+

ગુજરાત ટાઈટન્સના લાયન્સે ગાંધીનગરમાં રાજ્યના CM સાથે કરી મુલાકાત

IPL 2022 સિઝન ગુજરાત ટાઈટન્સે જીતી લીધી છે. આ ટીમે પોતાની ડેબ્યૂ ટૂર્નામેન્ટમાં જ આ કારનામો કરી બતાવ્યો છે. હાર્દિકની સેનાએ જીત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ સિવાય RJ ધ્વનિત પણ હાજર હતો.ગુજરાત ટાઈટન્સની ટીમે ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સને હરાવી ટૂર્નામેન્ટને પોતાના
IPL 2022 સિઝન ગુજરાત ટાઈટન્સે જીતી લીધી છે. આ ટીમે પોતાની ડેબ્યૂ ટૂર્નામેન્ટમાં જ આ કારનામો કરી બતાવ્યો છે. હાર્દિકની સેનાએ જીત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ સિવાય RJ ધ્વનિત પણ હાજર હતો.
ગુજરાત ટાઈટન્સની ટીમે ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સને હરાવી ટૂર્નામેન્ટને પોતાના નામે કરી હતી. આ જીત સાથે ગુજરાતના ફેન્સ અને ખાસ કરીને ગુજરાતીઓ ઘણા ખુશ થયા છે. આ જીતની ખુશીમાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાલ ઓઢાળીને સન્માન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને RJ ધ્વનિત હાજર રહ્યા હતા. દરમિયાન ધ્વનિતે પોતાના શબ્દોથી ગુજરાત ટાઈટન્સની ટીમનું સ્વાગત કર્યું. 
ધ્વનિતે રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાને ટીમનું સ્લોગન આવા દે અલગ-અલગ વાક્ય સાથે જોડવાનું કહ્યું અને આ રીતે મસ્તીભર્યા વાતાવરણમાં CM ભુપેન્દ્ર પટેલ અને હાર્દિક પંડ્યા ધ્વનિતની વાત માનીને તેમના બોલવામાં આવેલા વાક્યની પાછળ આવા દે લગાવતા રહ્યા હતા. મહત્વનું છે કે, આ દરમિયાન ધ્વનિતે રાશિદ ખાન અને તેવટિયા સાથે પણ મસ્તી કરતા સવાલો પુછ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ દરમિયાન ગુજરાતીમાં વાત કરી હતી. 
હાર્દિકે કહ્યું હતુ કે, અત્યારે પણ આવ્યો તે પહેલા હુ દાળ ભાત ખાઇને જ આવ્યો છું. હુ ભલે હોટલમાં રહું પણ ટીફીન તો મારું ઘરેથી જ આવે. હાર્દિકે વધુમાં કહ્યું કે, ઘરનું હોય તે બેસ્ટ ભોજન હોય અને તેમા પણ ગુજરાતી એટલે બેસ્ટ. વળી જ્યારે ધ્વનિતે હાર્દિકને પુછ્યું કે, ગઇ કાલે સ્ટેડિયમમાં ઘણા ગીતો ચાલી રહ્યા હતા ત્યારે હું વિચારતો હતો કે તે સમયે જે ગીત ચાલી રહ્યું હતું કે, મોર બની થનગાટ કરે…., ઢોંલિડા ઢોલ રે વગાડ મારે જીત લેવી છે… તો હવે અમે તમારી પાસેથી સાંભળવા માગીએ છીએ કે તમારા ફેવરિટ ગરબા કયા છે. 
જેના જવાબમાં હાર્દિકે કહ્યું કે, સાચું કહું તો મે ક્યારે ગરબા ગાયા જ નથી. કારણ કે જે દિવસે નવરાત્રિ આવે ત્યારે સવારે અમારી મેચ હોય એટલે હું ગરબા રમી શક્યો નથી. આ એક જ ટ્રેડિશન છે કે જેનાથી હું દૂર રહ્યો છું. ક્રિકેટે મને ક્યારે પણ ગરબા માટે સમય જ નથી આપ્યો. આ સાથે CMએ હાર્દિકને જ્યારે ક્રિકેટની મેચ ન હોય ત્યારે આમંત્રણ આપવાની વાત કરી. અને કહ્યું કે આવજો.

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2022ની ફાઈનલ મેચ રમાઇ હતી. જેમા ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. આ મેચનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો હતો, જેણે ત્રણ વિકેટ લીધી હતી અને રાજસ્થાનની ટીમને બેક ફૂટ ઉપર ધકેલી દીધી હતી.
Whatsapp share
facebook twitter