+

VADODARA : નિઃશુલ્ક બસ સવારીએ અસંખ્ય દિકરીઓને “સફળતા” સુધી પહોંચાડી

VADODARA : “મારા માતાપિતાએ મને ૯૦ કિ.મી. દૂર અભ્યાસ કરવા માટે જવા દેવાની મંજૂરી તો આપી પણ મને વિનામૂલ્યે કોલેજ સુધી પહોંચાડીને મારા અભ્યાસને પૂર્ણ કરવાની જવાબદારી સરકારે નિભાવી છે”…

VADODARA : “મારા માતાપિતાએ મને ૯૦ કિ.મી. દૂર અભ્યાસ કરવા માટે જવા દેવાની મંજૂરી તો આપી પણ મને વિનામૂલ્યે કોલેજ સુધી પહોંચાડીને મારા અભ્યાસને પૂર્ણ કરવાની જવાબદારી સરકારે નિભાવી છે” – રાજ્યની એક દીકરી નિરાલી પરમારના આ ઉદગારો છે. જો કે નિરાલી આ લાગણી વ્યક્ત કરનારી એકમાત્ર દીકરી નથી.

૨. ૮૦ લાખ કરતા પણ વધુ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતી થઈ

ભણતર માટે રાજ્ય સરકારે (GUJARAT GOVERNMENT) આપેલી વિનામૂલ્યે બસ પાસની (FREE BUS PASS FOR STUDENTS) સુવિધાનો લાભ લઈને ઉચ્ચ અભ્યાસ કરનારી વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ની ૨.૮૦ લાખ કરતા વધુ દીકરીઓ આવી જ લાગણી અનુભવી રહી છે.આ દીકરીઓ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં રહેતી હોવા છતાં મુખ્યમંત્રી તરીકે જે તે સમયે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM NARENDRA BHAI MODI) પિતૃ વત્સલતા થી મફત બસ પ્રવાસની મળેલી સુવિધા ના જોરે ઉચ્ચ શિક્ષણ મેળવી શકી છે. આ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવા માટે કન્યા કેળવણી અંતર્ગત વિનામૂલ્યે બસ પાસ સુવિધા ખુબજ વરદાન રૂપ સાબિત થઈ છે. વર્ષ ૨૦૧૨ માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM NARENDRA BHAI MODI) તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કન્યા કેળવણીને નવા આયામે પહોંચાડતું આ નોંધપાત્ર પગલું લીધું હતું. વડોદરા જિલ્લામાં વિદ્યાર્થી મફત બસ પાસ સેવા થકી વર્ષ ૨૦૧૨ થી આજ દિન સુધી ૨. ૮૦ લાખ કરતા પણ વધુ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતી થઈ છે, તેનું શ્રેય હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને (PM NARENDRA BHAI MODI) જાય છે.

બસમાં રોજ ટિકિટ લેવા માટે પૈસા નથી

આગળ ભણવું છે પણ પરંતુ ગામમાં ધોરણ-૮ સુધીની જ શાળા છે, ઉચ્ચ અભ્યાસ માટે નજીક ના શહેરની નામાંકીત કોલેજમાં જવું છે પરંતુ બસમાં રોજ ટિકિટ લેવા માટે પૈસા નથી, માતાપિતા ભણાવવા માટે પરવાનગી આપે છે પરંતુ આર્થિક ભીંસના લીધે ઉચ્ચ અભ્યાસ માટે દૂર ન મોકલી શકવા માટે વ્યથિત છે, અમારા ઘર નજીક કોઈ શાળા કે કોલેજ નથી એટલા માટે આગળ ભણવું શક્ય નથી…! આ બધા જ વાકયો છેલ્લા ૧૨ વર્ષમાં ભૂતકાળ બની ગયા છે. અચરજ થાય છે ને કે દીકરીઓ ફક્ત રોજ સ્કુલ કે કૉલેજ જવા માટે ભાડાંના પૈસા ક્યાંથી આવશે એવા નજીવા કારણના લીધે માધ્યમિક થી સ્નાતક-અનુસ્નાતક શિક્ષણ મેળવવાના સ્વપ્નને ત્યજી દેતી હતી !? કેવી હતી આ અસહ્ય મજબૂરી! અને કેટલી અપાર સંવેદના આ મુશ્કેલી હલ કરી ભણાવનાર રાજ્ય વાલી જેવા નરેન્દ્રભાઇની!

દીકરીઓ શિક્ષણ નથી મેળવી રહી એ વાત તેમના માટે અસહ્ય બની

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM NARENDRA BHAI MODI) ગુજરાત રાજ્યના દરેક નાના નાના અને અંતરિયાળ ગામડામાં રહેતી દીકરીઓની વ્યથાને ખુબજ સારી રીતે પારખી લીધી હતી. વાહન વ્યવહાર માટે ભાડું નથી ફક્ત તેના માટે રાજ્યની દીકરીઓ શિક્ષણ નથી મેળવી રહી એ વાત તેમના માટે અસહ્ય બની હતી. તેના પરિણામરૂપે વર્ષ ૨૦૧૨માં કન્યા કેળવણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની ઉચ્ચ અભ્યાસ વાંચ્છુક તમામ દીકરીઓને ભણવા માટે મફત બસ પાસ સેવાની ભેટ આપવામાં આવી હતી.

મફત બસ પાસ કઢાવીને પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો

એસટીના વિભાગીય નિયામક વિકલ્પ શર્માએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જી.એસ.આર.ટી.સી. ની માત્ર લોકલ જ નહિ, પરંતુ એક્સપ્રેસ બસોમાં પણ વિદ્યાર્થીનીઓ મફત બસ પાસ કઢાવીને નજીકના મોટા શહેરમાં અભ્યાસ કરી શકે તેવી ખુબ જ જરૂરી સુવિધા પૂરી પાડી છે. વર્ષ ૨૦૧૨ થી આજ દિન સુધી જોઈએ તો આશરે ૨૮૦૮૩૨ જેટલી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓએ મફત બસ પાસ કઢાવીને પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો છે. જે પૈકી કેટલીય દીકરીઓ શ્રમજીવી અને ખેતમજૂરી પર નિર્ભર હોય તેવી દીકરીઓને પણ શિક્ષણ મેળવવાનો ખરા અર્થમાં અધિકાર મળ્યો છે. વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૪ ઓક્ટોબર સુધી ક્રમશઃ ૨૬૦૦૦, ૨૪૬૩૯, ૨૩૩૦૦, ૨૦૨૦૪, ૨૧૨૪૨, ૧૯૬૯૪, ૨૧૩૨૩, ૨૩૧૫૮, ૭૨૦૬, ૨૭૮૯૨, ૨૬૮૨૩, ૨૬૩૧૯ અને ચાલુ વર્ષે ૧૨૫૩૨ વિદ્યાર્થિનીઓને મોટા શહેરોની નામાંકીત શાળા અને કૉલેજોમાં ભણવા જવાની ગોલ્ડન ટિકિટ મળી છે. આ માત્ર બસ પાસ ન હતો , એ હતો સરસ્વતી સાધનાના અધિકારને સાકાર કરવાનો પરવાનો.

૩ લાખ જેટલી દીકરીઓના અંતરનો અવાજ

અહિયાં એવી બે દીકરીઓની વાત કરવી છે કે જેમણે બસ પાસની સુવિધા થકી ઉચ્ચ અભ્યાસ પૂરો કરીને પોતાના સપના તરફ ઉડાન ભરી છે.આ માત્ર બે દીકરીઓની વાણી નથી,આ યોજનાનો લાભ મેળવનારી ૩ લાખ જેટલી દીકરીઓના અંતરનો અવાજ છે.

૧૨ વર્ષ વિનામૂલ્યે બસ પાસની સુવિધાનો લાભ લીધો

આવી જ વાત છે પાદરા તાલુકાના મહુવડ ગામની દીકરી વિભિશા મકવાણાની. વિભિશાના પિતા એક દરજી છે. જેથી તેમની દીકરીના શિક્ષણ માટે તેઓ માત્ર મર્યાદિત ખર્ચો ઉઠાવી શકવાની સ્થિતમાં છે. પોતાના ગામથી વડોદરા શહેર સુધી જવામાં રોજનુ રૂ. ૧૫૦ થી ૨૦૦ ભાડું થતું હતું. જે જરાય પોસાય તેમ ન હતું. સરકારશ્રીની વિનામૂલ્યે બસ પાસ સુવિધાનો લાભ મળતા પોતાના ગામમાં ધોરણ ૮ સુધીનો અભ્યાસ કર્યા બાદ પાદરા તાલુકાની હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વડોદરાની સુપ્રસિદ્ધ એમ. એસ. યુનિવર્સિટીમાં બીકોમ, એલએલબી અને એલએલએમ કરવાની મહત્વાકાંક્ષા પણ પૂર્ણ કરી છે. જોઇએ તો તેણીએ શૈક્ષણિક યાત્રામાં ૧૨ વર્ષ તો વિનામૂલ્યે બસ પાસની સુવિધાનો લાભ લીધો છે. આજે ખરા અર્થમાં સશક્ત એવી દીકરી વિભિશા પોતાની શૈક્ષણિક લાયકાતના કારણે ખાનગી બૅન્કમાં લીગલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપીને ફી રૂપે શ્રેષ્ઠ આવક મેળવી રહી છે

ખર્ચ ઓછો થતાં આર્થિક ભારણ ઓછું થયું

આ યોજનાનો લાભ મળતા આનંદની લાગણી વ્યક્ત કરતા વિભિશા જણાવે છે કે આ યોજના ન હોત તો ટ્રાવેલિંગનો ખર્ચો ખુબજ વધી જતો. મફત બસ પાસ નીકળતા પરિવારના દીકરીના અભ્યાસ માટેના ખર્ચ માંથી એક ખર્ચ ઓછો થતાં આર્થિક ભારણ ઓછું થયું છે. આ યોજનામાં ફક્ત મફત બસ પાસ સુવિધા નહિ પરંતુ સલામત અને સુરક્ષિત સફર પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

એમએસડબલ્યુ કરવાનું પોતાનું સ્વપ્ન જીવી લીધું

બીજી તરફ કરજણ તાલુકાનાં ધાવટ ગામની નિરાલી પરમારની વાત કંઇક એવી જ છે. નિરાલી શાળામાં હતી ત્યારથી જ તેની ઈચ્છા હતી કે કોઈ સારી યુનિવર્સીટી માંથી એમએસડબલ્યુ કરવું છે. પરિવાર શ્રમજીવી હોવાથી મર્યાદિત આવક વચ્ચે અભ્યાસ માટે કોલેજ જવા માટે રોજનું આટલું ભાડું ક્યાંથી લાવવું એવી મૂંઝવણને કારણે તેને ઉચ્ચ અભ્યાસ માટે દૂર શહેરમાં ભણવાની સુવિધા આપી ન શકવાની લાચારી હતી. આજે તેણે ૧૦ વર્ષ સુધી મફત બસ પાસ સુવિધાનો લાભ લઈને ફક્ત શાળાકીય શિક્ષણ જ નહી પરંતુ નજીકની કરજણ કૉલેજમાંથી બીકોમ અને પોતાના ઘર થી ૯૦ કિ.મી. દુર આણંદ- વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી માંથી એમએસડબલ્યુ કરવાનું પોતાનું સ્વપ્ન જીવી લીધું. જે તે સમયે બસ ભાડા માટે મજબૂરી અનુભવતી એ નિરાલી આજે વડોદરા જિલ્લાની એક ખાનગી કંપનીમાં રિક્રુટિંગ એચઆર તરીકે કામ કરીને પોતાના પરિવારની આવકમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે અને પોતાના સપનાંઓ પૂરા કરવા માટે આત્મનિર્ભર બની છે.

અભ્યાસને પૂર્ણ કરવાની જવાબદારી સરકારે નિભાવી

નિરાલી આ યોજના થકી પોતાના જીવનમાં આવેલ બદલાવ વિશે જણાવતા કહે છે કે, મારા માતાપિતાએ મને ૯૦ કિ.મી. દૂર અભ્યાસ કરવા માટે જવા દેવાની મંજૂરી તો આપી પણ મને વિનામૂલ્યે સલામત રીતે કોલેજ સુધી પહોંચાડીને મારા અભ્યાસને પૂર્ણ કરવાની જવાબદારી સરકારે નિભાવી છે. બસ પાસની સુવિધા ન મળી હોત તો સ્નાતક કે અનુસ્નાતક નો અભ્યાસ કર્યો જ ન હોત અને ખ્યાતનામ યુનિવર્સિટીમાં ભણીને શિક્ષણ જગતને નજીક થી નિહાળવાની તક મને મળી જ ન હોત.

સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર સહિત વિદેશમાં પણ નોકરી કરતી થઈ

પોતાના ગામમાં શાળા ન હોવાના કારણે દીકરીઓના શિક્ષણ માટે ‘દસ એટલે બસ’ નો એક સામાન્ય ખ્યાલ બની ગયો હતો. પણ જ્યારે વાત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની હોય ત્યારે આ ખ્યાલ અને માનસિકતાને દુર થઇ ને જ રહે. આજે માત્ર નાની સરખી બસ પાસની સુવિધા થકી અનેક ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ ભણી ગણીને સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર સહિત વિદેશમાં પણ નોકરી કરતી થઈ છે.

દીકરીઓ અને તેના પરિવારોના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન

દરેક દીકરીઓના ભણતરની દરકાર સરકાર કરી રહી છે તેના કારણે દીકરીઓના માબાપ હવે નિશ્ચિંત થઈને નજીકના નગર કે શહેરમાં સહર્ષ ઉચ્ચ અભ્યાસ માટે જવાની પરવાનગી આપી રહ્યા છે. કન્યા કેળવણી અંતર્ગતના ફક્ત નાની એવી મફત બસ પાસની સુવિધા થકી આજે કેટલીય દીકરીઓ અને તેના પરિવારોના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે.

નરેન્દ્રભાઇ મોદીએ સતત ચિંતા કરી છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત રાજ્યમાં મફત બસ પાસ સુવિધા સહિત કન્યા કેળવણી અંતર્ગત માત્ર એક યોજના થકી દીકરીઓ ભણી ગણીને પોતાના જીવનનો શ્રેષ્ઠતમ માર્ગ કંડારતી થઈ છે. કિશોરીઓના શિક્ષણ થી લઈને નારી વંદન અધિનિયમ થકી પ્રતિનિધિત્વ સહિત અધિકારો, સ્વમાન, સુરક્ષા, પ્રોત્સાહન અને સશક્તિકરણ માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સતત ચિંતા કરી છે અને તેના માટે ઉદાહરણરૂપ પગલાં પણ લીધા છે તેના આપણે સૌ સાક્ષી છીએ.

આ પણ વાંચો — VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને અનુલક્ષીને 20 કમિટી બનાવાઇ

Whatsapp share
facebook twitter