+

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રવિવારનો કાર્યક્રમ આવ્યો સામે, જાણો ક્યાં ક્યાં જશે બાબા

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મા અંબાના દર્શનાર્થે અંબાજી જાય તેવી માહિતી સામે આવી છે. તારીખ 28 રવિવારના રોજ બાબા દાંતા હેલિપેડ પરથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચશે. અંબાજીમાં બાબા ઇસ્કોન…

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મા અંબાના દર્શનાર્થે અંબાજી જાય તેવી માહિતી સામે આવી છે. તારીખ 28 રવિવારના રોજ બાબા દાંતા હેલિપેડ પરથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચશે. અંબાજીમાં બાબા ઇસ્કોન વેલીમાં વિશ્રામ કરશે ત્યાર બાદ અમદાવાદ પરત આવવા રવાના થશે. મહત્વનું છે કે, આ સમગ્ર આયોજન ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક દ્વારા કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે, જેની માટે અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 મેના દિવસે ઝૂંડાલા પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે. 29 અને 30મેના રોજ પણ પ્રવીણ કોટકને ત્યાં રોકાણ કરે તેવી શક્યતા છે. જોકે આ બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજશે.

સુરતમાં બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.

બાબાએ કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું.

આ પણ વાંચો : અમદાવાદ : જરા વરસાદ પડતા એરપોર્ટમાં પાણી ભરાયા, મકતમપુરામાં આખી કાર ભૂવામાં ગરકાવ

Whatsapp share
facebook twitter