+

Surat : હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનારાઓની હવે ખેર નહીં! ઘર્મજ્ઞાન ગોષ્ઠીમાં લેવાશે આ મોટો નિર્ણય!

અમદાવાદ (Ahmedabad) ખાતે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતની (Sanatan Dharma Sansthan Seva Trust Bharat) રચના કરવામાં આવી છે. સંસ્થાનની રચના બાદ આજે સૂર્યનગરી સુરતમાં (Surat) ઘર્મજ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરવામાં…

અમદાવાદ (Ahmedabad) ખાતે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતની (Sanatan Dharma Sansthan Seva Trust Bharat) રચના કરવામાં આવી છે. સંસ્થાનની રચના બાદ આજે સૂર્યનગરી સુરતમાં (Surat) ઘર્મજ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા મામલે ઠરાવ કરાશે. આ ઘર્મજ્ઞાન ગોષ્ઠીમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સંદાનંદ સરસ્વતીજી મહારાજ અને રાજ્યના સંતો-મહંતો હાજર રહ્યા હતા.

સુરતમાં આજે ઘર્મજ્ઞાન ગોષ્ઠીનું આયોજન

સનાતમ ધર્મના દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણીના અનેક બનાવ અગાઉ સામે આવી ચૂક્યા છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા અને સનાતમ ધર્મના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કોઈ વ્યક્તિ દ્વારા અપમાન ન કરવામાં આવે તેવા હેતુ સાથે અમદાવાદ ખાતે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતની રચના કરવામાં આવી છે. આ સંસ્થાનની રચના બાદ આજે સુરતમાં (Surat) ઘર્મજ્ઞાન ગોષ્ઠીનું (Dharmagyan Gosthi) વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતની રચના કરવામાં આવી.

સનાતન ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહીનો ઠરાવ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ ઘર્મજ્ઞાન ગોષ્ઠીમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સંદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા. સાથે જ ગુજરાતના સંતો-મહંતો પણ આ ઘર્મજ્ઞાન ગોષ્ઠીમાં હાજર રહ્યા. દરમિયાન, સનાતન ધર્મનાં (Sanatam Dharma) દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીનો ઠરાવ કરાશે. સાથે જ હિન્દુ ધર્મના સાધુ-સંતો પર ટિપ્પણી કરનારા વિરુદ્ધ પણ ઠરાવ કરાશે. માહિતી મુજબ, આ સંસ્થાનનું હેડકવાટર પેથાપુર (Pethapur) કૈલાસધામ ખાતે રહેશે.

આ પણ વાંચો – મંદિરમાં થાળ (adoration) ધરાવતાં ઘંટડી કેમ વગાડાય છે?

આ પણ વાંચો – GUJRAT FIRST EXCLUSIVE : વિદેશી ધરતી પર દ્વારકાના સ્વામીજી સન્માનિત, પ્રતિષ્ઠિત એવોર્ડ મળતા સાધુ-સંતોમાં ખુશી

આ પણ વાંચો – Hindu : હિન્દુ મહિલા કરી શકશે યજ્ઞ, આ છે નવી હિન્દુ આચાર સંહિતા

Whatsapp share
facebook twitter