+

History of Gujarat : વર્ષ 2012ના ISI Agent કેસમાં અદાલત સોમવારે આપશે ચૂકાદો, બે આરોપી અગાઉ જ થઈ ગયા છે મુક્ત

વર્ષ 2012નો અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો આઈએસઆઈ એજન્ટ કેસ ગુજરાતના ઈતિહાસ (History of Gujarat) માં નોંધાય તેવો છે. Ahmedabad Crime Branch એ કેસમાં તબક્કાવાર રીતે કુલ 5 આરોપી પકડ્યા હતા. જે…

વર્ષ 2012નો અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો આઈએસઆઈ એજન્ટ કેસ ગુજરાતના ઈતિહાસ (History of Gujarat) માં નોંધાય તેવો છે. Ahmedabad Crime Branch એ કેસમાં તબક્કાવાર રીતે કુલ 5 આરોપી પકડ્યા હતા. જે પૈકી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Jamnagar Municapal Corporation) ના કર્મચારી ઈદરીશ માઢાંતા અને અમદાવાદના સોહીલને પોલીસે પૂર્ણ રાહત આપી હતી. સોહીલ કાઝી આ કેસમાં તાજનો સાક્ષી બની ગયો છે. જ્યારે ઈદરીશને છોડી મૂકવા ખુદ તપાસ અધિકારી તત્કાલિન પીઆઈ એચ. એ. રાઠોડે (PI H A Rathod) અદાલતને રિપોર્ટ કર્યો હતો. ISI Agent Case માં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ (Ahmedabad City Sessions Court) ના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલ (Judge A R Patel) સોમવારે ચૂકાદો સંભળાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

શું હતો ISI Agent Case ?

વર્ષ 2012ના ઓક્ટોબર મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ISI એજન્ટ તરીકે અમદાવાદના કેટલાંક શખ્સો કામ કરી રહ્યાં હોવાની માહિતી મળી. ક્રાઈમ બ્રાંચના તત્કાલિન DCP Himanshu Shukla એ આ મામલે અધિકારીઓને તાત્કાલિક કામે લગાવી દીધા. પીઆઈ એસ. એલ. ચૌધરી (PI S L Chaudhary) અને તેમની ટીમે અમદાવાદના જમાલપુરમાં રહેતા સિરાજુદ્દીન ઉર્ફે રાજુ ફકીર અને અયુબ ઉર્ફે સાકીર શેખને દબોચી લઈ મોબાઈલ ફોન સહિતના પૂરાવાઓ કબજે લઈ FIR નોંધી હતી. ક્રાઈમ બ્રાંચના તત્કાલિન પીઆઈ હરપાલસિંહ રાઠોડે (PI H A Rathod) ISI Agent Case ની તપાસ શરૂ કરતા અનેક ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી. સિરાજુદ્દીન ફકીર વર્ષ 2007માં પાકિસ્તાન ગયો હતો અને ત્યારે તે પાકિસ્તાનના હેન્ડલર તૈમુર (ISI Agent) ને મળ્યો હતો અને ત્યાં Indian Army ના ઓફિસરોની રેંક અને વાહનોને ઓળખવાની તાલીમ મેળવી હતી. તૈમુરે આર્મીની માહિતી બદલ રૂપિયા આપવાની લાલચ આપતા સિરાજુદ્દીન ભારત વિરોધી કામ કરવા તૈયાર થઈ ગયો હતો. ભારત પરત ફર્યા બાદ સિરાજુદ્દીને જુદા-જુદા આર્મી કેમ્પની માહિતી મેળવવા માટે ઈંડા સપ્લાય કરતા વેપારીના ત્યાં નોકરી પણ મેળવી લીધી હતી. રાજસ્થાન, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદમાં Army BSF Camp ની રેકી કરી સિરાજુદ્દીને અનેક વખત બે અલગ અલગ E Mail ના ડ્રાફ્ટ બોક્સમાં Army Movement સહિતની અતિ સંવેદનશીલ માહિતી મોકલી હોવાના પૂરાવા મેળવ્યા હતા. સિરાજુદ્દીન ઈ મેઈલ કરવા માટે શરૂઆતમાં સોહીલ કાઝી (ઉ.24) અને ત્યારબાદ ઐયુબ ઉર્ફે સાકીર શેખ (બંને રહે. જમાલપુર, અમદાવાદ)ની મદદ મેળવી હતી. મીલીટરીની સંવેદનશીલ માહિતી E Mail થકી મોકલવા સિરાજ ફકીર સોહીલ અને ઐયુબને 500-500 રૂપિયા આપતો હતો. મે-2010 થી સપ્ટેમ્બર-2012 દરમિયાન સિરાજુદ્દીનને Pakistan ના તૈમુરે UAE અને Saudi Arabia ના જુદા-જુદા લોકોના નામે Western Union Money અને MoneyGram થકી 1.94 લાખ રૂપિયા મોકલ્યા હતા. ક્રાઈમ બ્રાંચના PI H A Rathod ને તપાસ દરમિયાન મળી આવેલા પાકિસ્તાનના તૈમુર (Pakistan Handlers) ના મોબાઈલ ફોન નંબર થકી ગેટ-વે ડિટેઈલ્સ મેળવી હતી. જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈદરીશ માઢાંતા સાથે વાતચીત થઈ હોવાના પૂરાવા મળતા તત્કાલિન પીઆઈ આર આર સરવૈયા (PI R R Sarvaiya) એ તેને ઝડપી લઈ મોબાઈલ કબ્જે લીધો હતો. આ ઉપરાંત રાજસ્થાનના જોધપુરનો નૌશાદઅલી સૈયદ (ઉ.23) પણ ISI એજન્ટ તરીકે કામ કરતો હોવાની માહિતી પૂરાવા હાથ લાગતા તેની પણ ધરપકડ કરાઈ હતી. આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે પાકિસ્તાની હેન્ડલર્સ તૈમુર, તાહીર સહિત વિદેશના કુલ 9 આરોપીઓ વૉન્ટેડ દર્શાવાયા છે.

કેમ ઈદરીશને પોલીસે છોડી દીધો ?

પિતાના નિધન બાદ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેમરાહે નોકરી કરતા ઈદરીશ મહંમદભાઈ માઢાંતાને જેલમાં ધકેલી દેવાયો હતો. ઈદરીશની ધરપકડ અને રિમાન્ડ દરમિયાન મળેલી માહિતી-નિવેદન બાદ તેના પરિવારજનો નિવેદન લેવાયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓક્ટોબર-2012માં કેસ નોંધ્યો તે સમયે ઈદરીશની માતા બિલકીશબાનુ અને પુત્રી સફા પાકિસ્તાન ખાતે ગયેલા હતા. આ સમયગાળા દરમિયાન ઈદરીશના મોબાઈલ ફોન નંબરથી Pakistan Handler તૈમુરના મોબાઈલ ફોન પર તેમજ પાકિસ્તાનના અન્ય નંબર પર વાતચીત થઈ હોવાનો ડેટા મોબાઈલ ફોન કંપની પાસેથી મળ્યો હતો. ઈદરીશની ધરપકડની જાણ થતાં તેના માતા પૌત્રી સાથે પાકિસ્તાનથી ભારત આવવા રવાના થયા હતા. હવાઈ માર્ગે વાયા શ્રી લંકા થઈને મુંબઈ આવ્યા હતા અને ત્યારબાદ સુરત થઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે દોડી આવ્યા હતા. ઈદરીશના નિવેદન બાદ માતા બિલકીશબાનુના નિવેદનમાં જાણ થઈ હતી કે, તેમની પુત્રી નઝમાને પાકિસ્તાન ખાતે પરણાવી છે અને તેઓ મળવા ગયા હતા. ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલી ઝીરો બોર્ડર (Zero Border) પર તેઓ પૌત્રી સાથે પહોંચ્યા ત્યારે માલૂમ થયું કે, પાકિસ્તાન જતી ટ્રેન બે-અઢી કલાક મોડી છે. ટ્રેનમાં બેઠા બાદ તેમના મોબાઈલ ફોન નંબરથી પાકિસ્તાન સ્થિત દિકરી સાથે વાત થઈ શકે તેમ ન હતી. દરમિયાનમાં ટ્રેનમાં હાજર એક અજાણ્યા શખ્સે પોતાનો મોબાઈલ ફોન વાતચીત કરવા આપતા તેમણે દિકરી નઝમા સાથે વાત કરી હતી. દરમિયાનમાં ઈદરીશે પોતાની બહેન નઝમાને પાકિસ્તાન ફોન કરતા માતાની ટ્રેન મોડી હોવાનું જાણવા મળ્યું. જેથી ઈદરીશે બહેનના ફોન પર આવેલો મોબાઈલ ફોન નંબર મેળવી તેના પર સંપર્ક કરવા બે-ત્રણ વખત પ્રયાસ કર્યો હતો અને કોઈ અજાણ્યા શખ્સ સાથે વાત કરી હતી.

માઢાંતા પરિવારના સભ્યોના લેવાયેલા નિવેદન અને ઈદરીશ ક્યારેય પણ પાકિસ્તાન નહીં ગયો હોવાના પૂરાવા હાથ લાગ્યા હતા. પાકિસ્તાનના એજન્ટ તૈમુરની ભારતીય નાગરિકોને પોતાની જાળમાં ફસાવવાની મોડસ ઓપરેન્ડી પોલીસ સમક્ષ આવી ગઈ હતી. ઈદરીશનો કોલ રેકોર્ડ એક સંજોગના કારણે સર્જાયો હોવાની હકિકત સ્પષ્ટ થઈ ગઈ. તપાસ અધિકારી હરપાલસિંહ રાઠોડે (PI Harpalsinh Rathod) સમગ્ર મામલો તત્કાલિન ડીસીપી હિમાંશુ શુકલ સમક્ષ રજૂ કરતા ઈદરીશને CRPC 169 ના આધારે મુક્ત કરવા અદાલતમાં રિપોર્ટ કરાયો.

DCP Shukla એ નોકરી પાછી અપાવી

ક્રાઈમ બ્રાંચની તપાસમાં ઈદરીશ માઢાંતાની ધરપકડ, રિમાન્ડ અને જેલવાસે ISI એજન્ટનો થપ્પો મારી દીધો. ઓક્ટોબર-2012માં ધરપકડ બાદ જેલવાસ ભોગવનારા ઈદરીશને ક્રાઈમ બ્રાંચના રિપોર્ટ આધારે અદાલતે ફેબ્રુઆરી-2013ના મધ્યમાં જામીન મુક્ત કર્યો. ચારેક મહિના બાદ જેલમાંથી છૂટેલા ઈદરીશની જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરી પણ ચાલી ગઈ હતી. નિર્દોષ ઈદરીશને મુક્ત કરાવ્યા બાદ ડીસીપી શુકલએ તેને નોકરી પરત અપાવવાની બાંહેધરી આપી. Jamnagar Municipal Corporation ના તત્કાલિન કમિશનરને ભલામણ કરી હિમાંશુ શુકલએ ઈદરીશ માઢાંતાને નોકરી પરત અપાવી હતી.

સોહીલને બનાવાયો તાજનો સાક્ષી

ISI Agent Case નો મુખ્ય આરોપી સિરાજુદ્દીન ફકીરને ઈ-મેઈલ કરતા આવડતું નહીં હોવાથી પરિચિત સોહીલ કાઝીની મદદ મેળવી હતી. મુરઘીના ધંધા અર્થે ઈ-મેઈલ કરવાનું કહીને સિરાજ સોહીલને સાયબર કાફેમાં લઈ ગયો હતો. સોહીલે બે માહિતી સિરાજે આપેલા ઈ-મેઈલ આઈડીના ડ્રાફ્ટ બોક્સમાં સેવ કરી હતી. ‘દો સે તીન છોટી ગાડીયાથી ઔર 3-4 પાની કી ટેન્કરથી ઔર સાથ મેં થોડી બડી ગાડીયા થી’ ‘085વાલે મામુ બાડમેર ગયે હુએ હૈ ઔર ભાઈ જાન આપને અભી તક અંડે નહીં ભેજે. આપ જલદી સે 5000 અંડે ભેજીએ’ આ બંને માહિતી અંગે શંકા જતા સોહીલે સિરાજને સવાલ કરતા તેણે કબૂલાત કરી હતી કે, પાકિસ્તાન માટે કામ કરું છું. આ વાતથી ગભરાઈ જઈને સોહીલે સિરાજથી અંતર બનાવી લીધું હતું. સોહીલ ક્યારેય પણ પાકિસ્તાન ગયો નથી અને થોડા પૈસાની લાલચમાં બેએક વખત E-Mail કર્યા હોવાની હકિકત સામે આવતા ક્રાઈમ બ્રાંચે તેનું CRPC 164 હેઠળ નિવેદન નોંધ્યું હતું.

ISIS Agent Case Ahmedabad Crime Branch

ન્યાયાધીશ પટેલ સંભળાવશે ચૂકાદો

છેલ્લાં કેટલાંક દસકમાં ગુજરાત રાજ્યમાં ISI એજન્ટના અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે, વર્ષ 2012નો આ કેસ રાજ્યના ઈતિહાસમાં નોંધાય તેવો (First Case in The History of Gujarat) છે. જેમાં કેન્દ્ર સરકારે (UPA Government) ઓફિશીયલ સિક્રેટ એક્ટ હેઠળ ચાર્જશીટ કરવા મંજૂરી આપી હોય. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં આઈએસઆઈ એજન્ટનો કેસ ચાલી જતા ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલ (Judge Ambalal R Patel) સોમવારે ચૂકાદો આપવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : GOLD SMUGGLING IN GUJARAT : લાખો રૂપિયાના GOLD નો મામલો પોલીસ પાસે આવ્યો ને કેસને યુ ટર્ન આપવા 5 કરોડમાં થયો સોદ્દો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter