+

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભ અને પ્રગતિની સંભાવના

Today Rashi આજનું પંચાંગ તારીખ: 17 મે 2024, શુક્રવાર તિથિ: વૈશાખ સુદ નવમી, 08:48 થી દશમી નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની યોગ: વ્યાઘાત કરણ: તૈતિલ રાશિ: સિંહ (મ, ટ) સૂર્યોદય: સવારે 05:58 સૂર્યાસ્ત:…

Today Rashi

આજનું પંચાંગ

તારીખ: 17 મે 2024, શુક્રવાર
તિથિ: વૈશાખ સુદ નવમી, 08:48 થી દશમી
નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની
યોગ: વ્યાઘાત
કરણ: તૈતિલ
રાશિ: સિંહ (મ, ટ)
સૂર્યોદય: સવારે 05:58
સૂર્યાસ્ત: સાંજે 07:13

દિન વિશેષ

અભિજિત મુહૂર્ત – બપોરે 12:10થી 01:03 સુધી
રાહુ કાળ – સવારે 10.57થી 11.36 સુધી
વિજય મુહૂર્ત – બપોરે 12:39 થી 01:36 સુધી

—————–

મેષ રાશિફળ – (અ.લ.ઈ)

કાર્યક્ષેત્રે અડચણો આવી શકે
વેપારમાં નવી યોજનાઓ બની શકે
મહિલાઓનો ખરીદીમાં સમય પસાર થાય
વડીલની મદદથી અધૂરા કામ પૂરા થવાના યોગ
કોઈના શબ્દોથી વિચલિત ન થવું
સંતાનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય
નોકરીમાં ટ્રાન્સફરનો સંયોગ
ઉપાય – ગણેશજીને મોતીચૂરના લાડુ ધરાવવા
શુભમંત્ર – ૐ હ્રીં ગં ગણપતયે નમઃ।
શુભરંગ – લાલ

વૃષભ રાશિફળ – (બ.વ.ઉ):

ઉચ્ચ સરકારી હોદ્દેદાર તરફથી સહકાર મળે
અધૂરું કામ પૂરું થવાથી ઉત્સાહ વધે
રોજગારની શોધમાં શહેરથી દૂર જવું પડી શકે
વાહનની સુવિધામાં વધારો થવાના યોગ
સંતાનની જવાબદારીઓ પૂરી થશે
નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળે
સમાજમાં માન-પ્રતિષ્ઠા વધે તેવા યોગ
ઉપાય – કુળદેવીને સુખડી કે લાપસી અર્પણ કરો
શુભમંત્ર – ૐ હ્રીં દુર્ગાયે નમઃ।
શુભરંગ – લીલો

મિથુન રાશિફળ (ક.છ.ઘ):

નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળે
ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય
સખત મહેનત છતાં પરિણામથી સંતોષ નહીં થાય
ગેરમાર્ગે દોરશો નહીં, સામાજિક કાર્યોમાં સંયમથી વર્તવું
વિરોધીઓ અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે
કામોમાં આવતા અવરોધો સત્તાની મદદથી દૂર થાય
ઉપાય – મગનું દાન કરો
શુભમંત્ર – ૐ હ્રીં લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ।
શુભરંગ – પીળો

કર્ક રાશિફળ (ડ.હ.) :

કાર્યસ્થાન પર ખોટી દલીલ ટાળવી
વાણી, ક્રોધ પર નિયંત્રણ રાખવું
રાજકીય ક્ષેત્રે અપેક્ષિત જનસમર્થન નહીં મળે
વેપારમાં લાભ અને પ્રગતિની સંભાવના
નોકરીયાતને મહેનતનું ફળ મળે, મનમાં સંતોષ વધે
આપ્તજનોના સહયોગથી કાર્યક્ષેત્રે મુશ્કેલીઓ ઘટે
સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્ક થાય
ઉપાય – ચોખાનું દાન કરવું, ગાયને ઘાસ ખવડાવો
શુભમંત્ર – ૐ હ્રીં સોમાય નમઃ।
શુભરંગ – સફેદ

સિંહ રાશિફળ (મ.ટ):

રાજનૈતિક ક્ષેત્રે માર્ગદર્શન અને સાથ મળે
નોકરીમાં કામ સાથે વધુ જવાબદારી મળી શકે
બૌદ્ધિક કાર્યમાં તમને નોંધપાત્ર સફળતા મળે
નવા ઉદ્યોગ કે વ્યવસાયમાં અપેક્ષિત પ્રગતિ થાય
લાંબા અંતરની યાત્રાની સંભાવના
ઉપાય – ઘઉંનું દાન કરો, ગાયને ગોળ-ઘીવાળી રોટલી ખવડાવો
શુભમંત્ર – ૐ હ્રીં ભાસ્કરાય નમઃ।
શુભરંગ – ગુલાબી

કન્યા રાશિફળ (પ.ઠ.ણ):

MNCમાં કામકરનારાઓ માટે પ્રમોશનના યોગ
સરકારી કર્મીઓને સરકારી અભિયાનમાં જવાબદારી મળે
વેપારમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે
કાર્યક્ષેત્રે સાથીદારો સાથે સંકલન રાખવું
બેરોજગારોને નોકરીને લઈને તણાવ રહે
ઉપાય – જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તક કે નોટબુકનું દાન કરવું
શુભમંત્ર – ૐ નમઃ કાલાય કાલ દ્રષ્ટાય નમઃ।
શુભરંગ – મરૂન

તુલા રાશિફળ (ર.ત.):

સંતાનસુખમાં વધારો થાય
જૂના મિત્ર તરફથી સારા સમાચાર મળે
ધાર્મિક કાર્યમાં રુચિ રહે
મહત્વપૂર્ણ કામની જવાબદારી મળી શકે
વેપારમાં નવા સહયોગી બનવાના યોગ
ઉદ્યોગમાં પ્રગતિ સાથે લાભના સંજોગ
રોજગારની શોધમાં ઘરે-ઘરે ભટકવું પડે
અધૂરા કામ પૂરા થવાની સંભાવના
ઉપાય – હનુમાનજીને તેલનો દીવો કરી ચણા અર્પણ કરવા
શુભમંત્ર – ૐ હ્રીં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ સ્વાહા।
શુભરંગ – બ્લેક

વૃશ્ચિક રાશિફળ (ન.ય.) :

બિનજરૂરી દોડધામથી દિવસ શરૂ થાય
અપ્રિય સમાચાર મળી શકે
કાર્યસ્થળ પર સહકર્મીના જીવનસાથી તરફથી સાથ મળે
પ્રિય વ્યક્તિનો વિશેષ સહયોગ મળે
વેપારમાં પ્રગતિનો માર્ગ મોકળો થાય
વિચારોને સકારાત્મક દિશા આપો
ઉપાય – કાળા શ્વાનને બિસ્કીટ દૂધ આપો
શુભમંત્ર – ૐ હ્રીં ઉપમન્યુ વરદાય નમઃ।
શુભરંગ – પીળો

ધન રાશિફળ (ભ.ધ.ફ.ઢ.):

ઉતાર-ચઢાવમાં દિવસ વીતે
કાર્યસ્થળ પર આર્થિક લાભના સંજોગ
બીજાના વિવાદથી દૂર રહેવુ હિતાવહ
વ્યસન મુક્ત રહેવું, વાહન ધીમે હાંકો
સંપત્તિની ખરીદી માટે યોજના બને
ધીરજ જાળવી રાખો, ગુસ્સા પર કાબૂ રાખવો
તમારી નબળાઈ છતી ન થાય તેનું ધ્યાન રાખો
સારા મિત્રોનો વ્યવહાર સહકારપૂર્ણ રહેશે
ઉપાય – શિવાલયમાં ચોખાનું દાન કરવું
શુભમંત્ર – ૐ હ્રીં ઈશાનાય નમઃ।
શુભરંગ – આસમાની

મકર રાશિફળ (ખ.જ.):

સામાન્ય લાભ અને પ્રગતિનો યોગ
જરૂરિયાતો પર કાબૂ રાખવો
સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહેવું
હિતશત્રુઓથી સાવધાન રહેવું
કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડે
સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવો
ઉપાય – કીડીયારું પૂરવું, કાચા સીધાનું દાન કરવું
શુભમંત્ર – ૐ હ્રીં ગોવિંદાય નમઃ।
શુભરંગ – સફેદ

કુંભ રાશિફળ (ગ.સ.શ.ષ.) :

આવકના નવા સ્ત્રોત ખુલે, બેરોજગારોને રોજગાર મળે
વિદેશ સેવા સાથે જોડાયેલા લોકોને સન્માન મળે
પ્રિય વ્યક્તિ દૂર દેશમાંથી ઘરે પહોંચે તેવા યોગ
નવા મિત્રો વેપારમાં ફાયદાકારક સાબિત થાય
પારિવારિક સુખમાં વધારો થાય
ખેલસ્પર્ધામાં સફળતા અને સન્માન મળે
સાસરિયાઓ તરફથી આર્થિક મદદ મળી શકે
ઉપાય – બ્રાહ્મણને ચણાની દાળ, પીળા વસ્ત્રનું દાન કરો
શુભમંત્ર – ૐ હ્રીં કલિકાયે નમઃ।
શુભરંગ – પીળો

મીન રાશિફળ (દ.ચ.ઝ.થ.) :

નોકરી મળવાની પુરી સંભાવના
પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે
મિત્રો સાથે સારો સમય પસાર થાય
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધે
રાજકીય પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ
શુભ પ્રસંગ માટે આમંત્રણ મળે
નવી જવાબદારીથી કાર્યસ્થાને પ્રતિષ્ઠા વધે
સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સફળતાના સંકેત
વાહન ખરીદવાની જૂની ઈચ્છા પૂર્ણ થવાના યોગ
ઉપાય – વસ્ત્રનું દાન કરવું
શુભમંત્ર – ૐ હ્રીં મધુસૂદનાય નમઃ।
શુભરંગ – કેસરી

Whatsapp share
facebook twitter