+

PM MODI અને રાહુલ ગાંધી સાથે સાથે…

Om Birla : બીજેપી સાંસદ ઓમ બિરલા ( Om Birla) 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. લોકસભામાં તેમની ચૂંટણી બુધવારે ધ્વનિ મતથી થઈ હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન…

Om Birla : બીજેપી સાંસદ ઓમ બિરલા ( Om Birla) 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. લોકસભામાં તેમની ચૂંટણી બુધવારે ધ્વનિ મતથી થઈ હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમ બિરલાને લોકસભા સ્પીકરની સીટ સુધી લઈ ગયા હતા. આ સંસદીય પરંપરા છે. લોકસભાના અધ્યક્ષને નિષ્પક્ષ માનવામાં આવે છે. તેમણે શાસક પક્ષની સાથે વિપક્ષના હિતોનું પણ ધ્યાન રાખવાનું છે. આ કારણથી ગૃહના નેતા અને વિપક્ષના નેતા તેમને બેઠક પર લઈ જાય છે અને અભિનંદન પાઠવે છે.

લોકસભાના અધ્યક્ષની પસંદગી માત્ર ધ્વનિ મતથી કરવામાં આવી

આ વખતે લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. વિપક્ષે લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી હતી. પરંતુ સરકારે આ અંગે કોઈ ખાતરી આપી નથી. આ પછી વિપક્ષે પોતાનો ઉમેદવાર ઉતાર્યો. પરંતુ આજે ગૃહમાં મતદાન થયું ન હતું, લોકસભાના અધ્યક્ષની પસંદગી માત્ર ધ્વનિ મતથી કરવામાં આવી હતી.

લોકસભા અધ્યક્ષની ચૂંટણી ક્યારે યોજાઈ હતી?

સ્વતંત્ર ભારતમાં, 1952, 1967 અને 1976માં માત્ર ત્રણ વખત લોકસભા અધ્યક્ષ પદ માટેની ચૂંટણીઓ યોજાઈ છે. વર્ષ 1952માં કોંગ્રેસના સભ્ય જીવી માવલંકરને લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. માવલંકરને તેમના હરીફ શાંતારામ મોરે સામે 394 મત મળ્યા, જ્યારે મોરે માત્ર 55 મત જ મેળવી શક્યા. વર્ષ 1967માં, ટી વિશ્વનાથમ કોંગ્રેસના ઉમેદવાર નીલમ સંજીવા રેડ્ડીની સામે લોકસભા સ્પીકરની ચૂંટણી લડ્યા હતા અને વિશ્વનાથમના 207 મત સામે તેઓ 278 મત મેળવ્યા હતા અને સ્પીકર તરીકે ચૂંટાયા હતા.

વિપક્ષના નેતાનું પદ સંભાળનાર રાહુલ ગાંધી ગાંધી પરિવારના ત્રીજા સભ્ય

વિપક્ષના નેતાનું પદ સંભાળનાર રાહુલ ગાંધી ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે. રાહુલ ગાંધી પહેલા તેમની માતા સોનિયા ગાંધીએ 1999 થી 2004 સુધી લોકસભામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી. આ પહેલા તેમના પિતા રાજીવ ગાંધી પણ 1989 થી 1990 સુધી વિપક્ષના નેતા હતા.

ઇન્દિરા ગાંધીના સમયમાં પણ થઇ હતી ચૂંટણી

આ પછી, પાંચમી લોકસભામાં, 1975માં તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવ્યા બાદ, પાંચમા સત્રનો સમયગાળો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બર, 1975ના રોજ તત્કાલિન સ્પીકર જી.એસ ધિલ્લોને રાજીનામું આપી દેતાં કોંગ્રેસ નેતા બલિરામ ભગત 5 જાન્યુઆરી, 1976ના રોજ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ઇન્દિરા ગાંધીએ ભગતને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે કોંગ્રેસના પ્રસન્નભાઈ મહેતાએ જનસંઘના નેતા જગન્નાથરાવને ચૂંટવા માટે દરખાસ્ત કરી હતી. જોશીના 58 સામે ભગતને 344 મત મળ્યા.

આ પણ વાંચો—– રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અપાવી સંવિધાનની યાદ, કહ્યું- કરીશું સહયોગ પણ…

Whatsapp share
facebook twitter