+

VADODARA : સ્માર્ટ મીટરના નામે લૂંટવાનું બંધ કરો, ગઠબંધનનો વિરોધ

VADODARA : VADODARA : SMART ELECTRICITY METER CONTROVERSY વડોદરામાં સ્માર્ટ વિજ મીટર મુક્યા બાદ અલગ અલગ વિસ્તારોની વિજ કચેરીએ લોકોનો મોરચો પહોંચી રહ્યો છે. અને જેને લઇને આજે કોંગ્રેસ સહિતના…

VADODARA : VADODARA : SMART ELECTRICITY METER CONTROVERSY વડોદરામાં સ્માર્ટ વિજ મીટર મુક્યા બાદ અલગ અલગ વિસ્તારોની વિજ કચેરીએ લોકોનો મોરચો પહોંચી રહ્યો છે. અને જેને લઇને આજે કોંગ્રેસ સહિતના ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

મુદ્દો આંદોલન તરફ જાય તો નવાઇ નહિ

વડોદરામાં સ્માર્ટ વિજ મીટરને લઇને રોષ પારખીને આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આ અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વિવિધ પક્ષના નેતાઓ એકત્ર થઇને જિલ્લા કલેક્ટર કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ જોતા આવનાર સમયમાં સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો આંદોલન તરફ જાય તો નવાઇ નહિ.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે

શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, ભાજપના સાશનમાં વડોદરાને સ્માર્ટ ન બનાવી શક્યા. પ્રજા અનેક પ્રશ્ને મુશ્કેલીમાં મુકાઇ છે, ત્યારે હવે સ્માર્ટ મીટરના નામે અલગ કરપ્શનનો રસ્તો શોધ્યો હોય તેમ લાગે છે. પ્રજાને વિશ્વાસમાં લીધા વગર સ્માર્ટ મીટર મુકવાની વાત. કેટલીક જગ્યાઓ પર પોલીસને લઇને આ કામ કરાયું છે. કંપની દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાડવાનું બંધ કરવામાં નહિ આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

વાત ગરીબોની કરવાની અને ગરીબોને લૂંટવાના

સિનિયર કોંગી આગેવાન ચંદ્રકાંતભાઇ ભથ્થુ જણાવે છે કે, સ્માર્ટ મીટર નથી આ આત્મહત્યા કરવાવાળું મીટર છે. 12 દિવસમાં રૂ. 2 હજાર ઉડી જાય, તમે એક બાજુ ગરીબોની વાત કરો છો. અમીરોના પૈસા માફ અને ગરીબોની મુશ્કેલી વધારી રહ્યા છો.સત્તાપક્ષે કોઇ વાયદો પૂર્ણ કર્યો નથી. વાત ગરીબોની કરવાની અને ગરીબોને લૂંટવાના. તેમના લોકો માલદાર થઇ રહ્યા છે. આ લોકો સામે આંદોલન થશે. આ સરકાર સામે લડવા સિવાય કોઇ છુટકો નથી.

અમારે સરકારને પહોંચાડવાનું છે

જિલ્લા કલેક્ટર જણાવે છે કે, આજે પ્રતિનિધિઓ દ્વારા સ્માર્ટ મીટરના પાયલોટ પ્રોજેક્ટને લઇને આવેદનપત્ર રજુ કર્યું છે. જે પ્રણાલીકા અને નિયમ પ્રમાણે અમારે સરકારને પહોંચાડવાનું છે, તે અમે પહોંચાડી દઇશું.

લોકોએ હોબાળો મચાવ્યો

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાવાઝોડા બાદ છેલ્લા ત્રણ દિવસથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો રહેતા ત્રણથી ચાર કલાક લાઇટો ગુલ થઈ જવાને કારણે ગઈકાલે રાત્રે ફરી એકવાર તાંદળજા અકોટા વિસ્તારની 35 થી 40 સોસાયટીમાં લાઈટો ત્રણ કલાકથી બંધ થઈ જતા લોકોના ટોળા એમ.જી.વી. સી.એલ. ની પશ્ચિમ ઝોન અકોટા સ્થિત કચેરી ખાતે ફરિયાદ કરવા ઉમટી પડ્યા હતા પરંતુ સ્થળ પર કોઈ અધિકારી નહીં હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો

આ પણ વાંચો — VADODARA : “સ્માર્ટ વિજ મીટર પારદર્શી, સમસ્યા દુર કરવા તંત્ર તત્પર” – MD

Whatsapp share
facebook twitter