+

Surat news તબીબોની બેદરકારીના પગલે બ્રેન હેમરેજના દર્દીનો જીવ ગયો

સુરત: શહેરની (Surat news) નવી સીવીલ હોસ્પિટલ કોઈકને કોઈક કારણોસર વિવાદમાં આવતી હોય છે, જો કે આ વખતના વિવાદમાં એક હેમરાજના દર્દીએ તબીબો તેમજ સીએમઓની બેદરકારીના પગલે પોતાનો જીવ ગુમાવવાનો…

સુરત: શહેરની (Surat news) નવી સીવીલ હોસ્પિટલ કોઈકને કોઈક કારણોસર વિવાદમાં આવતી હોય છે, જો કે આ વખતના વિવાદમાં એક હેમરાજના દર્દીએ તબીબો તેમજ સીએમઓની બેદરકારીના પગલે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી એક ગરીબ પરિવારનો આધાર છીનવાય ગયો હતો. Surat news

ત્રણ કલાક સારવાર વિના રઝળવું પડ્યું

મળતી માહિતી મુજબ ઇમર્જન્સી વિભાગમાં બ્રેન હેમરાજના દર્દીને ત્રણ કલાક સારવાર વિના રઝળવું પડ્યું હતું જેથી પાંડેસરાનો જીતેન્દ્ર નામનો યુવક બેભાન થઈ ગયો હતો. સર્જરી વિભાગના તબીબે તાત્કાલિક સારવાર આપી ન હતી. તબીબે સવારે સર્જરી વિભાગમાં દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું, જેથી પરિવારના પગ તળિયે જમીન ખસી ગઈ હતી.

છતાં દર્દીનો જીવ બચી શક્યો ન હતો

પરિવારે ફરજ પરના તબીબ વિરૂદ્ધ સીએમઓને ફરિયાદ કરી હતી. જોકે કાર્યવાહી કરવાના બદલે સીએમઓએ પણ અન્ય સીએમઓ આવશે એમને ફરિયાદ કરવા જણાવ્યું હતું. આખરે પરિવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકરનો સંપર્ક કર્યો હતો. જેથી માનવતાના ધોરણે તેમણે સીએમઓ સાથે ટેલીફોનિક વાતચીત કરી તાત્કાલિક દાખલ કરવા સૂચના આપી હતી. આખરે દર્દીને સર્જરી વિભાગમા દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું જો કે છતાં દર્દીનો જીવ બચી શક્યો ન હતો.

આખરે ઓપરેશન કરવામાં આવ્યું

ભોગ બનનારની પત્ની ભારતીએ જણાવ્યું હતું કે અમે રાતોરાત મારા પતિને હોસ્પિટલ લઈ ગયા, તબીબોના કહેવા પર લોહી પણ ચડાવ્યું હતું. પણ તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું ન હતું અને ત્રણ કલાક બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ પણ તેમનો જીવ બચી શક્યો ન હતો. સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકરએ જણાવ્યું હતું કે આ ઘટનામાં બેદરકારી દાખવનાર સામે પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો: Surat cp નવનિયુક્ત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી એક જ દિવસમાં 17 ગુનેગારોને પાસા

આ પણ વાંચો: Surat weather: લૂથી બચવા બોડીને હાઇડ્રેટ રાખો, સુરત જિલ્લા તંત્રની માર્ગદર્શિકા જાહેર

આ પણ વાંચો: Surat UPSC: ભાડે રહેતી દીકરીએ જોયું હતું આઇએએસ બનવાનું સપનું, સુરતના ભાવી ઓફિસરને ઓળખો છો?

Whatsapp share
facebook twitter