+

VADODARA : ઝઘડાના અંતે તિક્ષણ હથિયાર વડે હત્યા

VADODARA : વડોદરા (VADODARA) ના ઉંડેરામાં બંધ મકાનમાં રહેતા બે પરપ્રાંતિય યુવકો વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થયા બાદ એક યુવક પર તિક્ષણ હથિયાર વડે ઘા મારીને હત્યા કરવાની ઘટના સામે…

VADODARA : વડોદરા (VADODARA) ના ઉંડેરામાં બંધ મકાનમાં રહેતા બે પરપ્રાંતિય યુવકો વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થયા બાદ એક યુવક પર તિક્ષણ હથિયાર વડે ઘા મારીને હત્યા કરવાની ઘટના સામે આવી છે. જેમાં જમીન લોહીથી ખરડાયેલી મળી આવી હતી. આ ઘટનામાં આરોપી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા જ જવાહરનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ઘટના સ્થળે દોડી જઇને આરોપીને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

તિક્ષણ હથિયાર વડે હુમલો

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં આજે ઉંડેરા વિસ્તારમાં બંધ શાળામાં કેટલાક પરપ્રાંતિય યુવકો ભાડે રહેતા હતા. તે પૈકી આયુષ યાદવ અને ધીરજ દાસ વચ્ચે  આજે સવારે ઝઘડો થયો હોવાની માહિતી હાલ સપાટી પર આવી રહી છે. ઝધડો એટલો ઉગ્ર બન્યો કે, આયુષ યાદવે તિક્ષણ હથિયાર વડે સાથે રહેતા ધીરજ દાસ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત થતા ધીરજ દાસ જમીન પર ફસડાઇ પડ્યો હતો. અને તેણે દમ તોડ્યો હતો.

તપાસ હાથ ધરી

આ ઘટનાની જાણ થતા જ જવાહરનગર પોલીસના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને વધુ તપાસ હાથ ધરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ફરાર આરોપીને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

શાળાનો રહેણાંક મકાન તરીકે ઉપયોગ

તો બીજી તરફ બંધ પડેલી શાળાનો રહેણાંક મકાન તરીકે ઉપયોગ કરવાની મંજુરીને લઇને તરહ તરહની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસે ઉપરોક્ત મામલે ઝીણવટભરી વિગતો એકત્ર કરીને કેસ ઉકેલવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : ટ્રેક્ટરની ટ્રોલીને દારૂનું સંગ્રહસ્થાન બનાવવનો પ્રયાસ નાકામ

Whatsapp share
facebook twitter