+

VADODARA : “નેતાઓને જેમ તેમ બોલવાની આદત પડી ગઈ છે”, રાહુલ ગાંધીના વિરોધમાં ક્ષત્રિયો

VADODARA : રાહુલ ગાંધી (RAHUL GANDHI) દ્વારા તાજેતરમાં રાજા-મહારાજાઓને લઇને વિવાદીત નિવેદન (CONTROVERSIAL STATEMENT) જાહેરસભામાં આપવામાં આવ્યું હતું. જેને લઇને વિવાદનો વંટોળ શરૂ થયો છે. આ વિવાદીત નિવેદનનો પ્રચંડ વિરોધ…

VADODARA : રાહુલ ગાંધી (RAHUL GANDHI) દ્વારા તાજેતરમાં રાજા-મહારાજાઓને લઇને વિવાદીત નિવેદન (CONTROVERSIAL STATEMENT) જાહેરસભામાં આપવામાં આવ્યું હતું. જેને લઇને વિવાદનો વંટોળ શરૂ થયો છે. આ વિવાદીત નિવેદનનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. ત્યારે કરણીસેનાના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીએ કહ્યું કે, “નેતાઓ અભણ લાગે છે, તેમણે ઇતિહાસ વાંચવો જોઇએ”. આવનાર દિવસોમાં રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનનો વિરોધ વધે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

આગેવાનો મામલે તીખી પ્રતિક્રિયા

કોંગી નેતા રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં રાજા-મહારાજા વિરૂદ્ધ જાહેર મંચ પરથી વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. આ સાથે જ આ વાતનો દેશભરમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ આ મામલે રાહુલ ગાંધીને આડેહાથ લઇ ચુક્યા છે. ત્યારે આ નિવેદનનો વિરોધ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. વિવિધ ક્ષત્રિયા આગેવાનો આ મામલે તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ચૂંટણી છે એટલે જેમ તેમ બોલે છે

આ અંગે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ આ પ્રકારના નિવેદન ન આપવા જોઇએ. આજકાલના નેતાઓને ક્ષત્રિય સમાજ વિશે જેમ તેમ બોલવાની આદત પડી ગઇ છે. અમારે ભાજપ કોંગ્રેસ જોડે કોઇ લેવાદેવા નથી. નેતાઓ અત્યારે ચૂંટણી છે એટલે જેમ તેમ બોલે છે.

ત્યારે મારવા પડશે

તેમણે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, નેતાઓ અભણ હોય એમ લાગે છે. તેમણે ઇતિહાસ વાંચી લેવો જોઇએ. રાજા રજવાડાઓએ જમીનો લીધી નથી પણ ગામે ગામ દાનમાં આપી દીધા હતા. આખરમાં આક્રોશિત થઇ તેઓ જણાવે છે કે, ચૂંટણી પછી નેતાઓ જ્યારે લોકો વચ્ચે નીકળશે ત્યારે મારવા પડશે. આમ, રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. આ મામલો આવનાર સમયમાં વકરી શકે છે.

આ પણ વાંચો — VADODARA : “રોડ અને પાણી નહીં તો વોટ નહીં”, અનેક સોસાયટીના રહીશોની ચીમકી

Whatsapp share
facebook twitter