+

Raid : તમે લો છો એ દવા બનાવટી તો નથી ને..? વાંચો આ કિસ્સો…

Raid : ગાંધીનગરમાં લાયસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર GIDCમાં શ્રી હેલ્થકેરના નામે આ ફેક્ટરી ચાલતી હતી , જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા (Raid) પાડ્યા હતા…

Raid : ગાંધીનગરમાં લાયસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર GIDCમાં શ્રી હેલ્થકેરના નામે આ ફેક્ટરી ચાલતી હતી , જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા (Raid) પાડ્યા હતા અને 43 લાખથી વધુની બનાવટી દવા જપ્ત કરી હતી. ફુડ એન્ડ ડ્રગ વિભાગે 4 કરોડથી વધુના API તેમજ મશીન જપ્ત કર્યા છે જ્યારે શંકાસ્પદ APIના 5 સેમ્પલ તપાસ માટે મોકલાયા છે.

શ્રી હેલ્થકેર નામની ફેક્ટરીમાંથી 43 લાખથી વધુની બનાવટી દવા જપ્ત

ગાંધીનગર ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીનાં આધારે ગાંધીનગર જીઆઈડીસીમાં લાયસન્સ વગર ચાલતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં શ્રી હેલ્થકેર નામની ફેક્ટરીમાંથી 43 લાખથી વધુની બનાવટી દવા જપ્ત કરી હતી .ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આ નકલી દવા બનાવવામાં કોઈ કોણ સંડોવાયેલ છે. તે તરફ તપાસ હાથ ધરી છે. તેમજ આગામી સમયમાં હજુ પણ વધુ લોકોના નામ સામે આવવાની શક્યતાઓ છે.

દવાઓનું ઉત્પાદન કરી વેચાણ પણ ચાલુ કર્યું

રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહીના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.) તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને શ્રી હેલ્થકેર, ઇ-૧૨૫, જી.આઇ.ડી.સી., ગાંધીનગરના માલિક ભાવીનભાઇ ગોરધનભાઇ પટેલ રહે. ૮, યમુના ફ્લેટ્સ, ૩૩/૪ જયંત પાર્ક, ઘોડાસર, અમદાવાદ દ્વારા ખોટા ઉત્પાદન લાયસન્‍સ નંબરનો ઉપયોગ કરી ગેરકાયદેસર વગર પરવાને એલોપેથીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબલેટ તેમજ કેપસ્યુલ બનાવવાના જરૂરી મશીનો વસાવી બેંક ઓફ બરોડામાંથી લોન મેળવી મશીનો પણ બારોબાર વેચી દીધેલ અને દવાઓનું ઉત્પાદન કરી વેચાણ પણ ચાલુ કરી દીધેલ હોવાનું તંત્રએ પકડી પાડેલ છે.

વિવિધ ચીજો જપ્ત

તંત્રની તપાસ દરમ્યાન ટેબલેટ, કેપસ્યુલ ના ઉત્પાદનમાં વપરાતા એક્સીપીયન્‍ટ જેવા કે, સ્ટાર્ચ, DCP, Empty Hard Gelatin Capsule ડમી પેલેટ્સ, ઓમેપ્રાઝોલ (API), Azithromycin, Antibiotic ૨૫ કીલો વાળા ૧૨ ડ્રમ એટલે કે ૩૦૦ કીગ્રા API તથા ઉત્પાદનના ટેસ્ટીંગ માટે વપરાતા સાધનો જેવા કે, ટેબલેટ ડીસઇન્ટીટ્રીગ્રેશન ટેસ્ટ એપરેટ્સ, ફ્રાયેબીલીટી ટેસ્ટ એપરેટ્સ, PH મીટર, ઇલેક્ટ્રોનીક વઇંગ બેલેન્‍સર વગેરે તપાસ અધીકારીઓએ પકડી પાડેલ અને નિયત ફોર્મ હેઠળ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે. તપાસ દરમ્યાન Dibasic Calcium Phosphate Dihydrate IP, Empty Capsule Shell, Omeprazole Capsule, Omeprazole Pellets, Maize Starch Powder વગેરેના નમુનાઓ ફોર્મ ૧૭ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપેલ છે. અહેવાલની રાહ જોવાઇ રહેલ છે.

સસ્તા API પાવડરનો ઉપયોગ કરી વેચાણ

તપાસ સમયે વિગતો ખુલેલ કે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા API ઘટક Azithromycin, Paracetamol, Methyl Cobalamin, Prgabalin, Thiocolchicoside મા યોગ્ય APIને બદલે DCP Starch કે અન્ય સસ્તા API પાવડરનો ઉપયોગ કરી વેચાણ બનાવટી દવાનું વેચાણ કર્યાનું ખુબ જ મોટુ કૌભાંડ આચર્યુ હોવાની શંકાના આધારે તંત્રના અધિકારીઓએ નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેઓ દ્વારા લગભગ ૪ કરોડ રૂપિયાનું પેકીંગ મટીરીયલ, ફાર્મામશીનરી અને બનાવટી API નું વેચાણ ગુજરાત તથા અન્ય રાજ્યના ઉત્પાદકોને ટેબલેટ તેમજ કેપસ્યુલ જેવી દવાઓ બનાવવા કર્યાનું તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ છે અને તપાસ દરમ્યાન તેઓને ત્યાંથી ૪૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે. તેઓએ રોમટીરીયલ, કેપસ્યુલ, ટેબલેટ બનાવી ક્યાં ક્યાં વેચાણ કરેલ છે તેમજ તેઓના ત્યાંથી API મેળવી કયા કયા ઉત્પાદકોએ ટેબલેટ તેમજ કેપસ્યુલ બનાવી માર્કેટમાં વેચાણ કરેલ છે તે અંગે તંત્રના અધિકારીઓએ તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે. વધુમાં ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે ઉત્પાદકની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે અન્ય ખોટા ઉત્પાદન લાયસન્‍સ લખી અને માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના ઉત્પાદક/વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કરેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચો— Express Highway પર જોવા મળ્યા ચોંકાવનારા દ્રષ્યો

Whatsapp share
facebook twitter