+

Forecast : તૈયાર રહો, આ જિલ્લાઓમાં થશે માવઠાં…!

Forecast : હવે આજથી રાજ્યમાં વિવિધ વિસ્તારમાં એક અઠવાડીયા સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી (Forecast) કરાઇ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી 16 તારીખ સુધી ગુજરાતમાં માવઠા પડશે અને તેના…

Forecast : હવે આજથી રાજ્યમાં વિવિધ વિસ્તારમાં એક અઠવાડીયા સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી (Forecast) કરાઇ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી 16 તારીખ સુધી ગુજરાતમાં માવઠા પડશે અને તેના કારણે ગરમીમાં થોડી રાહત પણ મળી શકે છે.

10થી 16 કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 10થી 16 મે સુધી અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા અને આણંદ, અમરેલી ગીર સોમનાથ જિલ્લાઓમાં માવઠા પડી શકે છે. 10 તારીખે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ તથા દક્ષિણગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને 11 તારીખે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને તાપી, ડાંગ તથા નવસારી જિલ્લામાં વરસાદ પડશે

12-13 તારીખે અહીં થશે માવઠા

12 તારીખે મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત સહિતના જિલ્લામાં તથા 13 તારીખે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર,નર્મદા સુરત તથા ડાંગ અને તાપી સહિતના જિલ્લામાં વરસાદ પડશે.

14 તારીખે આ જિલ્લામાં વરસાદ

14 તારીખના રોજ છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

15-16 તારીખે અહીં વરસાદ

15 તારીખે ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, , તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. 16 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો—- Ambalal Patel : અખાત્રીજના દિવસે અંબાલાલ પટેલે ચોમાસાને લઈ કરી આગાહી, જાણો કેવું રહેશે ચોમાસું ?

Whatsapp share
facebook twitter