+

EC : આજે રજા નથી…લોકશાહીનું જતન કરવાનો તહેવાર છે

EC : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો વિધાનસભાની 5 બેઠકો પર મતદાન શરુ થઇ ચુક્યું છે. સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની મોટાભાગની બેઠકો પર સવારથી જ…

EC : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો વિધાનસભાની 5 બેઠકો પર મતદાન શરુ થઇ ચુક્યું છે. સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની મોટાભાગની બેઠકો પર સવારથી જ મતદારોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. જો કે ઘણા મતદારો એવા છે જેમને વોટીંગ માટેની સ્લિપ મળી નથી. આવા મતદારોએ ચિંતા કરવાની જરુર નથી. ભારતના ચૂંટણી પંચે (EC) આ માટે ખાસ વ્યવસ્થા કરી છે

1950 પર SMS મોકલવાનો રહેશે

ચૂંટણી પંચે મતદાનના દિવસે ઘેરબ બેઠા વોટિંગ સ્લીપ મેળવવાની સુવિધા શરુ કરી છે. જો તમારી પાસે વોટિંક સ્લિપ ના હોય તો તમારે તમારા મોબાઇલ ફોનથી મોબાઇલના મેસેજ બોક્સમાં જઇ ECI તમારો મતદાર આઇડી નંબર લખીને 1950 પર SMS મોકલવાનો રહેશે. તમે SMS મોકલશો તો તુરત જ ગણતરીની સેકન્ડમાં તમને વોટિંગ સ્લિપ મળી જશે.

આમ તો તમારી મતદાર કાપલ ના હોય તો ચૂંટણી પંચે 13 દસ્તાવેજો માન્ય કર્યા છે તે પૈકી કોઇ એક દસ્તાવેજ તમારે લઇ જવાનો રહેશે જેનાથી તમને મતદાન કરવાની તક મળશે.

  • ફોટો સાથેનું મતદાર આઈડી કાર્ડ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • દિવ્યાંગ યુનિક આઈડી કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • મનરેગા જોબ કાર્ડ
  • પેન્શન દસ્તાવેજ (ફોટો સાથે)
  • પાસપોર્ટ
  • પાસબુક (ફોટો સાથે બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ)
  • ફોટો સાથે સેવા ઓળખ કાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ઉપક્રમ/ પબ્લિક લિમિટેડ કંપનીઓ)
  • સાંસદો અને ધારાસભ્યોને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ
  • NPR હેઠળ RGI દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ
  • આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ) અને નીચેના દસ્તાવેજોમાંથી કોઈપણ એક બતાવીને મત આપી શકે છે. તેમણે તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ કર્યો છે

આ પણ વાંચો—- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં જાણો મતદાનના આંકડા

આ પણ વાંચો—- VADODARA : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પોતાને મત ન આપી શક્યા

આ પણ વાંચો— Voting: રાજ્યમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ, આટલા ટકા થયું વોટિંગ

Whatsapp share
facebook twitter