+

Navneet Ranaને સંજય રાઉતે ‘ડાન્સર’ કહીને વિવાદને નોંતર્યો

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ભાજપના અમરાવતી લોકસભા બેઠક પરના ઉમેદવાર Navneet Rana ‘ડાન્સર’ કહીને ઉલ્લેખ કરતાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે. અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલા નવનીત રાણા 2019ની લોકસભા…

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ભાજપના અમરાવતી લોકસભા બેઠક પરના ઉમેદવાર Navneet Rana ‘ડાન્સર’ કહીને ઉલ્લેખ કરતાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે. અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલા નવનીત રાણા 2019ની લોકસભા ચૂંટણીમાં અમરાવતીથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને ઉમેદવારીનું ટિકિટ આપી છે.જો કે એમનાં બેફાટ નિવેદનોથી શિવસેનાને ઘણું નુકશાન થયું છે. વચ્ચે તેઓ લાંબો સમય જેલવાસ પણ ભોગવી આવ્યા છે. 

હવે તેમણે અમરવતીથી લોકસભાના ઉમેદવાર નવનીત કૌર રાણા વિષે ભદ્દી ટિપ્પણી કરી છે અને એ ય જાહેસ સભામાં. 

સંજય રાઉત તેમના બફાટ વિષે જાણીતા છે.ક્યારેક તો તે છેક ગમારની કક્ષાએ ઉતારી જઈ બેફામ બોલી નાખે છે.

લોકસભાની ચૂંટણી એ ડાન્સર કે ‘બબલી’ સામેની નથી

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી એ ડાન્સર કે ‘બબલી’ Navneet Rana સામેની નહીં પણ મહારાષ્ટ્ર અને મોદી વચ્ચેની લડાઈ છે. તે એક ડાન્સર છે, સ્ક્રીન પર એક અભિનેત્રી છે જે તમને કેટલાક પ્રેમાળ હાવભાવ બતાવશે, પરંતુ Navneet Ranaની  જાળમાં ફસાશો નહીં.સંજય રાઉતના આ વિધાનથી રાજ્યમાં નવો વિવાદ સર્જાયો છે.અમરાવતી લોકસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર બળવંત વાનખેડેના ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાનું સંબોધન કરતાં સંજય રાઉતે નવનીત રાણાને ડાન્સર કહી તેમના પર ટીકા કરી હતી.

ચૂંટણીમાં તેને હરાવવી તે શિવસેના સમર્થકોની પ્રાથમિક ફરજ

રાણાએ ‘માતોશ્રી’માં Navneet Ranaએ બળજબરીથી આવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે અમને ચેલેન્જ કરીને હિંદુ ધર્મ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેથી ચૂંટણીમાં તેને હરાવવી તે શિવસેના સમર્થકોની પ્રાથમિક ફરજ અને નૈતિક જવાબદારી છે, એવું રાઉતે કહ્યું.

સંજય રાઉતની ટિપ્પણી પર એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા મનીષા કાયંદેએ કહ્યું હતું કે, ભાજપના સાંસદ હેમા માલિની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાની જેમ સંજય રાઉતને પણ ચૂંટણી પંચે દ્વારા ઠપકો આપવો જોઈએ.રાઉતની ભાષા તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં આગળ વધતી સ્ત્રીઓ પ્રત્યેના તેમના અણગમાને દર્શાવે છે.

ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન રાઉત દ્વારા રેલીઓને સંબોધિત કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેમને પાઠ શીખવવો જોઈએ. રાઉતને સમગ્ર પ્રચાર સમયગાળા દરમિયાન મીડિયામાં કોઈપણ ભાષણ કે ઇન્ટરવ્યુ આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં, એવી અરજી પણ કાયંદેએ કરી હતી.

આ પણ વાંચો- સવારે BJP માં ગયા, સાંજે પાછા કોંગ્રેસમાં આવ્યા; કહ્યું- હું મળવા ગયો હતો, BJP ના નેતાઓએ જબરદસ્તી…

 

Whatsapp share
facebook twitter