+

Mamata Banerjee : કેન્દ્રમાં ‘I.N.D.I ને બહારથી ટેકો આપશે TMC

Mamata Banerjee : લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I ‘ને…

Mamata Banerjee : લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I ‘ને બહારથી સમર્થન આપશે. મમતા બેનર્જીની આ જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે.

”I.N.D.I ‘ને CAA, NRC અને UCC પાછી ખેંચવા માટે કહીશ

TMC ચીફ મમતા બેનર્જીએ બુધવારે કહ્યું, “મારી પાર્ટી કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ”I.N.D.I ‘ને બહારથી સમર્થન આપશે. એકવાર ભાજપ કેન્દ્રમાં સત્તામાંથી બહાર થઈ જશે, હું ગઠબંધન ”I.N.D.I ‘ને CAA, NRC અને UCC પાછી ખેંચવા માટે કહીશ. તેમણે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના અમલીકરણને રદ કરવાની પ્રતિજ્ઞા લીધી.

મમતા બેનર્જીએ શું કહ્યું?

મમતા બેનર્જીએ કહ્યું કે જો કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ‘ ”I.N.D.I ‘ને CAA, NRC અને UCC પાછી ખેંચવા માટે કહીશ’ સરકાર બનશે તો ટીએમસી બહારથી સમર્થન આપશે જેથી બંગાળના લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ભાજપના 400 સીટો જીતવાના લક્ષ્‍યાંક પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “ભાજપ 400 સીટો જીતવાનો દાવો કરી રહી છે, પરંતુ લોકો આવું થવા દેશે નહીં.” જનતાને ખબર પડી ગઈ છે કે ભાજપ ચોરોથી ભરેલી પાર્ટી છે.

બંગાળમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડી રહી છે

ટીએમસી ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન ‘ ”I.N.D.I ‘ નો એક ભાગ છે, પરંતુ તે બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે. દરરોજ મમતા બેનર્જી અને કોંગ્રેસના નેતાઓ વિવિધ મુદ્દાઓ પર એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં મમતા બેનર્જીએ ભાજપ-કોંગ્રેસ-સીપીઆઈ-એમ ને નોકરી ખાનારા ગણાવ્યા હતા.

કયો આરોપ?

મમતા બેનર્જીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે કલકત્તા હાઈકોર્ટના 25,753 ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂકોની તાજેતરમાં રદ્દીકરણ સીપીઆઈ-એમ, કોંગ્રેસ અને ભાજપ દ્વારા રચાયેલા સંયુક્ત ષડયંત્રનું પરિણામ છે.

આ પણ વાંચો—- PM મોદી ક્યાં રોકાણ કરે છે? એફિડેવિટથી થયો ખુલાસો, આ બે યોજનાઓ પર છે વિશ્વાસ…

આ પણ વાંચો—- Lok Sabha Election : પાંચમા તબક્કામાં કેટલા ઉમેદવારો કરોડપતિ છે, કેટલા કલંકિત છે? જાણો સમગ્ર માહિતી…

આ પણ વાંચો— ગુસ્સે ભરાયા તેજ પ્રતાપ યાદવ, પોતાની જ પાર્ટીના નેતાને માર્યો ધક્કો, Video

Whatsapp share
facebook twitter