Gujarat: ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાઇરસને લઈને ભારે કહેક જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ચાંદીપુરા વાઇરસને લઈને અત્યાર સુધીમાં 14 ના મોત થયા છે. ત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવી કામગીરી કરી રહીં છે. મળતી વિગતો પ્રમાણે આજે આરોગ્ય વિભાગ (Health Department)ની મહત્વની બેઠક મળવાની છે. આ સાથે તેમાં આરોગ્યમંત્રીની અધ્યક્ષમાં મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરના આરોગ્ય અધિકારી (Health Department)ને વીડિયો કોંફરસન્સથી જોડાશે અને ચાંદીપુરા વાઇરસ (Chandipura virus) અંગે તકેદારી રાખવાના પગલ વિશે ચર્ચા કરવામાં આવેશે. નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department)ના અધિકારીઓ પણ હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે. આ સાથે રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. નોંધનીય છે કે, કેટલાક દિવસથી આ વાઇરસે ભારે કહેર વર્તાવ્યો છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 26 ચાંદીપુરાના કેસો નોંધાયા છે
તમને જણાવી દઈએ કે, ચાંદીપુરા વાયરસ (Chandipura virus)ની વર્તમાન સ્થિતિ અને તેના અટકાયતી પગલાઓ અંગે થશે ચર્ચા. મહત્વનું છે કે, રાજ્ય (Gujarat)માં અત્યાર સુધીમાં 26 ચાંદીપુરાના કેસો નોંધાયા છે, જેના પૈકી 14 મૃત્યુ પામ્યા છે. જેથી અત્યારે આ વાઇરસને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને કાર્યવાહીની કામગીરીમાં જોડાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને લઈને ભારે ઉહોપોહ મચેલો છે. જેના કારણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આ વાઇરસને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે. ખાસ તો આ વાઇરસ સામે કેવા પગલા લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.