+

Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિયોમાં આક્રોશ, વાંચો કોણે શું કહ્યું ?

Rahul Gandhi Controvery: લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) રણમાં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનોના બાણ છોડી રહ્યા છે. દરમિયાન, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું (Rahul…

Rahul Gandhi Controvery: લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) રણમાં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનોના બાણ છોડી રહ્યા છે. દરમિયાન, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) દેશના રાજા મહારાજાઓને લઈને એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેના પછીથી સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ રાજપૂત સમાજ (Rajput Samaj) દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદનની ખૂબ ટીકા કરાઈ રહી છે અને સાથે જ રાહુલ ગાંધી તેમના આ નિવેદન બદલ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગે તેવી માગ ઊઠી છે.

સુરતમાં ક્ષત્રિય આગેવાનનું નિવેદન

સુરતના (Surat) બારડોલી ખાતે આજે રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું (Kshatriya Asmita Sammelan) આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ (Karan Singh Chawda) રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધીના રાજા મહારાજા વિશે વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં (Kshatriya Samaj) ભારે રોષ છે. ક્ષત્રિય સમાજ તેમના આ નિવેદનને વખોડે છે. કોંગ્રેસ (Congress) હોય કે ભાજપ (BJP) હોય રાજા મહારાજા અને નારી અસ્મિતા અંગેના વિવાદિત નિવેદનો સ્વીકારી લેવાશે નહીં. તેમણે કહ્યું કે, આ ખૂબ નિંદનીય વાત છે. રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે. આ બાબતે ચર્ચા કરીશું અને આ બાબતે શું થઈ શકે તે બાબતે ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરીશું.

‘આ પ્રકારનું નિવેદન આપનારા પર દયા આવે છે’

ભાવનગર (Bhavnagar) રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહે (Jaiveer RajSingh) પણ રાહુલ ગાંધીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે, ભારતની રચના સમયે મહારાજાઓએ જ રાજવાડાંઓ સોંપ્યા હતા. રાહુલના દાદીએ જે તે સમયે રાજાઓ પાસેથી જ જમીન છીનવી હતી એ ભૂલવું ના જોઈએ. રજવાડાઓ સોંપવામાં પહેલી પહેલ ભાવનગર એ કરી હતી. તેમણે આગળ કહ્યું કે, આ પ્રકારનું નિવેદન આપનારા પર દયા આવે છે. માતાજી તેમને સદબુદ્ધિ આપે. આ સાથે તેમણે અપીલ કરતા કહ્યું કે, રાજકીય પ્રચાર દરમિયાન થતા આવા શાબ્દિક પ્રહારોમાં કોઈએ ભરમાવું નહીં.

‘રાજા મહારાજાઓ દાતા હતા. રક્ષણ કરનારા ભક્ષણ ના કરે’

આણંદમાં (Anand) પણ ક્ષત્રિય સમાજમાં રાહુલ ગાંધીના નિવેદન (Rahul Gandhi Controvery) સામે ભારે રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય આગેવાન ગુલાબસિંહ પઢીયાર (Gulab Singh Padhiyar) અને જયંતસિંહ ચૌહાણે (Jayant Singh Chauhan) આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુલાબસિંહ પઢીયારે રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું હતું અને કહ્યું કે, રાહુલ ગાંધીએ રાજા રજવાડાને લૂંટારૂ ગણાવ્યા. તેમના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજ આક્રોશિત છે. જ્યારે, જયંતસિંહ ચૌહાણે (Jayant Singh Chauhan) કહ્યું કે, રાજા મહારાજાઓ દાતા હતા. રક્ષણ કરનારા ભક્ષણ ના કરે. રાહુલ ગાંધીને અભ્યાસ કરવાની જરૂર છે.

 

આ પણ વાંચો – Padminiba : રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે : પદ્મિની બા

આ પણ વાંચો – Pradipsinh Vaghela: રાહુલ ગાંધીના વિવાદ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર, જાણો શું લખ્યું છે આ પત્રમાં?

આ પણ વાંચો – Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!

Whatsapp share
facebook twitter