+

Train : સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામ શરૂ થતાં આ ટ્રેનો કરાઈ રદ, વાંચી લો વિગત

પશ્ચિમ રેલવેનાં (Western Railway) અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCIL ના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટીના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો (Train) રદ કરવામાં…

પશ્ચિમ રેલવેનાં (Western Railway) અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCIL ના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટીના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો (Train) રદ કરવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:-

1. 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ (Ahmedabad-Viramgam) રદ રહેશે.
2. 20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન (Train) નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
3. 19 અને 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
4. 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ રહેશે.
5. 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે.
6. 19 અને 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
7. 20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના (Train) સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

આ પણ વાંચો – BHARUCH : દેવપોઢી એકાદશીએ માછીમારોએ કર્યું મુહૂર્ત

આ પણ વાંચો – VADODARA : કોરોનાકાળ બાદથી ઉદ્ભવેલી સમસ્યાનો અંત

આ પણ વાંચો – Ahmedabad Municipality સામે ઉભો થયો સવાલોનો પર્વત, લાખોના વૃક્ષનું થયું નિકંદન

Whatsapp share
facebook twitter