VADODARA : બોગસ કંપની ઉભી કરીને પૈસા પડાવવાનું એક મોટું કૌભાંડ વડોદરામાં ઝડપાયુ છે. એન્જલ બ્રોકીંગ કસ્ટમર કેરના નામે બોગસ કંપની ઉભી કરીને તેના થકી વોટસ્અપ ગ્રુપ ઉભુ કરીને લાખ્ખો રૂપિયાની હેરાફેરી કરનાર 17 જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી દ્વારા વડોદરાની એક કંપનીમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરી ચૂકેલાના 94.18 લાખ પડાવ્યા હતા. પકડાયેલા તમામને આજે અદાલતમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે મિત્રતાના નાતે નાણાંની હેરાફેરી કરનારાઓ જ હજી પોલીસના હાથમાં લાગ્યા છે, મોટા માથાઓની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ખોટી ઓળખ આપી
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના સાયબર ક્રાઇમમાં એક કંપનીના ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરી ચૂકેલા મૂળ આંધ્રપ્રદેશના રામકૃષ્ણ બેડુંદરી નામની વ્યક્તિએ ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા અનુસાર આરોપીઓએ વોટ્સઅપ નંબર થી મેસેજ કરી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાનું જણાવ્યુ હતુ. બાદમાં આરોપીના અલગ અલગ ગ્રુપમાં એડ કરી એન્જલ સિક્યુરિટી કસ્ટમર સર્વિસ માંથી આ ધંધો થતો હોવાની ખોટી ઓળખ પણ આપી હતી. જેના આધારે એન્જલ વન કંપનીના ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી વોટસ અપ પર મોકલી શેર માર્કેટમાં કેવી રીતે ટ્રેડિંગ કરવાનું તે બાબતે ફરિયાદીને સમજાવી લીંક મોકલવામાં આવી હતી.
બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઈન ઇલેક્ટ્રોનિક માધ્યમથી ફરિયાદીના કુલ બે એકાઉન્ટ માંથી રૂપિયા 94.18 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ફરિયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈ કરવામાં આવી હતી. જે રૂપિયા પાછા ન મળતા ફરિયાદીએ વડોદરા ના સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા વડોદરા સાબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં કુલ 17 જણાની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં પોલીસે તપાસ કરતાં બોગસ કંપની ઉભી કરીને પૈસા પડાવવાનું કૌભાંડ ચાલી રહ્યુ હોવાનું પ્રકાશમાં આવ્યુ હતુ. જેમાં પોલીસે વધુ તપાસ કરતાં 17 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જે તમામને વડોદરા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આરોપીઓના નામ
- અબ્રારખાન નવાબખાન પઠાણ, ઉ.વ.23, રહે. રાવપુરા, વડોદરા.
- શાહરુખ રઝાકભાઇ વ્હોરા, ઉ.વ. 25. રહે. સીયાબાગ વડોદરા
- ગોમેસી મનિષભાઈ દવે, ઉ.વ.20, રહે. સીયાબાગ વડોદરા
- શેખ સલીમ મિયા શોકતહુસૈન, ઉ.વ.42, રહે. રાવપુરા વડોદરા
- સૈયદ ઈખ્તીયારઅલી હસમતઅલી, ઉ.વ.22, રહે. બાવમનપુરા વડોદરા
- ઝરાર બિલાલભાઇ સોદાગર, ઉ.વ. 31 રહે. નાગરવાડા,વડોદરા
- મીર હારીશભાઇ સલીમભાઇ, ઉ.વ.24, રહે.તાંદલજા, વડોદરા
- બેલીમ વસીમખાન ફિરોઝખાન, ઉં.વ.24, રહે. સોમાતળાવ વડોદરા
- મોહમદ આફતાબ મુસ્તાકભાઈ બેગ, ઉ.વ.22, રહે. સોમાતળાવ વડોદરા
- શેખ અદનાન ઇલ્યાસભાઈ, ઉ.વ. 22, રહે. તાંદલજા, વડોદરા
- શેખ લીયાકત યુસુફભાઈ, ઉ.વ. 47, ધંધો. રહે. પરશુરામ ભઠ્ઠો, વડોદરા
- મહેબુબ ઈબ્રાહિમ આગેવાન, ઉ.વ. 22 રહે. આજવા મેઈન રોડ વડોદરા
- શાહરૂખ સીદીકભાઈ ધોબી, ઉ.વ. 29 રહે. બહુચરાજી રોડ, વડોદરા શહેર
- સાહીલ યુસુફમીયા શેખ, ઉ.વ. 24 રહે. યાકુતપુરા વડોદરા
- કબીરઅહેમદ મોહમદશબ્બીર મન્સુરી, ઉ.વ. 21 રહે. પાણીગેટ વડોદરા
- સોહીલ કાસમભાઇ શેખ, ઉ.વ. 25 રહે. નાગરવાડા, વડોદરા
- રમીજઅલી મુસ્તાકઅલી કાદરી, રહે. નાગરવાડા વડોદરા શહેર
આ પણ વાંચો — Marriage Registration Scam: ગોધરામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ, માત્ર એક જ મહિનામાં 100 લગ્ન નોંધાતા કાર્યવાહી