+

VADODARA : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી, વરસાદી વાદળો ઘેરાયા

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) હાલ ભયજનક સપાટી પરથી વહી રહી છે. સવારે 6 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટ નોંધવાામં આવી…

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) હાલ ભયજનક સપાટી પરથી વહી રહી છે. સવારે 6 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટ નોંધવાામં આવી છે. જ્યારે આજવા સરોવરની સપાટી 212.5 ફૂટ નોંધવામાં આવી છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવતા ગતરોજ ક્રમશ કાલાઘોડા બ્રિજ અને ત્યાર બાદ મંગલપાંડે બ્રિજ બંધ કરવા પડ્યા છે. તો બીજી તરફ આજે સવારથી જ શહેરપર વરસાદી વાદળો ઘેરાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જો વરસાદ વરસે તો શહેરવાસીઓની મુશ્કેલી વધી શકે તેમ છે.

ગતરોજ વરસાદે વિરામ લીધો

વડોદરામાં એક જ વરસાદમાં શહેરભરમાં પાણી જ પાણી થઇ ગયું છે. પહેલા વરસાદ બાદ વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવતા બંને સલામત સપાટીથી ઉપર વહી રહ્યા છે. વડોદરામાં ગતરોજ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ વિશ્વામિત્રી નદીનું સ્તર ભયજનક સપાટી વટાવીને તેનાથી ઉપર વહેતું જોવા મળ્યું છે. આજે પણ તે સિલસિલો યથાવત છે. સવારે 6 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટ નોંધવાામં આવી છે. જ્યારે આજવા સરોવરની સપારી 212.5 ફૂટ નોંધવામાં આવી છે. સાથે જ શહેર પર વરસાદી વાદળો ઘેરાયા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે.

ગરનાળુ અડધો-અડધ પાણીમાં

શહેરમાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પરથી વહેતા ક્રમશ કાલાઘોડા બ્રિજ અને ત્યાર બાદ મંગલપાંડે બ્રિજ બંધ કરવા પડ્યા છે. તો બીજી તરફ શહેરના અલકાપુરી ગરનાળામાંથી પાણી ત્રીજા દિવસે પણ ઉતર્યા નથી. અલકાપુરી ગરનાળુ અડધો-અડધ પાણીમાં હોવાથી આજે પણ તેનો ઉપયોગ નહી થઇ શકે તેમ જાણવા મળી રહ્યું છે. આમ, જો આજે વરસાદ પડશે, તો શહેરવાસીઓની મુશ્કેલીઓ વધી શકે તેમ જણાય છે.

આ પણ વાંચો — Sabarkantha : રાજપુર ગામે ધોધમાર વરસાદ, દિવાલ પડતાં માતા-પુત્રનું મોત

Whatsapp share
facebook twitter