+

Big Breaking : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે આ નામની પસંદગી

Big Breaking : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)ના નિવેદનબાદ રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભારે નારાજ ચાલી રહ્યો છે અને રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ સાથે…

Big Breaking : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)ના નિવેદનબાદ રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભારે નારાજ ચાલી રહ્યો છે અને રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો અને સભા યોજાઇ રહી છે ત્યારે જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર (Big Breaking) મળી રહ્યા છે.

દરેકના મનમાં એ જ ઉત્સુક્તા હતી

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટને મળી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આંદોલનના રસ્તે છે અને સતત તેમની ટિકિટ રદ કરવાની માગ થઇ રહી છે ત્યારે દરેકના મનમાં એ જ ઉત્સુક્તા હતી કે ક્ષત્રિય સમાજની નારાજગી અને રોષને જોતાં પરશોત્તમ રુપાલાની ટિકિટ કપાઇ જશે કે પછી તેમને ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે યથાવત રખાશે.

પરશોત્તમ રૂપાલા જ ભાજપના ઉમેદવાર

જો કે ગુજરાત ફર્સ્ટ પાસે સુત્રોના હવાલે સમાચાર મળી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલા જ ભાજપના ઉમેદવાર રહે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે. ભાજપ પરશોત્તમ રુપાલાને બદલવાના મૂડમાં નથી અને પરશોત્તમ રુપાલાને ચૂંટણી લડાવવા માગે છે.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડે તે માટે તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે.

ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલા જ આગામી 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે

હવે એ મહત્વના સમાચાર મળી રહ્યા છે તે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલા જ આગામી 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે. રાજકોટના બહુમાળી ચોકમાં જાહેર સભા માટે તૈયારીઓનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે.

વિવાદ અને વિરોધ છતાં પરશોત્તમ રુપાલાએ તેમનો ચૂંટણી પ્રચાર યથાવત રાખ્યો

ઉલ્લેખનિય છે કે વિવાદ અને વિરોધ છતાં પરશોત્તમ રુપાલાએ તેમનો ચૂંટણી પ્રચાર યથાવત રાખ્યો હતો. તેઓએ રવિવારે સુરતમાં પણ સભાને સંબોધી હતી તો રાજકોટ મતવિસ્તારમાં પણ તેઓ પ્રચાર કરી રહ્યા છે. ખુદ રુપાલા પણ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે.

શું કહ્યું રાજુભાઇ ધ્રુવે ?

આ મામલે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે કહ્યું કે 16 એપ્રિલે પરશોત્તમ રુપાલાની બહુમાળી ભવન ખાતે વિશાળ મહાસભા યોજશે અને મહાસભા પૂર્ણ થયા બાદ તેઓ ફોર્મ ભરવા જશે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રની સાત બેઠકો પર ભાજપ પાંચ લાખથી વધુની લીડ મેળવશે. જો કે ક્ષત્રિય આંદોલનને ઉગ્ર બનાવવા ભાજપના જુના જોગીઓની ચર્ચાઓને તેમણે નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રની પ્રજા હોશિયાર છે તે વિકાસકામોને જોઈને મતદાન કરશે. રુપાલા અંદાજે 25હજાર જેટલા કાર્યકરો અને આગેવાનો સાથે ફોર્મ ભરવા જશે…

આ પણ વાંચો—- ELECTION 24 : બુકીઓના મતે ભાજપ હાલ કેટલી બેઠકો જીતશે ?

આ પણ વાંચો—- Kangana Ranaut : ‘બીફ’ ખાવાના આક્ષેપ પર કંગનાનો જોરદાર જવાબ, જાણો શું કહ્યું…

આ પણ વાંચો—– Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

 

 

Whatsapp share
facebook twitter