+

સૂર્યકુમાર યાદવ ડી વિલિયર્સ કરતા 100 ટકા સારો, શોએબ અખ્તરે જણાવ્યું મોટું કારણ

સૂર્યકુમાર યાદવ ચર્ચામાં છે. કારણ છે રાજકોટ T20માં તેની સદીનું તોફાન. સૂર્યકુમાર યાદવે માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી આ ઈનિંગમાં દુનિયાભરના દિગ્ગજોના દિલ જીતી લીધા. રાજકોટની ઇનિંગ જોયા બાદ સૌએ પોતપોતાની રીતે સૂર્યકુમાર યાદવના વખાણ કર્યા હતા.ત્યારે પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર કેવી રીતે પાછળ રહી શકે? 9 છગ્ગાથી સજેલી સૂર્યકુમાર યાદવની સદીની ઇનિંગ્સ જોયા બાàª
સૂર્યકુમાર યાદવ ચર્ચામાં છે. કારણ છે રાજકોટ T20માં તેની સદીનું તોફાન. સૂર્યકુમાર યાદવે માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી આ ઈનિંગમાં દુનિયાભરના દિગ્ગજોના દિલ જીતી લીધા. રાજકોટની ઇનિંગ જોયા બાદ સૌએ પોતપોતાની રીતે સૂર્યકુમાર યાદવના વખાણ કર્યા હતા.ત્યારે પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર કેવી રીતે પાછળ રહી શકે? 9 છગ્ગાથી સજેલી સૂર્યકુમાર યાદવની સદીની ઇનિંગ્સ જોયા બાદ તેણે તેને એબી ડી વિલિયર્સ કરતા વધુ સારો ગણાવ્યો હતો.

હવે સવાલ એ છે કે, શોએબ અખ્તરે સૂર્યકુમારને શા માટે વધુ સારો કહ્યો? તેણે કેમ કહ્યું કે તે ડી વિલિયર્સથી ઉપર છે. તો તેણે તેની યુટ્યુબ ચેનલ પર આ સવાલનો જવાબ આપ્યો. તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવની ઇનિંગના કારણે રાજકોટમાં ભારત T-20માં શ્રીલંકાને 91 રને હરાવવામાં સફળ રહ્યું અને આ સાથે જ સિરીઝ 2-1થી કબજે કરી લીધી.
ડી વિલિયર્સ કરતાં સૂર્યકુમાર સારો : શોએબ અખ્તર
ભારતની સિરીઝ જીત્યા બાદ શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી હતી. તેણે સૂર્યકુમારને એબી ડી વિલિયર્સ કરતા સારો ગણાવ્યો અને તેનું કારણ પણ જણાવ્યું. શોએબ અખ્તરે કહ્યું, “એબીનો તેનો ક્લાસ છે. પરંતુ સૂર્યકુમાર યાદવ બેખૌફ છે. અને આ જ કારણ છે કે તે એબી ડી વિલિયર્સ કરતા 100 ટકા સારો છે.

 
સૂર્યકુમારની બેટિંગ જોઈને મલિંગા શ્રીલંકાની હાર ભૂલી ગયો
શોએબ અખ્તર ઉપરાંત સૂર્યકુમાર યાદવે અન્ય કેટલાક દિગ્ગજોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. શ્રીલંકાના લસિથ મલિંગા પોતાની ટીમની હારનું દુ:ખ ભૂલી ગયા. તેણે કહ્યું કે સૂર્યકુમાર યાદવ સંપૂર્ણપણે એન્ટરટેનમેન્ટ છે. તેની બેટિંગ જોવાની મજા આવે છે. તેની બેટિંગની દરેક મિનિટ હૃદયસ્પર્શી હતી.
સૂર્યકુમાર યાદવે તેના સાથી ખેલાડીઓની પણ પ્રશંસા મેળવી હતી. કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યાનો આ માટે આભાર માન્યો કે તે અને સૂર્યકુમાર એક જ ટીમમાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter