+

VADODARA : મૃત્યુ પછી SSG હોસ્પિટલના કોલ્ડરૂમમાં જગ્યા નહી

VADODARA : વડોદરામાં આવેલી મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSIPTAL) તંત્રની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમ (COLD ROOM CONTROVERSY) માં અનેક બેરેક બંધ…

VADODARA : વડોદરામાં આવેલી મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSIPTAL) તંત્રની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમ (COLD ROOM CONTROVERSY) માં અનેક બેરેક બંધ હાલતમાં હોવાથી એક યુનિટમાં બે મૃતદેહો મુકવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ સમસ્યા અગાઉ પણ ધ્યાને આવી હતી, પરંતુ હજી સુધી તેનો ઉકેલ લાવવામાં તંત્રને નિષ્ફળતા મળી હોવાનું આ કિસ્સા પરથી ફલીત થાય છે. રોજ હોસ્પિટલમાં 10 થી વધુ મૃતદેહો આવતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

એક યુનિટમાં બે મૃતદેહો

વડોદરાની એસએસજી હોસ્પિટલ અનેક કારણોને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં એસએસજી હોસ્પિટલનું કોલ્ડ સ્ટોરેજ યુનિટ ચર્ચામાં આવ્યું છે. આ કોલ્ડ સ્ટોરેજ યુનિટમાં રાખવામાં આવેલી બેરેક પૈકી કેટલીક ખોટકાઇ છે. જેના કારણે અન્ય બેરેક પર મૃતદેહો સાચવવા માટેનું ભારણ વધ્યું છે. હાલ કાર્યરત એક યુનિટમાં બે મૃતદેહો સાચવવા પડે તેવી સ્થિતી છે. તાજેતરમાં મૃતદેહોની સંખ્યા વધી જતા તેને બહાર મુકવા પડે તેવી સ્થિતી સર્જાઇ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. જો કે, સુત્રો જણાવે છે કે, આ મૃતદેહોનો ગોત્રી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મોકલી આપવામાં આવ્યા છે.

બેરેક 10 વર્ષથી વધુ જુના

હોસ્પિટલ સુત્રોએ જણાવ્યું કે, એસએસજી હોસ્પિટલના 6 યુનિટમાં 36 મૃતદેહો સાચવવા માટેની વ્યવસ્થા છે. પરંતુ તૈ પૈકીના ત્રણ યુનિટ ખોટકાઇ ગયા છે. આ બેરેક 10 વર્ષથી વધુ જુના છે. જેને લઇને અવાર નવાર ખોટકાતા હોવાની સમસ્યા સામે આવી રહી છે. નવા યુનિટ નાંખવા માટે સંસ્થાઓ સાથે હોસ્પિટલ તંત્ર વાટાઘાટો કરતું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આડકતરું કારણ ગરમીની અસર

તો બીજી તરફ ગરમી આકાશી કહેર વરસાવી રહી હોવાનું સામે આવ્યું છે. વિતેલા 24 કલાકમાં 9 લોકોના શંકાસ્પદ મોત થયા છે. જેનું આડકતરું કારણ ગરમીની અસર માનવામાં આવી રહ્યું છે. આ વધતે ગરમીનો નવો રેકોર્ડ સ્થપાવવાની સાથે અનેક લોકોના મૃત્યુનું આડકતરૂ કારણ પણ બની હોવાનું સપાટી પર આવી રહ્યું છે.

આ પણ વાંચો — Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન

Whatsapp share
facebook twitter