+

VADODARA : VMC માં કર્મચારીઓની ઘટ જારી

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA CORPORATION) માં મુખ્ય પદ-હોદ્દા પર અધિકારીઓની ઘટ કોઇ નવી વાત નથી. તાજેતરમાં પાલિકાના ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ શિમ્પી દ્વારા એકાએક રાજીનામુ ધરી દેવામાં આવ્યું…

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA CORPORATION) માં મુખ્ય પદ-હોદ્દા પર અધિકારીઓની ઘટ કોઇ નવી વાત નથી. તાજેતરમાં પાલિકાના ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ શિમ્પી દ્વારા એકાએક રાજીનામુ ધરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ નિવૃત્તિ પહેલા જ રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જો કે, તેમણે રાજીનામું આપવા પાછળ નાદુરસ્ત તબિયત હોવાનું જણાવ્યું છે.

રજૂઆત પૈકી એક મુદ્દો કર્મચારીઓની ઘટ હતો

વડોદરા પાલિકા (VMC) માં મહત્વના પદ-હોદ્દાઓ પર કર્મચારીઓની ઘટ લાંબા સમયથી જોવા મળી રહી છે. જેને લઇને કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. આ સ્થિતીનો કોઇ નક્કર હલ શોધવામાં પાલિકાનું તંત્ર નિષ્ળ રહ્યું છે. તાજેતરમાં જ હરણી હોડી કાંડ મામલે સસ્પેન્ડ અને ટર્મિનેટ કરાયેલા ઇજનેરોના સમર્થનમાં પાલિકામાં કામ કરતા ઇજનેરોએ મોરચો કાઢ્યો હતો. અને અનેકવિધ મુદ્દે રજૂઆત પણ કરી હતી. જે પૈકી એક મુદ્દો કર્મચારીઓની ઘટ પણ હતો.

કાર્યકાળ સત્તાવાર રીતે પૂર્ણ થવામાં એક વર્ષ જેટલો સમય બાકી

આ સ્થિતી વચ્ચે પાલિકાના ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર રમેશ શિમ્પી દ્વારા અચાનજ રાજીનામું આપી દેવામાં આવ્યું છે. પાલિકા સુત્રો જણાવી રહ્યા છે કે, હજી તેઓના કાર્યકાળ સત્તાવાર રીતે પૂર્ણ થવામાં એક વર્ષ જેટલો સમય બાકી છે, તેવામાં રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, રાજીનામું આપી દેવા પાછળ તેઓની નાદુરસ્ત તબિયત હોવાનું કારણ આપવામાં આવ્યું છે. આમ, એક ઇજનેરે રાજીનામુ આપી દેતા પાલિકામાં કર્મચારીઓની ઘટ જારી રહી હોવાનું સામે આવ્યું છે.

કોઇ નક્કર નિરાકરણ નહિ આવતા આ સ્થિતીનો અંત આવતો નથી

પાલિકા દ્વારા કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતા ઇન્ચાર્જ ડ્યુટીમાં કામનું ભારણ વધી રહ્યું છે. આ સ્થિતી આજની નથી. પરંતુ તેનું કોઇ નક્કર નિરાકરણ નહિ આવતા આ સ્થિતીનો અંત આવતો નથી. ઉલટાનું સમયે સમયે સ્થિતી વધુ વિકટ બનતી જતી હોવાનું જોવા મળી રહ્યું છે. જેને લઇને વડોદરાના સત્તાધીશો આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કૌઇની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ થતા પાણી માટે રાહ જોવી પડશે

Whatsapp share
facebook twitter