+

પ્રિયંકા ગાંધી તુઘલક રોડ પોલીસ સ્ટેશન નેતાઓને મળ્યાં , દેશભરમાં વિરોધ

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થઇ ચૂક્યાં છે હાલમાં તેમની પૂછપરછ ચાલુ છે. જો કે  દેશભરમાં કોંગ્રેસી નેતાઓ આ મામલે વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન ઘણા મોટા નેતાઓ, સીએમ, પૂર્વ સીએમ અને કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આજે પ્રિયંકા ગાંધીઆ દરમિયાન પ્રિયંકા ગાંધી કોંગ્રેસના નેતાઓને મળ્યા હતાં. તેમણે કેસી વેણુગોપાલ, હરીશ રાવત સાથે વાત કરી હતી. હાલમાં પણ 'રઘુપતિ રા
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થઇ ચૂક્યાં છે હાલમાં તેમની પૂછપરછ ચાલુ છે. જો કે  દેશભરમાં કોંગ્રેસી નેતાઓ આ મામલે વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન ઘણા મોટા નેતાઓ, સીએમ, પૂર્વ સીએમ અને કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આજે પ્રિયંકા ગાંધીઆ દરમિયાન પ્રિયંકા ગાંધી કોંગ્રેસના નેતાઓને મળ્યા હતાં. તેમણે કેસી વેણુગોપાલ, હરીશ રાવત સાથે વાત કરી હતી. હાલમાં પણ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગાતા કોંગ્રેસના નેતાઓનો પોલીસ સ્ટેશનમાં પણ વિરોધ ચાલુ છે. કોંગ્રેસે અગાઉ અહેવાલ આપ્યો હતો કે કેસી વેણુગોપાલ, હરીશ રાવત તેમજ અધીર રંજન ચૌધરી (વિપક્ષના નેતા, લોકસભા), શક્તિ સિંહ ગોહિલ, અનિલ કુમાર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. રાહુલ-સોનિયાને આપવામાં આવેલી નોટિસના વિરોધમાં  દેશભરમાં કોંગ્રેસ આજે ‘સત્યગ્રહ’ નામથી વિરોધ કરી રહી છે. 
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની રાહુલ ગાંધી સાથે પૂછપરછ ચાલુ 
1.5 કલાકથી રાહુલની પૂછપરછ ચાલુ છે. આ પહેલાં રાજસ્થાનના CM ગેહલોત-સુરજેવાલા સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી છે, કોંગ્રેસની ઓફિસથી રાહુલની સાથે ચાલતા નીકળેલા કોંગ્રેસ નેતાઓને એક કિમી પહેલા જ રોકવામાં આવ્યા છે. જોકે તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા છે. પોલીસે ધરણા પર બેઠેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા સહિત અન્ય નેતાઓની અટકાયત કરી છે. રાહુલની પૂછપરછ શરૂ થયા પછી પ્રિયંકા ગાંધી ED ઓફિસથી પરત આવી ગયાં હતાં.

પોલીસે બેરિકેડ લગાવીને કોંગ્રેસની આ માર્ચને રોકી
ED ઓફિસ જતી વખતે દિલ્હી પોલીસે મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, મુકુલ વાસનિક, દિગ્વિજય સિંહ, દીપેન્દ્ર હુડ્ડા, પવન ખેડા, પીએલ પૂનિયા, ગૌરવ ગોગોઈ, મીનાક્ષી નટરાજન સહિતના કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરી છે.  તમામને સેન્ટ્રલ દિલ્હીથી બસમાં બેસાડીને આ નેતાઓને દૂર લઈ જવામાં આવ્યા છે. રાહુલ હાજર થાય તે પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા અને પાર્ટી નેતાઓની સાથે બેઠક કરી હતી. બેઠક પછી રાજસ્થાનના CM અશોક ગેહલોત, છત્તીસગઢના CM ભૂપેશ બધેલ સહિત પાર્ટીના સાંસદ અને અન્ય નેતાઓની સાથે રાહુલ ગાંધી ચાલતા જ નીકળ્યા હતા. પોલીસે બેરિકેડ લગાવીને કોંગ્રેસની આ માર્ચને રોકી લીધી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે EDની ઓફિસ પહોંચ્યા ત્યારે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતાં. આ સિવાય દિગ્વિજય સિંહ, પી. ચિદમ્બરમ અને ભૂપેશ બઘેલ સહિત તમામ વરિષ્ઠ નેતાઓને પોલીસે બહાર રોકી દીધા હતા. પાર્ટીના કાર્યકરોને પોલીસે લગભગ એક કિલોમીટર દૂર બેરિકેડ લગાવીને અટકાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના પ્રોડક્શન સામે હોબાળો કરી રહ્યા છે.  
ડરપોક સરકારે હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરી- સુરજેવાલા
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કાયર મોદી સરકારે દિલ્હીને છાવણીમાં ફેરવી નાખી છે. સેંકડો પોલીસ બેરીયર અને હજારો પોલીસ જવાનો તૈનાત કરીને શું સાબિત કરવા માગે છે. હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ શા માટે ? સત્યનું આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રણદીપ સિંહ સૂરજેવાલા, રજની પટેલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ હનુમંતૈયા અને થિરુનાવુક્કારાસર સુને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.

સત્તાનો દુરૂપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું
આ ઉપરાંત ધરણા કાર્યક્રમમાં પહોંચેલા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, ‘ભાજપે સત્તાનો દુરૂપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે તેના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે.’



રાહુલ ગાંધીને EDના સમન્સ પાયાવિહોણા
જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સમન કરવાના EDના નિર્ણય અને કોંગ્રેસની તાકાત બતાવવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે પી. ચિદમ્બરમે કહ્યું, ‘હું કોંગ્રેસના સભ્ય અને વકીલ તરીકે બોલું છું. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ રાહુલ ગાંધીને EDના સમન્સ પાયાવિહોણા છે. કોંગ્રેસના સભ્ય તરીકે હું પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે એકતા વ્યક્ત કરીશ અને ED ઓફિસ સુધીની કૂચમાં જોડાઈશ. દિલ્હીમાં  કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીની ‘સત્યાગ્રહ’ કૂચ દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા પક્ષના નેતાઓને મળ્યા હતાં
ગુજરાત: નેશનલ હેરાલ્ડ કેસમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધી સામે EDની તપાસનો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની અમદાવાદમાં અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાતમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન 
બીજી તરફ રાહુલ ગાંધીને EDએ સમન્સ પાઠવતા અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમ્યાન જગદીશ ઠાકોરની અટકાયત કરાઇહતી તો બીજી તરફ અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં અસહ્ય ગરમીના કારણે વીરજી ઠુમ્મર બેભાન થઈ ઢળી પડ્યા સાથે જ સુરક્ષાના કારણોસર ED ઓફિસની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

Whatsapp share
facebook twitter