+

Sanjay Singh Mahida: ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ, ‘સરકારી સિસ્ટમ’ સામે MLAનો આરોપ

Sanjay Singh Mahida: ગુજરાતમાં અત્યારે ચૂંટણી બાદ પણ રાજકીય માહોલ સતત જામેલો છે. કારણ કે, અત્યારે બીજેપીના ધારાસભ્યે એક લેટર જાહેર કરીને ચર્ચાનો માહોલ જમાવ્યો છે. તમને જણાવી દઇએ કે,…

Sanjay Singh Mahida: ગુજરાતમાં અત્યારે ચૂંટણી બાદ પણ રાજકીય માહોલ સતત જામેલો છે. કારણ કે, અત્યારે બીજેપીના ધારાસભ્યે એક લેટર જાહેર કરીને ચર્ચાનો માહોલ જમાવ્યો છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા કાનાણીએ વાયરલ કર્યો હતો જ્યારે અત્યારે ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડાનો લેટર વાયરલ થયો છે. આ લેટર વાયરલ થતાની સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે, આ લેટરમાં ભાજપના જ ધારસભ્યએ ‘સરકારી સિસ્ટમ’ સામે કામગીરીનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, આ લેટરમાં મહુધાના TDO સામે તપાસ માટે DDOને રજૂઆતને રજુઆત કરવામાં આવી છે.

TDO સામે તપાસ માટે DDOને રજૂઆતને રજુઆત

સંજયસિંહ મહિડા (Sanjay Singh Mahida)એ લેટરમાં લખ્યું છે કે, ‘મારા મહુધા વિધાનસભા મત-વિસ્તારના મહુધા તાલુકાના પ્રવાસ દરમિયાન લોકોની રજૂઆત મળેલ છે કે, તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓમાં RO પ્લાન્ટ, વોટર કુલર ફાળવવામાં આવેલ છે, તે ઘણી નીચી ગુણવતાના અને ઉપયોગ પાત્ર નહીં હોવાનું જાણવા મળેલ છે’ આવી અનેક વિગતો સાથે સંજયસિંહ મહિડાએ લેટર DDOને રજૂઆત કરતો લેટર કર્યો છે.

BJP MLA Sanjay Singh Mahida’s letter

લેટરમાં TDOએ ગેરરીતિ કર્યાનો આરોપ લગાવાયો

તમને જણાવી દઇએ કે, કાનાણી બાદ હવે સંજયસિંહ મહીડાનો લેટર વાયરલ થયો છે. નોંધનીય છે કે,ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ આ લેટરમાં TDOએ ગેરરીતિ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ સાથે TDO સામે તપાસ કરવા માટે DDOને પણ રજુઆત કરવામાં આવી છે. લેટરમાં ‘શાળામાં RO પ્લાન્ટ, વોટર કુલર બિનઉપયોગી’ અંગે વાત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે GEM પોર્ટલ પરથી TDOએ ખરીદી કરી હતી. આ સાથે સાથે અન્ય ચીજવસ્તુઓની ખરીદી અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.

શાળામાં RO પ્લાન્ટ, વોટર કુલર બિનઉપયોગી: સંજયસિંહ મહીડા

નોંધનીય છે કે, આ લેટરને લઈને અત્યારે ભારે ચર્ચાનું કેન્દ્ર જામ્યુ છે. કારણ કે, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ પોતાના લેટરમાં સરકારી કામગીરી પર સવાલો કર્યો છે અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. તમને જણાવી દઇએ કે, વાયરલ લેટરમાં ‘શાળામાં RO પ્લાન્ટ, વોટર કુલર બિનઉપયોગી’ અંગે વાત કરવામાં આવી છે. આ સાથે સાથે TDO સામે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી DDOને રજૂઆત પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Amreli BJP માં ‘Thank You’ પર બબાલ! પત્ર થકી ભરત સુતરિયાનો નારણ કાછડીયાને સણસણતો જવાબ

આ પણ વાંચો:  Marriage Registration Scam: ગોધરામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ, માત્ર એક જ મહિનામાં 100 લગ્ન નોંધાતા કાર્યવાહી

Whatsapp share
facebook twitter