+

VADODARA : નાકાબંધીથી 50 મીટરનું અંતર પોલીસ કાપી ન શકતા કાર ચાલક ફાવ્યો

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વરણામાં પોલીસ સ્ટેશન (VARNAMA POLICE STATION) ના જવાનોની દારૂની હેરાફેરી અંગેની બાતમી મળી હતી. જેના આધારે ચોક્કસ સ્થળે જવાનો વોચમાં ગોઠવાયા હતા.…

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વરણામાં પોલીસ સ્ટેશન (VARNAMA POLICE STATION) ના જવાનોની દારૂની હેરાફેરી અંગેની બાતમી મળી હતી. જેના આધારે ચોક્કસ સ્થળે જવાનો વોચમાં ગોઠવાયા હતા. સાથે જ નાકાબંધી પણ કરવામાં આવી હતી. તેવામાં બાતમીથી મળતી આવતી કારે આશરે 50 મીટર અંતરેથી નાકાબંધી જોઇ લેતા ચાલક ખેતરમાં નાસી છુટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કાર ચાલક સામે વરણામાં પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના વર્ણન અનુસારની કાર નજીકમાં આવી પહોંચી

વરણામાં પોલીસના જવાનને બાતમી મળી કે, ભાલીયાપુરા ગામનો જગદીશભાઇ કનુભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા) ગ્રે કલરની ગાડી લઇને ડભોઇ તરફથી મેઘાકુઇ તરફ આવી રહ્યો છે. અને તે કારમાં વિદેશી દારૂ ભરવામાં આવ્યો છે. બાતમીના આધારે વરણામા પોલીસ સ્ટેશનના જવાનો મોઘાકુઇ ચોકડી પાસે વોચમાં ગોઠવાયા હતા. અને નાકાબંધી કરવામાં આવી હતી. તેવામાં બાતમીના વર્ણન અનુસારની કાર નજીકમાં આવી પહોંચી હતી. નાકાબંધી જોઇ આશરે 50 મીટર દુર કાર ચાલક પોલીસને જોઇને કાર મુકી નાસી છુટ્યો હતો. નાસી જનાર કાર ચાલકની ઓળખ જગદીશભાઇ કનુભાઇ ઠાકરડા કરીતે કરવામાં આવી હતી. જેને પોલીસે ઓળખી કાઢ્યો હતો.

વરણામા પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો

જે બાદ બંદોબસ્તમાં હાજર પોલીસના જવાનોએ કારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની 528 નંગ બોટલો કબ્જે કરવામાં આવી હતી. જેની કિંમત રૂ. 52,800 આંકવામાં આવી રહી છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે રૂ. 10 લાથની કાર સહિત કુલ રૂ. 10.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આરોપી સામે વરણામા પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

કેટલા સમયમાં નાસી જનાર શખ્સ સુધી પહોંચે છે તે જોવું રહ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, હોળી અને ધૂળેટી પર્વ નજીક છે, તેવા સમયે દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમીયાઓ અજમાવતા બુટલેગરો સામે પોલીસ પણ ચોક્કસ અને સજ્જ બની છે. હવે ઉપરોક્ત મામલે પોલીસ કેટલા સમયમાં નાસી જનાર શખ્સ સુધી પહોંચે છે તે જોવું રહ્યું

આ પણ વાંચો —VADODARA : ગાંજાના વાવેતર સાથે એક ઝબ્બે

Whatsapp share
facebook twitter