+

PM Modi Property Affidavit: જાણો, દેશના વડાપ્રધાન કેટલી ખાનગી મિલકતના માલિક છે

PM Modi Property Affidavit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ વારાણસી (Varanasi) લોકસભા મતવિસ્તારમાંથી ત્રીજી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે. PM Modi એ આજે 14 મી મેના રોજ 4 સાક્ષી…

PM Modi Property Affidavit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ વારાણસી (Varanasi) લોકસભા મતવિસ્તારમાંથી ત્રીજી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે. PM Modi એ આજે 14 મી મેના રોજ 4 સાક્ષી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં પોતાનું નામાંકન ભર્યું હતું. ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકર પીએમ મોદીના સમર્થક બન્યા હતા. PM Modi એ દાખલ કરેલા સોગંદનામામાં દાવો કર્યો છે કે તેમની જંગમ સંપત્તિ લગભગ 28 લાખ રૂપિયાની છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે 2024 થી 2019 વચ્ચે તેની સંપત્તિમાં 52 ટકાનો વધારો થયો છે.

  • તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન તો કોઈ કાર

  • 2022-23 માં વડાપ્રધાન મોદીની આવક 23,56,080 રૂપિયા હતી

  • 13 મેના રોજ તેમણે બેંકમાંથી 28,000 રૂપિયા ઉપાડી લીધા

PM Modi દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ, તેમની મોટાભાગની જંગમ સંપત્તિ State Bank Of India માં 1.27 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટના રૂપમાં છે. એફિડેવિટમાં PM Modi એ કહ્યું છે કે તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન તો કોઈ કાર. આ ઉપરાંત PM Modi એ એફિડેવિટમાં એ પણ જણાવ્યું છે કે તેઓ દર વર્ષે કેટલો ઈન્કમ ટેક્સ ભરે છે.

આ પણ વાંચો: Bihar Police Accident: ચૂંટણી યોજીને પરત ફરી રહેલા કર્મચારીઓના વાહનને ઘાતક ટ્રકે ટક્કર મારી

2022-23 માં વડાપ્રધાન મોદીની આવક 23,56,080 રૂપિયા હતી

PM Modi Property Affidavit

એફિડેવિટ અનુસાર, PM Modi ની આવકનો પ્રાથમિક સ્ત્રોત તેમનો સરકારી પગાર અને તેમની બચત પરનું વ્યાજ છે. વર્ષ 2024 ના એફિડેવિટમાં PM Modi એ કહ્યું કે તેમણે નાણાકીય વર્ષ 2023-24 માં 3,33,179 રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે. PM Modi એ એફિડેવિટમાં પોતાની છેલ્લા 5 વર્ષની આવકની માહિતી પણ આપી છે. વર્ષ 2018-19 માં પીએમની આવક 11,14,230 રૂપિયા હતી. જે વર્ષ 2019-20 માં વધીને 17,20,760 થઈ. જ્યારે વર્ષ 2020-21 માં PM Modi ની આવક 17,07,930 રૂપિયા હતી. ત્યારબાદ 2021-22 માં આ આવક 15,41,870 રૂપિયા હતી. જ્યારે વર્ષ 2022-23 માં PM Modi ની આવક 23,56,080 રૂપિયા હતી.

આ પણ વાંચો: PA Bibhav Kumar: કોણ છે જે દિલ્હીના મુખ્યમંત્રીના PA છે, જેણે AAP મહિલા કાર્યાકાર સાથે મારપીટ કરી

13 મેના રોજ તેમણે બેંકમાંથી 28,000 રૂપિયા ઉપાડી લીધા

PM Modi પાસે હાલમાં 45 ગ્રામની 4 સોનાની વીંટી છે, જેની કિંમત 2,67,750 રૂપિયા છે. એફિડેવિટમાં પીએમ મોદીએ જણાવ્યું કે તેમની પાસે 31 માર્ચ 2024 સુધી 24,920 રૂપિયા છે. તે જ સમયે 13 મેના રોજ તેમણે બેંકમાંથી 28,000 રૂપિયા ઉપાડી લીધા, જેમાં તેને કુલ 52,920 રૂપિયા રોકડા મળ્યા. તે જ સમયે 31 માર્ચ 2019 સુધી તેમની પાસે 38,750 રૂપિયા રોકડ અને 4,143 રૂપિયા બેંક ડિપોઝિટમાં હતા. વર્ષ 2014 ના એફિડેવિટ મુજબ, તેમની પાસે 32,700 રૂપિયા રોકડા, 26.05 લાખ રૂપિયા બેંકમાં અને 32.48 લાખ રૂપિયાની એફડી હતી.

આ પણ વાંચો: Voting Guidelines: મતદાન મથક પર બુરખો પહેરીને આવું કેટલું યોગ્ય, વિદેશમાં શુ નિયમો છે?

Whatsapp share
facebook twitter