+

History of Gujarat : વર્ષ 2012ના ISI Agent કેસમાં અદાલતનું સખ્ત વલણ, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવાઈ

વર્ષ 2012માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) કરેલા આઈએસઆઈ એજન્ટ કેસમાં આજે અદાલતે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસમાં ડિટેક્શન, ઈન્વેસ્ટીગેશન અને જજમેન્ટ ત્રણેય ગુજરાતના ઈતિહાસ…

વર્ષ 2012માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) કરેલા આઈએસઆઈ એજન્ટ કેસમાં આજે અદાલતે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસમાં ડિટેક્શન, ઈન્વેસ્ટીગેશન અને જજમેન્ટ ત્રણેય ગુજરાતના ઈતિહાસ (History of Gujarat) માં નોંધાય તેમ છે. ISI Agent Case માં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ (Ahmedabad City Sessions Court) ના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલે (Judge A R Patel) સીરાજુદ્દીન ઉર્ફે રાજુ ફકીર, નૌશાદઅલી સૈયદ અને ઐયુબ ઉર્ફે સાકીર શેખને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સીરાજુદ્દીન ફકીર લગભગ 11 વર્ષથી જેલવાસ ભોગવી રહ્યો હોવાનો પણ એક રેકોર્ડ બન્યો છે. કેસની ગંભીરતા અને તેની ભૂમિકાના કારણે તેને એકપણ અદાલતે જામીન આપ્યા નથી. આ કેસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, કેન્દ્ર સરકારે (UPA Government) ઓફિશીયલ સિક્રેટ એક્ટ હેઠળ ચાર્જશીટ કરવા મંજૂરી આપી હોય.

 

અદાલતે શું અવલોકન કર્યું ?

Ahmedabad City Sessions Court ના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલે (Judge A R Patel) ત્રણેય આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જજ એ. આર. પટેલે અવલોકન કર્યું છે કે, આ કૃત્ય દેશ વિરોધી છે. દેશની સલામતી અખંડ રહે એટલે આરોપીઓ સામે દયા રાખી શકાય નહિ.

 

શું હતો ISI Agent Case ?

વર્ષ 2012ના ઓક્ટોબર મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ISI એજન્ટ તરીકે અમદાવાદના કેટલાંક શખ્સો કામ કરી રહ્યાં હોવાની માહિતી મળી. ક્રાઈમ બ્રાંચના તત્કાલિન DCP Himanshu Shukla એ આ મામલે અધિકારીઓને તાત્કાલિક કામે લગાવી દીધા. પીઆઈ એસ. એલ. ચૌધરી (PI S L Chaudhary) અને તેમની ટીમે અમદાવાદના જમાલપુરમાં રહેતા સિરાજુદ્દીન ઉર્ફે રાજુ ફકીર અને અયુબ ઉર્ફે સાકીર શેખને દબોચી લઈ મોબાઈલ ફોન સહિતના પૂરાવાઓ કબજે લઈ FIR નોંધી હતી. ક્રાઈમ બ્રાંચના તત્કાલિન પીઆઈ હરપાલસિંહ રાઠોડે (PI H A Rathod) ISI Agent Case ની તપાસ શરૂ કરતા અનેક ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી. સિરાજુદ્દીન ફકીર વર્ષ 2007માં પાકિસ્તાન ગયો હતો અને ત્યારે તે પાકિસ્તાનના હેન્ડલર તૈમુર (ISI Agent) ને મળ્યો હતો અને ત્યાં Indian Army ના ઓફિસરોની રેંક અને વાહનોને ઓળખવાની તાલીમ મેળવી હતી. તૈમુરે આર્મીની માહિતી બદલ રૂપિયા આપવાની લાલચ આપતા સિરાજુદ્દીન ભારત વિરોધી કામ કરવા તૈયાર થઈ ગયો હતો. ભારત પરત ફર્યા બાદ સિરાજુદ્દીને જુદા-જુદા આર્મી કેમ્પની માહિતી મેળવવા માટે ઈંડા સપ્લાય કરતા વેપારીના ત્યાં નોકરી પણ મેળવી લીધી હતી. રાજસ્થાન, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદમાં Army BSF Camp ની રેકી કરી સિરાજુદ્દીને અનેક વખત બે અલગ અલગ E Mail ના ડ્રાફ્ટ બોક્સમાં Army Movement સહિતની અતિ સંવેદનશીલ માહિતી મોકલી હોવાના પૂરાવા મેળવ્યા હતા. સિરાજુદ્દીન ઈ મેઈલ કરવા માટે શરૂઆતમાં સોહીલ કાઝી (ઉ.24) અને ત્યારબાદ ઐયુબ ઉર્ફે સાકીર શેખ (બંને રહે. જમાલપુર, અમદાવાદ)ની મદદ મેળવી હતી. મીલીટરીની સંવેદનશીલ માહિતી E Mail થકી મોકલવા સિરાજ ફકીર સોહીલ અને ઐયુબને 500-500 રૂપિયા આપતો હતો. મે-2010 થી સપ્ટેમ્બર-2012 દરમિયાન સિરાજુદ્દીનને Pakistan ના તૈમુરે UAE અને Saudi Arabia ના જુદા-જુદા લોકોના નામે Western Union Money અને MoneyGram થકી 1.94 લાખ રૂપિયા મોકલ્યા હતા. ક્રાઈમ બ્રાંચના PI H A Rathod ને તપાસ દરમિયાન મળી આવેલા પાકિસ્તાનના તૈમુર (Pakistan Handlers) ના મોબાઈલ ફોન નંબર થકી ગેટ-વે ડિટેઈલ્સ મેળવી હતી. જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈદરીશ માઢાંતા સાથે વાતચીત થઈ હોવાના પૂરાવા મળતા તત્કાલિન પીઆઈ આર આર સરવૈયા (PI R R Sarvaiya) એ તેને ઝડપી લઈ મોબાઈલ કબ્જે લીધો હતો. આ ઉપરાંત રાજસ્થાનના જોધપુરનો નૌશાદઅલી સૈયદ (ઉ.23) પણ ISI એજન્ટ તરીકે કામ કરતો હોવાની માહિતી પૂરાવા હાથ લાગતા તેની પણ ધરપકડ કરાઈ હતી. આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

 

બે આરોપી અગાઉ મુક્ત થઈ ગયા

કેસના મુખ્ય આરોપી સીરાજુદ્દીન ફકીરને ઈ-મેઈલ કરવામાં મદદ કરતા સોહીલ કાઝીને પોલીસે તાજનો સાક્ષી બનાવી દીધો હતો. મુરઘીના વેપારને લઈને E-Mail કરવાનું કહીને આર્મીની માહિતી મોકલવા સોહીલ કાઝીની સીરાજે મદદ લીધી હતી. સોહીલને દેશ વિરોધી કૃત્યની જાણ થતાં તેણે સીરાજ સાથે સંપર્કો તોડી નાંખ્યા હતાં. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Jamnagar Municipal Corporation) માં નોકરી કરતા ઈદરીશ મહંમદભાઈ માઢાંતાની ધરપકડ બાદ મળેલી માહિતી અને તેના પરિવારજનોના નિવેદન લેવાયા હતા. પાકિસ્તાનના એજન્ટ તૈમુરની ભારતીય નાગરિકોને પોતાની જાળમાં ફસાવવાની મોડસ ઓપરેન્ડી પોલીસ સમક્ષ આવી ગઈ હતી. ઈદરીશનો કોલ રેકોર્ડ એક સંજોગના કારણે સર્જાયો હોવાની હકિકત સ્પષ્ટ થઈ હતી. જેથી તપાસ અધિકારી હરપાલસિંહ રાઠોડે (PI Harpalsinh Rathod) સમગ્ર મામલો તત્કાલિન ડીસીપી હિમાંશુ શુકલ (Himanshu Shukla IPS) સમક્ષ રજૂ કરતા ઈદરીશને CRPC 169 ના આધારે મુક્ત કરવા અદાલતમાં રિપોર્ટ કરાયો હતો. આમ ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ પૈકી સોહીલ અને ઈદરીશને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો-વર્ષ 2012ના ISI AGENT કેસમાં અદાલત સોમવારે આપશે ચૂકાદો, બે આરોપી અગાઉ જ થઈ ગયા છે મુક્ત

 

Whatsapp share
facebook twitter