+

VADODARA : મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટરમાં 2 હજારથી વધુ નોકરીની તક

VADODARA : સીગ્મા યુનિવર્સીટી અને મોડેલ કરીઅર સેન્ટર, તથા યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરોના સંયુકત ઉપક્રમે તા. ૨૯ જૂન ના રોજ સિગ્મા યુનિવર્સીટી ,બાકરોલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે ટેકનિકલ…

VADODARA : સીગ્મા યુનિવર્સીટી અને મોડેલ કરીઅર સેન્ટર, તથા યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરોના સંયુકત ઉપક્રમે તા. ૨૯ જૂન ના રોજ સિગ્મા યુનિવર્સીટી ,બાકરોલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે ટેકનિકલ અને નોન ટેકનીકલ ટ્રેડના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

100 નામાંકિત કંપનીઓ ભાગ લેશે

આ ભરતી મેળામાં મેન્યુફેકચરીગ સેકટરમાં એન્જીનીયરીંગ, ફાર્મા, કેમિકલ અને સિવિલ તેમજ સર્વીસ સેકટરમા આઇ.ટી., મેડીકલ, હેલ્થ, ઈન્સ્યુરન્સ, બેંકીંગ, સેલ્સ, માર્કેટીંગ અને હોસ્પિટાલીટી જેવી સર્વિસ માટે વડોદરા અને તેની આસપાસનું ૧૦૦ થી વધુ નામાંકિત કંપનીઓ દ્વારા ૨૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ હાથ ધરવામાં આવશે.ભરતીમેળામાં ધોરણ-૧૦ અને ૧૨,આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ માસ્ટર લાયકાત ધરાવતા ૧૮ વર્ષ થી ૩૫ વર્ષના સ્ત્રી અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે.

અનુબંધમ પોર્ટલ પર નોંધણી જરૂરી

આ ભરતીમેળામાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા તેમજ જોબ સીકર રજીસ્ટ્રેશન ગુગલ લીંક https://student24.sigmauni.ac.in/ થી અને સ્પોટ રજીસ્ટ્રેશન પણ કરી શકાશે. રોજગાર ભરતીમેળા ઉપરાંત ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ પણ રાખવામાં આવેલ છે. રોજગાર ઈચ્છુક ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવવા તેમજ ગુગલલીંક ભરીને પાંચ કોપી બાયોડેટા સાથે સ્વખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવા રોજગાર અધિકારી, વડોદરાની અખબાર યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો — VADODARA : MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે સરકાર કટિબદ્ધ – દંડક

Whatsapp share
facebook twitter