+

SURAT : હનીટ્રેપ કરનાર નકલી પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપાઇ

સુરત શહેરમાં રહેતા અડાજણના બિલ્ડરને ઠગ ટોળકીએ હનીટ્રેપ જાળમાં ફસાવી પાલનપુર જકાત નાકા ખાતે નૂતન રોહાઉસના મકાનમાં બોલાવી દમદાટી આપી નકલી પોલીસે રૂપિયા ૩૦ લાખ પડાવી લીધા હતા. અડાજણ પોલીસે…

સુરત શહેરમાં રહેતા અડાજણના બિલ્ડરને ઠગ ટોળકીએ હનીટ્રેપ જાળમાં ફસાવી પાલનપુર જકાત નાકા ખાતે નૂતન રોહાઉસના મકાનમાં બોલાવી દમદાટી આપી નકલી પોલીસે રૂપિયા ૩૦ લાખ પડાવી લીધા હતા. અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ ટોળકી પૈકી મુખ્ય સૂત્રધાર અને દલાલને પકડી પાડ્યા હતા.અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

નકલી પોલીસે અસલી પોલીસની જેમ સ્ટાઈલ માં એન્ટ્રી કરી બિલ્ડરને ડરાવ્યો

હનીટ્રેપ આરોપી

હનીટ્રેપ આરોપી

સુરતમાં નકલી પોલીસે અસલી પોલીસની જેમ સ્ટાઈલ માં એન્ટ્રી કરી બિલ્ડરને ડરાવ્યો હતો, એટલું જ નહીં મસ્ત મોટી રકમ પણ પડાવી લીધી હતી.  સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશનને પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં નકલી પોલીસને ઝડપી કાર્યવાહી કરી હતી. આ અંગે એસીપી બી એમ ચૌધરી એ જણાવ્યું હતું કે, સુરતનાં અડાજણમા રહેતા ૪૦ વર્ષીય વ્યવસાયે બિલ્ડર એક પાનના ગલ્લાં પર નિયમિત જતા હોય ત્યાં તેમની મુલાકાત સુશાંત સાથે થઇ હતી.

મોડલ ટાઇપની યુવતીઓના ફોટા જોઈ બિલ્ડર લલચાયા

સુશાંતે બિલ્ડરને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઈ મોબાઇલમાં કેટલીક યુવતીઓના ફોટાં બતાવ્યા હતા. મોડલ ટાઇપની યુવતીઓના ફોટા જોઈ બિલ્ડર લલચાયા હતા. સુશાંતે તેમને પાલનપુર જકાતાનાકા ખાતે આવેલા નૂતન રોહાઉસના એક મકાનમાં મળવા બોલાવ્યા હતા.અહીં મકાનમાં જતા બિલ્ડર સાથે રૂમમાં એક યુવતી ગઈ હતી, બિલ્ડર કંઇક વાતચીત કરે ત્યાં સુધીમાં તો ૪ યુવકો ત્યાં રૂમમાં ધસી ગયા હતા. તેઓએ અડાજણ પોલીસ મથકના ડી-સ્ટાફ તરીકે ઓળખ આપી હતી.

બિલ્ડર સમક્ષ સીનસપાટા ઉભા કર્યા હતા. અસ્સલ પોલીસની સ્ટાઇલમાં નોટપેડ સહિતના કાગળો લઈ પહોંચેલી ઠગ ટોળકીએ કાયદેસરનો પોલીસ કેસ કરી ધરપકડ કરવાનો દમ મારવા સાથે મીડિયા બોલાવી બદનામ કરવાની પણ ધમકી આપી હતી. વારંવાર ફોન પર વાત કરવાનો ડોળ કરવા સાથે અંદરોઅંદર વાતચીત કરી પીસીઆર ક્યાં પહોંચી? મીડિયાવાળા આવ્યા કે નહિ ? એવું કહીં પ્રેશર ઉભું કર્યુ હતુ.

નકલી પોલીસે સમાધાન પેટે રૂ ૩૦ લાખ માંગ્યા

બિલ્ડરને ભેરવાયો હોવાનું તો ભાન થઈ ગયું હતું છતાં પણ નકલી પોલીસે અસલ પોલીસ  જેવી લાકડી બતાવી એક રૂમમાં ગોંધી બિલ્ડર ને માર પણ માર્યો હતો. ગભરાઈ ઉઠેલા બિલ્ડરે એ પતાવટ કરવાની વાત કરી તો નકલી પોલીસે સમાધાન પેટે રૂ ૩૦ લાખ માંગ્યા હતા. બિલ્ડર એ હદ એ ગભરાઇ ગયા હતા કે તેમણે એક ફ્રેન્ડને પૈસા માટે કોલ કરતા અડધો કલાકમાં જ રૂ ૩૦ લાખની વ્યવસ્થા કરાઇ હતી. જે રકમ ઠગ ટોળકીને આપી દેવાઇ હતી અને બિલ્ડર ને  મુક્ત કરી દેવાયા હતા. દરમિયાન બિલ્ડરને પરિચિતોને ઘટના અંગે વાત કરતા નકલી પોલીસ તેઓને છેતરી ગઇ હોવાનું માલુમ પડતા સમગ્ર મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો.

અડાજણ પોલીસે ખંડણી, મારપીટ સહિતની કલમો અંતર્ગત સુશાંત શીતલ ચાલ, અશ્વિન ઉર્ફે ગોપાલ નાથાભાઇ ઉલ્વા રબારી,મહેશ વિહા ભાઇ ઉલ્વા રબારી અને અન્ય બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો, ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર અશ્વિન ઉર્ફે ગોપાલ અને દલાલ સુશાંતની ધરપકડ કરી હતી.

ગુનેગારે અનેકને ફસાવ્યા

અશ્વિન અગાઉ પણ હનીટ્રેપ ગુનામાં અડાજણ પોલીસના હાથે પકડાઇ ચૂક્યો છે. આ ઉપરાંત પણ તેને અનેકને ફસાવ્યા છે. અડાજણ પોલીસ અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે,જયારે પકડાયેલા બે આરોપી ઓને કોર્ટમાં રજુ કરતા,સુરત ની કોર્ટે જ્યુડીશયલ કસ્ટડી નો હુકમ કરતા બંને આરોપી લાજપોર જેલ મોકલી પવામાં આવ્યા છે.

અહેવાલ – રાબિયા સાલેહ

આ પણ વાંચો — 30 કિલોમીટરના અંતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી અલગ-અલગ કાર્યક્રમમાં હાજર રહ્યા

 

 

Whatsapp share
facebook twitter