+

માહી સાથે ફોટો પડાવવા લંડનમાં પડાપડી, જુઓ વિડીયો

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કીર્તિ અને ફેન ફોલોઈંગ શું છે, તે ભાગ્યે જ કોઈને કહેવાની જરૂર હશે. માહીની દરેક સ્ટાઇલના લોકો દિવાના છે.  ધોનીને જોઈને લોકો તેની સાથે ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા દોડી આવ્યા હતા. આવું જ કંઈક  હાલમાં લંડનના રસ્તાઓ પર જોવા મળ્યું છે.  ભારતીય ટીમ માટે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ધોની સાથે લોકો સેલ્ફી લેવા પડાપડી કરતાં હોય છે. માત્ર
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કીર્તિ અને ફેન ફોલોઈંગ શું છે, તે ભાગ્યે જ કોઈને કહેવાની જરૂર હશે. માહીની દરેક સ્ટાઇલના લોકો દિવાના છે.  ધોનીને જોઈને લોકો તેની સાથે ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા દોડી આવ્યા હતા. આવું જ કંઈક  હાલમાં લંડનના રસ્તાઓ પર જોવા મળ્યું છે. 

ભારતીય ટીમ માટે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ધોની સાથે લોકો સેલ્ફી લેવા પડાપડી કરતાં હોય છે. માત્ર દેશમાં જ નહીં વૈશ્વિત સ્તરે ધોનીનું મોટું ફેન ફોલાંઇંગ છે. આનો એક વિડીયો  પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. તમે વિડીયો માં સ્પષ્ટ જોઈ કે ધોનીને જોઈને ઘણા લોકોએ પોતાના વાહનો રોક્યા હતા. કેટલાકે ત્યાંથી ફોટા લેવાનું શરૂ કર્યું, કેટલાકે કારમાંથી નીચે ઉતરીને સેલ્ફી લીધી, જ્યારે કેટલાક કારમાંથી નીચે ઉતરીને ધોની તરફ સેલ્ફી લેવા દોડ્યા. 
આ દરમિયાન સુરક્ષાકર્મીઓ પણ ભારે મુશ્કેલી સાથે ધોનીને ભીડથી બચાવતા જોવા મળે છે. ધોનીએ પણ  ઝડપથી પોતાના વાહન તરફ આગળ વધે છે.  આ વિડીયો લંડન ઓવલનો છે, જ્યાં તે સ્ટેડિયમની બહાર  દેખાઇ રહ્યો છે. અહીં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી, જે ભારતીય ટીમે જીતી હતી. 
મહેન્દ્ર સિંહ ધોની લગભગ બે અઠવાડિયાથી લંડનમાં છે. આ મહિને 4 જુલાઈએ ધોની અને સાક્ષીના લગ્નની  એનિવર્સરી હતી. ધોની તેના પરિવાર સાથે હાલમાં લંડનમાં વેકેશન પર છે આ  દરમિયાન, 7 જુલાઈએ ધોનીએ લંડનમાં જ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. આવી સ્થિતિમાં ધોની પણ ટીમની મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો.
 
 
Whatsapp share
facebook twitter