+

K. Kailasanathan: ચાર મુખ્યમંત્રીઓના ખાસ રહેલા કે. કૈલાશનાથનનો આજે છેલ્લો દિવસ

K. Kailasanathan: મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથનને નહીં અપાય એક્સ્ટેન્શન નહીં. આજે કે.કૈલાશનાથનનો મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે, કે.કૈલાશનાથન (K. Kailasanathan) 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. 2013માં ગુજરાતના…

K. Kailasanathan: મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથનને નહીં અપાય એક્સ્ટેન્શન નહીં. આજે કે.કૈલાશનાથનનો મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે, કે.કૈલાશનાથન (K. Kailasanathan) 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. 2013માં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. લાંબા સમયથી વય નિવૃત્તિ બાદ પણ અપાઈ રહી હતી જવાબદારી. નોંધનીય છે કે, વય નિવૃત્તિ બાદ પણ કે.કૈલાશનાથન (K. Kailasanathan)ને સતત એક્સેન્શન અપાઈ રહ્યું હતું. 30મી જૂનના રોજ કે.કૈલાશનાથનને અપાયેલ એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ હતો.

વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફૂલ અધિકારી રહ્યા છે

ગુજરાતમાં ચાર મુખ્યમંત્રી બદલાય ત્યા સુધી મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે કે. કૈલાશનાથન (K. Kailasanathan) રહ્યા હતા. નોંધનીય છે કે, તેઓ ગુજરાતના સૌથી શક્તિશાળા સચિવ રહ્યા છે. તેઓ નરેન્દ્ર મોદીના ખાસ હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ આવ્યા તે સમયે પણ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે કે. કૈલાશનાથન જ રહ્યા હતા.

કે. કૈલાશનાથન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસ રહ્યા હતા

આ સાથે સાથે આનંદીબેન પટેલ બાદ વિજય રૂપાણીના પણ મુખ્ય અગ્રસચિવ રહ્યા હતા.  નોંધનીય છે કે, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ કે. કૈલાશનાથન મુખ્ય અગ્રસચિવ રહ્યા છે. આજે તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ છે. ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કે. કૈલાશનાથન પર સૌથી વધારે વિશ્વાસ હતો.

જુઓ આ Video માં સંપૂર્ણ સમાચાર

આ પણ વાંચો: NEET EXAM SCAM: પેપર લીક કેસમાં Gujarat ના 4 જિલ્લામાં CBIના દરોડા, કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ

આ પણ વાંચો: Navsari: બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી; ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી, 12 કલાકથી છે લાપતા

આ પણ વાંચો: Gujarat ના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડના આરોપી Naresh Jani ને લઈને વધુ એક મહત્વનો ખુલાસો

Whatsapp share
facebook twitter