર પાલિકાની શાળાઓમાં અંગ્રેજી માધ્યમના વર્ગ શરૂ કરાવવામાં તેમનો સિંહફાળો છે. તેઓ કવિ અને ફિઝિયોથેરાપીસ્ટ છે. સાથે જ તેમણે મેનેજમેન્ટમાં પીએચડી પણ કરી છે. તાજેતરમાં તેઓ એચ આર મેનેજરની નોકરી પણ કરતા હતા.

એક લાખ ક્ષત્રિય મતદાતા

ભાજપના ડો. હેમાંગ જોશી સામે ભાજપે ક્ષત્રિય ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસને ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલનથી ફાયદો થવાની આશા છે. જશપાલસિંહે તાજેતરમાં જ આંતરિક જૂથબંધીથી નારાજ થઇને રાજીનાનું આપી દીધું હતું. અહિંયા એક લાખ ક્ષત્રિય મતદાતા છે. જેને લઇને હાર-જીત પર મોટી અસર થઇ શકે છે. જો કે, વડોદરામાં ક્યારે પણ જાતિ આધારિત મતદાન નથી થયું. વડોદરાના રહીશ જણાવે છે કે, ભાજપ કોઇને પણ ટીકીટ આપે, તે જીતી જશે. વડોદરા બેઠક પર ભાજપની જીત નક્કી છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. જે ભાજપના લોકસભા ઉમેદવારના વિવાદીત નિવેદન બાદ શરૂ થયું છે. આ અંગે ભાજપના ઉમેદવાર અનેક વખત માફી પણ માંગી ચુક્યા છે.

પાછલી બે લોકસભાની ચૂંટણીના પરિણામો

વર્ષ – 2014

પાર્ટી – ઉમેદવાર – મેળવેલ મત (ટકાવારી)

ભાજપ – નરેન્દ્ર મોદી – 72.75

કોંગ્રેસ – મધુસુદન મિસ્ત્રી – 23.69

વર્ષ 2019

ભાજપ – રંજનબેન ભટ્ટ – 72.22

કોંગ્રેસ – પ્રશાંત પટેલ – 24.07

જીતનું અંતર ઘટવા પાછળ આ કારણો જવાબદાર નિવડી શકે છે

  1. રંજનબેન ભટ્ટને લઇને થયેલો વિવાદ ભાજપની જીત પર અસર કરી શકે છે. રંજનબેન પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ તેમના વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. જે બાદ શહેરભરમાં પોસ્ટરવોર શરૂ થયું હતું. વિવાદ એટલો વકર્યો કે, ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમણે વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી હતી. તે બાદ તેમની સંપત્તિમાં જંગી વધારે થયો હોવાનું સામે આવ્યું હતું.
  2. આ વખતે રાજ્યભરમાં ભારે ગરમી છે, તે ઉમેદવારો માટે મુશ્કેલી કરી શકે છે. હાલ અહિંયા ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહે છે. લુ, હીટ સ્ટ્રોક નુકશાન કારક હોય છે. જેની અસર મતદાન પર પડી શકે છે.
  3. ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર પ્રચારમાં જોડાયા નથી. જેમ અગાઉની ચૂંટણીમાં જોવા મળતું હતું. તેનું એક કારણ એવું પણ મનાય છે કે, કાર્યકર્તાઓ રંજનબેન ભટ્ટ અથવા હેમાંગ જોશીની ઉમેદવારીથી ખાસ ખુશ નથી.
  4. ક્ષત્રિય વિવાદ હજી પૂર્ણ થયો નથી. તેમના 5 ટકા મત કોને આપવા તેનો અંતિમ સમયે નક્કી કરશે. જેનું ભાજપને નુકશાન થઇ શકે છે. અને કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવારને તેનો ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો — VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર MLA બરાબર ગિન્નાયા

Whatsapp share
facebook twitter