+

જીત્યા બાદ કોની પાસે રહે છે આ શાન સમાન TROPHY અને તેને કોના દ્વારા કરાવાય છે તૈયાર, જાણો ટ્રોફીની ખાસ વાતો

BARBADOS માં ભારતીય ટીમે વિશ્વકપ જીતીને ઇતિહાસ બનાવી દીધો છે. ભારતની ટીમે સાઉથ આફ્રિકા સામે ઐતિહાસિક જીત મેળવીને CHAMPIONS નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતની ટીમને આ જીત બદલ…

BARBADOS માં ભારતીય ટીમે વિશ્વકપ જીતીને ઇતિહાસ બનાવી દીધો છે. ભારતની ટીમે સાઉથ આફ્રિકા સામે ઐતિહાસિક જીત મેળવીને CHAMPIONS નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતની ટીમને આ જીત બદલ ચમચમાતી ટ્રોફી આપવામાં આવી હતી. હવે દરેકના મનમાં આ સવાલો ઉઠતા જ હશે કે આ વર્લ્ડ કપ ટ્રોફી કોની પાસે હશે? આ ટ્રોફી કોની પાસે રાખવામાં આવી છે, કેપ્ટન, કોચ કે બોર્ડ? અને મુખ્ય એ પ્રશ્ન પણ લોકોના મનમાં આવતો હોય છે કે આ ટ્રોફી બનાવે છે કોણ. ચાલો આ અહેવાલમાં જાણીએ આ બાબત વિશે

અલગ અલગ ટુર્નામેન્ટ માટે હોય છે અલગ અલગ ટ્રોફી

કોઈ પણ ટીમ માટે ICC ટુર્નામેન્ટની TROPHY જીતવાનું સપનું હોય છે. ICC ટુર્નામેન્ટની દરેક ટ્રોફી એટલી સુંદર રીતે બનાવવામાં આવી હોય છે કે તેને જોઈને કોઈને પણ તે ગમી જાય. અહી ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપની ટ્રોફી ODI વર્લ્ડ કપ કરતા અલગ હોય છે. વધુમાં CHAMPIONS TROPHY ની ટ્રોફી પણ અલગ હોય છે. ODI વર્લ્ડ કપની ટ્રોફી સોનાની બનેલી હોય છે. જ્યારે T20 વર્લ્ડ કપની ટ્રોફી ચાંદીની બનેલી હોય છે.

કોણ બનાવે છે T20 WORLD CUP TROPHY

T20 વર્લ્ડ કપની ટ્રોફીની વાત કરવામાં આવે તો 20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં એટલે કે 2007 માં, આ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની મિનાલે બ્રાઇસ ડિઝાઇન સ્ટ્રેટેજી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તે ભારતમાં અમિત પાબુવાલ દ્વારા બનાવવામાં આવી હતી. આ પછી, તે લંડનની લિંક્સ દ્વારા આ ટ્રોફીનું નિર્માણ કરવાનું શરૂ કરાયું હતું. 2021 માં, થોમસ આ ટ્રોફીના સત્તાવાર નિર્માતા બન્યા હતા. આ ટ્રોફી સંપૂર્ણપણે ચાંદી અને રોડિયમની બનેલી હોય છે. તેનું વજન લગભગ 12 કિલો છે. તેની ઊંચાઈ 57.15 સે.મી. જ્યારે પહોળાઈ 16.5 સે.મી. છે. મળતી માહિતી અનુસાર, તેની કિંમત 15-20 લાખ રૂપિયાની વચ્ચે છે.

જીત્યા બાદ કોની પાસે રહે છે ટ્રોફી

ODI WORLD CUP હોય કે T20 WORLD CUP હોય, અસલી ટ્રોફી ક્યારેય પણ ટીમને આપી દેવામાં આવતી નથી. ICC આ ટ્રોફી પોતાની પાસે રાખે છે. ICC દરેક ટીમ અનુસાર તમામ અસલ ટ્રોફી પોતાની કેબિનેટમાં રાખે છે. ટીમને જે ટ્રોફી આપવામાં આવે છે તે REPLICA ટ્રોફી હોય છે. આ REPLICA ટ્રોફી જે છે, તેને કોણ જીત્યા બાદ પોતાની પાસે રાખે છે તે પણ એક પ્રશ્ન છે. વિજેતા ટીમને મળેલી REPLICA ટ્રોફી કોઈપણ ખેલાડી, કેપ્ટન કે કોચને આપવામાં આવતી નથી. ક્રિકેટ બોર્ડ તેને પોતાની કેબિનેટમાં રાખે છે. આ પહેલા ભારત 3 વર્લ્ડ કપ જીતી ચુક્યું છે. જેમાં 2007 T20 વર્લ્ડ કપ અને 1983 અને 2011 ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ પણ આ ત્રણ વર્લ્ડ કપને પોતાની કેબિનેટમાં રાખ્યા છે.

આ પણ વાંચો : Sania Mirza-ભાઈજાન અને સાનિયા વચ્ચે શું છે સંબંધ?

Whatsapp share
facebook twitter