Monsoon in Gujarat : સમગ્ર રાજ્યમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. અમદાવાદ (Ahmedabad), સુરત, જુનાગઢ, રાજકોટ (Rajkot), જામનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા (Dwarka), ભાવનગર સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદના પ્રથમ તબક્કામાં જ રાજ્યના 11 જળાશય 50 થી 70 ટકા સુધી ભરાઈ ગયા છે. 206 જળાશયમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) 10,822 ક્યૂસેક પાણીની આવક થઈ છે.
206 જળાશયમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો
રાજ્યમાં વરસાદના પ્રથમ તબક્કામાં જ મેઘરાજાની જબરદસ્ત મહેર (Monsoon in Gujarat) જોવા મળી છે. ધોધમાર વરસાદના કારણે રાજ્યના 206 જળાશયમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 11 જળાશયમાં તો 50 થી 70 ટકા સુધી પાણી ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) અત્યાર સુધી 10,822 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ઉકાઇ ડેમમાં (Ukai Dam) 6293 ક્યૂસેક, ઉબેણમાં 5916 ક્યૂસેક, મોજમાં 3952 ક્યૂસેક, બાટવા-ખારોમાં 3859 ક્યૂસેક પાણી ભરાયાં છે. માહિતી મુજબ, ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 42 ટકા, દક્ષિણ ગુજરાતનાં (South Gujarat) 13 જળાશયમાં 32 ટકા, સૌરાષ્ટ્રના (Saurashtra) 141 જળાશયમાં 15 ટકાથી અને કચ્છનાં 20 જળાશયમાં 21 ટકા પાણી સંગ્રહ થયો છે.
છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. માહિતી મુજબ, માણાવદરમાં સાડા 8 ઈંચ, મહુવામાં 7 ઈંચ, વંથલીમાં સાડા 6 ઈંચ, દ્વારકા (Dwarka), બારડોલીમાં 6-6 ઈંચ વરસાદ, કુતિયાણા, ઓલપાડ, કામરેજમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત, મુન્દ્રા, વાપીમાં સાડા 5 ઈંચ, મેંદરડામાં 5 ઈંચ, કપરાડા, બાબરા, ભેંસાણમાં સાડા 4 ઈંચ, વલસાડ, ભરૂચ, જૂનાગઢમાં (Junagadh) સાડા 4 ઈંચ, વિસાવદરમાં (Visavdar) 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 40 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે 48 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો – Bhavnagar : તંત્રની બેદરકારીનાં લીધે ઢોરવાડામાં કાદવ-કિચડનું સામ્રાજ્ય! અનેક પશુઓનાં મોત
આ પણ વાંચો – Alert : ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી બારે મેઘ ખાંગા….
આ પણ વાંચો – Gujarat Monsoon:રાજ્યના 211 તાલુકામાં મેઘરાજા મહેરબાન,વાંચો કયા કેટલો વરસાદ