+

VADODARA : પોલીસે જ પોલીસને કહ્યું “તારી શું સત્તા છે” !

વડોદરા (VADODARA) ના અટલ બ્રિજના (ATAL BRIDGE) જ્યોતિ સર્કલ તરફના છેડે ગતરાત્રે એક નંબર પ્લેટ વગરની કાર જોવા મળતા પીસીઆર વાનના પોલીસ જવાને ચાલક પાસેથી આરસી બુક માંગી હતી. જે…

વડોદરા (VADODARA) ના અટલ બ્રિજના (ATAL BRIDGE) જ્યોતિ સર્કલ તરફના છેડે ગતરાત્રે એક નંબર પ્લેટ વગરની કાર જોવા મળતા પીસીઆર વાનના પોલીસ જવાને ચાલક પાસેથી આરસી બુક માંગી હતી. જે બાદ કારમાં બેઠેલા યુવક-યુવતિએ તેમની સાથે બદસલુકી કરી હતી. અને બતાવી દેવાની ધમકી આપી હતી. તપાસ કરતા મહિલા વાડી પોલીસ (VADODARA VADI POLICE) માં હેડ કોન્સ્ટેબલ (HEAD CONSTABLE) હોવાનું જાણવા મળ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

હું તને મારી ગાડીની આરસી બુક કોઇ પણ હાલતમાં બતાવીશ નહિ

ગોરવા પોલીસ (GORWA POLICE STATION) મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે પીસીઆર વાન નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી. દોઢ વાગ્યાના અરસામાં વાન અટલ બ્રિજના છેડા પાસે કઠોળ સંશોધન કેન્દ્ર પાસે રોડ સાઇડમાં એક કાર દેખાઇ હતી. તેમાં આગળ કોઇ નંબર પ્લેટ જોવા મળી ન હતી. જેથી પોલીસ જવાને ગાડીની પાછળ જઇ નંબર પ્લેટ ચેક કરતા તે મળી આવી હતી. કારમાં અંદર ડ્રાઇલર સીટ પર એક શખ્સ બેઠેલો જોવા મળ્યો હતો. પોલીસ જવાને તેની પાસે આરસી બુક માંગતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને બુમો પાડતા કહી રહ્યો હતો કે, હું તને મારી ગાડીની આરસી બુક કોઇ પણ હાલતમાં બતાવીશ નહિ, અને તારાથી જે થાય તે કરી લે તેમ કહી તેણે પોલીસ જવાન સાથે ઝગડો કર્યો હતો. સાથે જ વર્ધીમાં સવાલ પુછતા પોલીસ જવાનને કહ્યું કે, હું તારી નોકરી ખાઇ જઇશ.સાથે જ જવાનનું આઇડી કાર્ડ માંગ્યું હતું.

હવે હું તારી હાલત શું કરું છું જોઇ લેેજે

કાર ચાલક સાથેની મહિલાએ પોલીસ જવાનને કહ્યું કે, તારી શું સત્તા છે ? જેથી તું અમોને ચેક કરીશ. દરમિયાન તેની સાથે રહેલા શખ્સે વિડીયો ઉતારવાનો શરૂ કર્યો હતો. અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવ્યું કે, પોલીસ અમારી સાથે ડ્રાઇવીંગ લાયસન્સ તથા ગાડીના કાગળો માંગીને હેરાન પરેશાન કરે છે. જે પછી તેમણે પીસીઆરના પોલીસ જવાનને કહ્યું કે, હવે હું તારી હાલત શું કરું છું જોઇ લેેજે.

મહિલા વાડી પોલીસ મથકમાં ફરજ બજાવે છે

જેથી પોલીસ જવાને મદદ માટે અન્ય પીસીઆર વાનને બોલાવતા તે આવી પહોંચી હતી. સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમની હાજરીમાં બંનેને તેમના નામ સરમાના પુછતા યુવકે દર્શનભાઇ મનસુખભાઇ પટેલ (ઉં. 33) (રહે. રાધાકૃષ્ણ સોસાયટી, રીફાઇનરી રોડ) અને યુવતિએ પોતાનું નામ અંગાબેન ચૌધરી (ઉં.42) (રહે. પ્રતાપનગર પોલીસ લાઇન) હોવાનું જણાવ્યું હતું. પોલીસ લાઇનમાં મહિલા રહેતી હોવાથી તેણીની વધુ પુછપરછ કરાતા તેણીએ જણાવ્યું કે તેઓ હાલ વાડી પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

આખરે ગોરવા પોલીસ મથકમાં દર્શનભાઇ મનસુખભાઇ પટેલ (ઉં. 33) (રહે. રાધાકૃષ્ણ સોસાયટી, રીફાઇનરી રોડ) અને યુવતિએ પોતાનું નામ અંગાબેન ચૌધરી (ઉં.42) (રહે. પ્રતાપનગર પોલીસ લાઇન) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે બંને સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો — VADODARA : ડભોઇના ધારાસભ્યનું વધુ એક વખત બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યું

Whatsapp share
facebook twitter