+

ભારતના બે યુવા કોહિનૂર, વિશ્વના સૌથી યુવા અરબતિની યાદીમાં મોખરે

યુવા અરબપતિની યાદીમાં ભારતીય યુવાઓ મોખરે યાદીમાં કુલ ભારતીય અરબપતિઓની સંખ્યા 300 Gautam Adani ની સંપત્તિમાં ગત વર્ષે 95% નો વધારો Hurun’s Richest Indians list : જે ઉંમરમાં યુવા પેઢી…
  • યુવા અરબપતિની યાદીમાં ભારતીય યુવાઓ મોખરે

  • યાદીમાં કુલ ભારતીય અરબપતિઓની સંખ્યા 300

  • Gautam Adani ની સંપત્તિમાં ગત વર્ષે 95% નો વધારો

Hurun’s Richest Indians list : જે ઉંમરમાં યુવા પેઢી પોતાના ભવિષ્ય માટે નિર્ણયો લેવાનું તૈયાર કરે છે, તે ઉંમરમાં ભારતના બે યુવા કોહિનૂરે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી અને Gautam Adani સાથે પોતાનું નામ સામેલ કરીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ બંને યુવાનોના દેશમાં સૌથી નાની વયના અરબપતિઓની યાદીમાં પ્રથમ અને બીજા સ્થાને છે. એક વ્યક્તિની ઉંમર 21 છે, તો બીજાની ઉંમર 22 છે. ત્યારે પ્રથમ વ્યક્તિનું નામ Kaivalya Vohra છે. તેનો સાથીદાર Aadit Palicha એકસાથે કામ કરે છે. આ બંને વ્યક્તિઓનું નામ તાજેતરમાં જાહેર કરવામાં આવેલી Hurun India Rich List 2024 છે.

યુવા અરબપતિની યાદીમાં ભારતીય યુવાઓ મોખરે

Kaivalya Vohra અને Aadit Palicha એ સાથે મળીને quick commerce app Zepto નું નિર્માણ કર્યું છે. તો આ બંને યુવાનો Hurun India Rich List 2024 માં સ્થાન મેળવનાર સૌથી નાની વયના વ્યક્તિ બની ગયા છે. આ બંનેની કુલ સંપત્તિ 3600 કરોડ રૂપિયા છે. સ્ટૈનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ અધૂરો છોડીને Kaivalya Vohra એ Zepto ની સ્થાપના કરી હતી. Covid-19 માં વર્ષ 2021 ના સમયગાળામાં આવશ્યક વસ્તુઓની તાત્કાલિક માગને ધ્યાનમાં રાખીને Zepto ને ડિલીવરી માટે બનાવવામાં આવી હતી. અને આવી રીતે બંને પોતાના Startup શરું કર્યો હતો.

આ પણ વાંચો: ધરતી પર મહિલાનું એકછત્ર થશે રાજ, ડાયનાસોરની જેમ પુરુષો થશે લુપ્ત!

યાદીમાં કુલ ભારતીય અરબપતિઓની સંખ્યા 300

જે બાદ ઘરવખરીમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓની ડિલીવરીમાં Zepto નો લોકો લાભ લેતા જોવા મળી રહ્યા હતાં. ત્યારે તેની હરીફમાં Amazon India, Swiggy Instamart, Blinkit અને Big Basket જેવી દિગ્ગજ કંપનીઓ કાર્યરત વર્ષોથી હતી. જોકે 19 વર્ષની ઉંમરે Kaivalya Vohra પોતાનું સ્થાન Hurun India Rich List 2022 માં મેળવી લીધી હતું. ત્યારબાદ દર વર્ષે Kaivalya Vohra પોતાનું સ્થાન Hurun India Rich List 2024 માં જાળવી રાખ્યું છે. ત્યારે આ વર્ષે Kaivalya Vohra એ એક ખાસ સ્થાન આ યાદીમાં મેળવ્યું છે. તે ઉપરાંત પહેલીવાર Hurun India Rich List માં ભારતીય અરબપતિઓની સંખ્યા 300 થી વધી છે.

Gautam Adani ની સંપત્તિમાં ગત વર્ષે 95% નો વધારો

તો Hurun India Rich List 2024 માં Gautam Adani અને તેમના પરિવારે કુલ સંપત્તિ 11.6 લાખ કરોડના આંકડા સ્થાને યાદીમાં મોખરે સ્થાન ધરાવ્યું છે. ત્યારે મુકેશ અંબાણી આ Hurun India Rich List 2024 માં બીજા સ્થાને પકડ જમાવી છે. તો શાહરૂખ ખાન અને રાધા વેમ્બૂ અને આનંદ ચંદ્રશેખરણ પણ Hurun India Rich List 2024 માં સ્થાન મેળવ્યું છે. જોકે Gautam Adani ની સંપત્તિમાં ગત વર્ષે 95% નો વધારો આવ્યો હતો. જે બાદ તેઓ હાલ ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે આપણી સામે આવ્યા છે.

આ પણ વાંચો: પત્રકારે Tata દ્વારા સંચાલિત Airlines પર જાતિવાદ કરવાનો લગાવ્યો આરોપ

Whatsapp share
facebook twitter