+

VADODARA : તુકારો કરી ગમે તેમ બોલતા ધોલધપાટ

VADODARA : વડોદરાના વડુ પોલીસ મથક (VADU POLICE STATION) વિસ્તારમાં ડિલીવરી ખર્ચ સાસરીવાળા ન આપતા હોવાથી બોલવા-સંભળાવવાનું થયું હતું. બાદમાં વાત એક તબક્કે તુકારો કરીને ગમેતેમ બોલવા સુધી પહોંચી હતી.…

VADODARA : વડોદરાના વડુ પોલીસ મથક (VADU POLICE STATION) વિસ્તારમાં ડિલીવરી ખર્ચ સાસરીવાળા ન આપતા હોવાથી બોલવા-સંભળાવવાનું થયું હતું. બાદમાં વાત એક તબક્કે તુકારો કરીને ગમેતેમ બોલવા સુધી પહોંચી હતી. આખરે ઉગ્રબોલાચાલી ઝઘડામાં પરિણમતા ધોલધપાટ થઇ હતી. આખરે ભોગબનનારને સામાન્ય ઇજાઓ પહોંચતા મામલે વડુ પોલીસ મથકમાં નોન કોગ્નીઝેબલ ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ડિલીવરી ખર્ચ તેમણે કર્યો

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પુંજીબેન શનાભાઇ માળી (ઉં. 60) (રહે. અભોર ટીંબી ફળિયુ, પાદરા) અને મોહનભાઇ વિઠ્ઠલભાઇ માળી (રહે. અભોર. પાદરા) સાંજે ગામમાં ભેગા થયા હતા. તાજેતરમાં મોહનભાઇ વિઠ્ઠલભાઇ માળીની બહેન ઉર્મિલાનો સંબંધ કરાવ્યો હતો. જેમાં બહેનનો ડિલીવરી ખર્ચ તેમણે કર્યો હતો. જેથી તેમણે પુંજીબેન શનાભાઇ માળીને કહ્યું કે, તે મારી બહેનની સગાઇ કરાવી અને હાલ મારી બહેનની ડિલીવરી થઇ, બાળકનો જન્મ થયો છે. તો પણ સાસરીવાળા પૈસા ખરચતા નથી. અને મારે આપવા પડે છે.

ગમેતેમ બોલવાનું ચાલુ રાખ્યું

વાત આગણ વધારતા કહ્યું કે, તે મારા બહેનનો સંબંધ કરાવ્યો છતાં તુ કેમ ખબર પુછતી નથી કે, રૂપિયા નથી આપતી. બાદમાં મોહનભાઇ વિઠ્ઠલભાઇ માળીએ પુંજીબેન શનાભાઇ માળીને તુકારો કરીને ગમેતેમ બોલવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં તેને અટકાવવા જતા મામલો બિચક્યો હતો. અને મોહનભાઇ વિઠ્ઠલભાઇ માળીએ પુંજીબેન શનાભાઇ માળીને માર માર્યો હતો. જેમાં તેઓને સાધારણ ઇજાઓ પહોંચી હતી.

ફરિયાદ નોંધવામાં આવી

આખરે ઉપરોક્ત મામલે વડુ પોલીસ મથકમાં આ મામલો નોન કોગ્નીઝેબલ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ મામલાની વધુ તપાસ માટે અધિકારીને સોંપણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — Porbandar: પરિવારની ચારધામ યાત્રા ચોરોને ફળી! દાગીના સહિત 40 હજારથી થઈ ચોરી

Whatsapp share
facebook twitter