+

ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત, વાંચો અહેવાલ

ઈઝરાયરલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલુ છે. બને દેશ વચ્ચે છેલ્લા લગભગછેલ્લા 7 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાંથી હવે ભારત…

ઈઝરાયરલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલુ છે. બને દેશ વચ્ચે છેલ્લા લગભગછેલ્લા 7 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાંથી હવે ભારત માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ યુદ્ધ એક પૂર્વ ભારતીય કર્નલના મૃત્યુનું કારણ બન્યું છે. ગાઝાના રફાહમાં ભારતના પૂર્વ કર્નલ વૈભવ અનિલ કાલેએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિટાયર્ડ કર્નલ વૈભવ અનિલ કાલે ગાઝાના રફાહમાં સંયુક્ત રાષ્ટ્ર ( UN ) માટે કાર્યરત હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ ઘટનામાં એક કર્મચારીના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

વૈભવ અનિલ કાલે એક મહિના પહેલા જ ગાઝામાં યુનાઈટેડ નેશન્સ ( UN ) ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટી (DSS)માં સુરક્ષા સેવા સંયોજક તરીકે જોડાયા હતા. મળતી માહિતી અનુસાર, કર્નલ વૈભવ અનિલ કાલે પોતાના વાહનમાં ક્યાંક જઈ રહ્યા હતા તે સામે દરમિયાન જ અચાનક વાહન પર હુમલો થયો હતો. આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો તે પણ હજી સામે આવ્યું નથી. આ હુમલામાં કર્નલ વૈભવ અનિલ કાલેએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રના ( UN ) નિવેદન અનુસાર, અનિલ કાલે તેના સાથીદાર સાથે યુએનના વાહનમાં રફાહમાં યુરોપિયન હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. UN ના મહાસચિવ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવા માંગ કરવામાં આવી છે અને હુમલાની આકરી નિંદા કરી અને મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : POK માં લોકો રસ્તા પર ઉતર્યા, પાકિસ્તાની સુરક્ષા દળોએ લોકો પર ગોળીબાર કર્યો…

Whatsapp share
facebook twitter