+

Rabies Free City ACT: કૂતરાં પાળનાર થઈ જજો સાવચેત, કૂતરાં પાળવા પર AMC લાયસન્સ હોવું ફરજિયાત

Rabies Free City ACT: માર્ચના મહિના અંતે નવા હિસાભી વર્ષનું આગમન થશે. ત્યારે તેને લઈને કોર્પોરેશન (AMC) દ્વારા નવા રેબીઝ ફ્રી સિટી (Rabies Free City) 2030નો માપદંડ તૈયાર કરવામાં આવ્યો…

Rabies Free City ACT: માર્ચના મહિના અંતે નવા હિસાભી વર્ષનું આગમન થશે. ત્યારે તેને લઈને કોર્પોરેશન (AMC) દ્વારા નવા રેબીઝ ફ્રી સિટી (Rabies Free City) 2030નો માપદંડ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાયદો ખાસ કરીને રખડતા અને પાળવામાં આવતા કૂતરાંને લઈ ઘડવામાં આવ્યો છે. તો એવું પણ બની શકે છે, આ નિયમ બાદ નાગરિકો કોઈ પણ પ્રાણી કે પશુ-પક્ષીને પાળતા પહેલા વિચાર કરશે.

  • AMCએ રેબીઝ ફ્રી સિટીનો નિયમ શહેરમાં લાગૂ કર્યો
  • AMC પાસેથી કૂતરાં પાળવા પર લાઈસન્સ લેવું પડશે
  • AMCને હડકવાની રસીનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે
Rabies Free City ACT

Rabies Free City ACT

ત્યારે જો કોઈ વ્યક્તિને કૂતરો (Dogs) પાળવો હોય તો તેને ફરજિયાતપણે કોર્પોરેશન (AMC) પાસેથી લાઈસન્સ લેવું પડશે. કોર્પોરેશન (AMC) દ્વારા રૂ. 500 થી 1000ની વચ્ચે License fee ચૂકવવી પડશે. તે ઉપરાંત કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતાં તમામ કૂતરાં (Dogs) ઓને હડકવા વિરોધી રસી આપવામાં આવશે. પરંતુ આ રસીની અસર માત્ર 1 વર્ષ પૂરતી રહે છે. વર્ષ 2019માં કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં રઝળતાં કૂતરાં (Dogs) ની ગણતરી કરવામાં આવી હતી.

વર્ષ 2019માં થયેલી ગણતરી પ્રમાણે શહેરમાં કૂતરાં (Dogs) ઓની સંખ્યા 2.30 લાખ હતી. ત્યારે આ વર્ષે હડકવામુક્ત રસી શહેરમાં રઝળતાં કૂતરાં (Dogs) ઓ અને ગાયને આપવામાં આવશે. તે ઉપરાંત RFID ચિપ પણ લગાડવામાં આવશે. આ માટે કોર્પોરેશ (AMC) દ્વારા કુલ 1.80 કરોડનો ખર્ચે કરવામાં આવશે.

AMCને હડકવાની રસીનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે

તેની સાથે કોર્પોરેશન (AMC) અધિકારીએ કહ્યું હતું કે, વર્ષ 2021-22માં કૂતરાં કરડવાની ફરિયાદ 4,158, વર્ષ 2022-23માં 8,509 અને વર્ષ 2023-24માં 11,676 નોંધાઈ હતી. તેથી કોર્પોરેશન (AMC) દ્વારા Rabies Free Cityનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે આ નિયમ અંતર્ગત કૂતરાંના માલિકોએ License માટે કૂતરાંને આપવામાં આવેલા હડકવાની રસીનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. તેની સાથે કૂતરાંને રાખવાની જગ્યા ફોટા પાટી કોર્પોરેશન (AMC) ને બતાવવા પડશે. તે પછી કોર્પોરેશન (AMC) ની ટીમ CNCD ટીમ સ્થળ પર તપાસ કરશે.

Rabies Free City

Rabies Free City

AMC દ્વારા ખાસ ટીમની નિમણૂક કરવામાં આવી

આ નિયમત અંતર્ગત કૂતરાં માલિકે ખાસ ધ્યાન રાખવું કે કૂતરાંને લઈ આસપાસના લોકોને કોઈ હેરાનગતિ ના થાય. કોર્પોરેશન (AMC) દ્વારા કૂતરાંના માલિકે ઘરની બહાર બારકોડ લગાવવામાં આવશે. આ બારકોડમાં કૂતરાંની અને તેના માલિકની સંપૂર્ણ વિગત રહેશે. રેબીઝ ફ્રી સિટી બનાવવા માટે કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં 1 ચેરમેન, 2 વાઈસ ચેરમેન, 2 સભ્ય સચિવ અને 9 સભ્યોની મોનિટરિંગ કમિટી તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: GUJARAT CONGRESS : કોંગ્રેસના ઉમેદવારોના આ નામ માટે થઇ રહી છે ચર્ચા

આ પણ વાંચો: VADODARA : સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે લઇ ગઠિયો માલિક બની બેઠો

આ પણ વાંચો: Gujarat માં શરુ થઇ ‘ટના’ ટન રાજનીતિ

Whatsapp share
facebook twitter