+

મોદીની હેટ્રિક પર પાકિસ્તાન ભયભીત! લંબાવ્યો મિત્રતાનો હાથ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) માં જનતાએ NDA ને મજબૂત બનાવી અને આ સાથે નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશના ત્રીજી વખત વડાપ્રધાન (Prime Minister) બન્યા. ત્યારે સમાચાર મળી રહ્યા છે…

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) માં જનતાએ NDA ને મજબૂત બનાવી અને આ સાથે નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશના ત્રીજી વખત વડાપ્રધાન (Prime Minister) બન્યા. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, મોદીના ત્રીજી વખત PM બનતા જ પાકિસ્તાન (Pakistan) ના સૂર બદલવા લાગ્યા છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન (Pakistan’s Deputy Prime Minister) અને વિદેશ મંત્રી ઈશાક ડારે (Foreign Minister Ishaq Dar) ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે ભારતને “સકારાત્મક સંદેશ” મોકલ્યો અને કહ્યું કે, તેમનો દેશ “સતત દુશ્મનાવટ” માં વિશ્વાસ રાખતો નથી અને નવી દિલ્હીમાં નવી ચૂંટાયેલી સરકારને ઇસ્લામાબાદ સાથેના તેના ભાવિ સંબંધો પર ગંભીરતાથી વિચાર કરવા વિનંતી કરે છે. જોકે, આ પહેલા પાકિસ્તાન તરફથી મોદી PM ન બને તેવા નિવેદનો સામે આવી રહ્યા હતા.

પાકિસ્તાન ઇચ્છે છે ભારત સાથે સારા સંબંધ

વિશ્વના ઘણા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને સતત ત્રીજી વખત PM બનવા પર અભિનંદન સંદેશો આપ્યા હતા. હવે આ યાદીમાં પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડાર (Foreign Minister Ishaq Dar) નું નામ પણ જોડાઈ ગયું છે. ઈશાક ડાર મંગળવારે ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઈસ્લામાબાદમાં એક સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન જ તેમણે કહ્યું હતું કે, તેમનો દેશ “સતત દુશ્મનાવટ” માં માનતો નથી. તેમણે કહ્યું છે કે હવે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) નેતાએ કહ્યું કે, પાકિસ્તાન હંમેશા “સારા પાડોશી સંબંધો” ઈચ્છે છે. ડારે કહ્યું, “અમારા પૂર્વીય ક્ષેત્રમાં ભારત સાથેના સંબંધો ઐતિહાસિક રીતે અશાંત રહ્યા છે. પાકિસ્તાન સતત દુશ્મનાવટમાં માનતું નથી. “અમે પરસ્પર આદર, સાર્વભૌમ સમાનતા અને લાંબા સમયથી ચાલી રહેલા જમ્મુ અને કાશ્મીર વિવાદના ન્યાયી અને શાંતિપૂર્ણ ઉકેલના આધારે ભારત સાથે સારા પડોશી સંબંધો ઇચ્છીએ છીએ.” તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો સુનિશ્ચિત કરવા માટે દરેક પગલાં લેશે, પરંતુ તે કોઈપણ ભારતીય સૈન્ય દુર્ઘટનાનો યોગ્ય જવાબ આપવામાં શરમાશે નહીં.

જમ્મુ-કાશ્મીર વિવાદ પર શું બોલ્યા ડાર?

ભારત સાથે મિત્રતાની પહેલ કરી રહેલા ડેપ્યુટી PM ડારે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે અને વધુમાં તેમણે કહ્યું કે અમે ભારત સાથે પરસ્પર સન્માન, સાર્વભૌમ સમાનતા અને જમ્મુ-કાશ્મીર વિવાદ પર શાંતિપૂર્ણ ઉકેલ સાથે સારા સંબંધો રાખવા ઈચ્છીએ છીએ.

મોદીને ત્રીજી વખત PM બનવા પર અભિનંદન

પાકિસ્તાનના ડેપ્યુટી PM ઈશાક ડારે નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત સરકારને ભવિષ્યમાં ઈસ્લામાબાદ સાથે સંબંધો સુધારવા વિનંતી કરી. ડારે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાને તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે શાંતિપૂર્ણ પ્રયાસો કર્યા છે. ભારત સાથે મિત્રતાની પહેલ કરી રહેલા ડેપ્યુટી PMએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે.

આ પણ વાંચો – ટેક્સ વધારા મુદ્દે કેન્યામાં ઉગ્ર પ્રદર્શન, હિંસામાં 10ના મોત, 50થી વધુ ઘાયલ

આ પણ વાંચો – Ukraine યુદ્ધ બાદ પ્રથમ વખત રશિયા જશે PM મોદી, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત

Whatsapp share
facebook twitter