+

Jharkhand Congress: ચૂંટણી પ્રચાર વચ્ચે ઝારખંડ કોંગ્રેસને મોટો ફટકો, ‘એક્સ’એ block કર્યું એકાઉન્ટ

Jharkhand Congress: ઝારખંડ કોંગ્રેસના એક્સ એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ભારતમાં ‘એક્સ’એ ઝારખંડ કોંગ્રેસના એક્સ એકાઉન્ટને બંધ કરી દીધું છે.…

Jharkhand Congress: ઝારખંડ કોંગ્રેસના એક્સ એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ભારતમાં ‘એક્સ’એ ઝારખંડ કોંગ્રેસના એક્સ એકાઉન્ટને બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક ‘ડીપફેક મોર્ફ્ડ વીડિયો’ પોસ્ટ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે 2 મેના રોજ પાઠવ્યા સમન્સ

નોંધનીય છે કે, આ પહેલા ઝારખંડ કોંગ્રેસ (Jharkhand Congress)ના અધ્યક્ષ રાજેશ ઠાકુરને આ કેસની તપાસના સંદર્ભમાં દિલ્હી પોલીસે 2 મેના રોજ સમન્સ પાઠવ્યા છે. પાર્ટીના પ્રવક્તાએ બુધવારે કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 28 એપ્રિલે આ સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરના સંબંધમાં, ઠાકુરને દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) ઓફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.

હું ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છુંઃ રાજેશ ઠાકુર

આ મામલે ઠાકુરે કહ્યું કે, દિલ્હી પોલીસે મંગળવારે મને નોટિસ આપી હતી, પરંતુ આ બાબતે મને જાણ નથી કેસ મને નોટિસ કેમ આપવામાં આવી છે. આ અરાજક્તા સિવાય બીજું કઈ નથી. તેમણે કહ્યું કે, ‘જો કોઈ ફરિયાદ હોય હતી તો તેઓએ સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મારા એકાઉન્ટમાં ઉપલબ્ધ સામગ્રીની ચકાસણી કરવી જોઈતી હતી. અત્યારે ચૂંટણીનો પ્રચાર પોતાની ચરમ સીમાએ છે અને હું ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છું તો તેઓને સમજવાની જરૂર હતી. આવી સ્થિતિમાં તેઓએ મારા લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની માંગણી કરી છે. બાબતોની ચકાસણી કર્યા વિના સમન્સ જારી કરવું યોગ્ય નથી.

દેશામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

નોંધનીય છે કે, અત્યારે દેશમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસને ઝારખંડમાં ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, ‘એક્સ’ દ્વારા ઝારખંડ કોંગ્રેસનું એકાઉન્ટ બંધ કરી દીધું છે. જો કે, આ મામલે ઝારખંડ કોંગ્રેસ (Jharkhand Congress)ના અધ્યક્ષ રાજેશ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: Supreme Court Verdict: હિંદુ લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, જાણો કયા લગ્ન માન્ય રહેશે?

આ પણ વાંચો: Vande Bharat Metro: જુઓ વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક! આ શહેરોને મળશે પહેલી સુવિધા

આ પણ વાંચો: Prajwal Revanna: ‘હું બેંગલુરુમાં નથી…’ સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાની પ્રતિક્રિયા સામે આવી

Whatsapp share
facebook twitter