+

Lok Sabha elections : આવતીકાલે મતદાન, જાણો લોકશાહીના મહાપર્વની કયાં કેવી છે તૈયારીઓ?

Lok Sabha elections : આવતીકાલે ગુજરાત માટે મહત્ત્વનો દિવસ છે. 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાના છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી તમામ કામગીરીઓને…

Lok Sabha elections : આવતીકાલે ગુજરાત માટે મહત્ત્વનો દિવસ છે. 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાના છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી તમામ કામગીરીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાન મથકો પર EVM, સ્ટાફ અને સાહિત્ય મોકલવાની કામગીરી કરાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં મતદાનને લઈ તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ ઊભી કરાઈ રહી છે.

ડિસ્પેચ સેન્ટર માટે હેલ્પ ડેક્સની વ્યવસ્થા

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજ્યમાં લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઈ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં વિધાનસભા પ્રમાણે અંદાજે 50,787 મતદાન મથક પર મતદાન પ્રક્રિયા હાથ ધરશે. સાથે જ મતદાન મથકો પર EVM, VVPAT સહિત અન્ય સામગ્રીનું વિતરણ પણ કરાયું છે. અમાદાવાદની વાત કરીએ તો ચૂંટણીને લઈ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જુદા જુદા બુથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. એક ડિસ્પેચ યુનિટથી 222 બુથ પર EVM અને સ્ટેશનરી મોકલવામાં આવશે. ડિસ્પેચ સેન્ટર પર કોઈ અગવડતા ન ઊભી થાય તે માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના (Ahmedabad) કુલ 21 મથકો પરથી ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવશે. સાથે લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરાયો છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલસ જવાનોને મથકો પર તૈનાત કરાયા છે.

મતદાન મથકો પર EVM, VVPAT અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઈ

વડોદરામાં (Vadodara) લોકસભા બેઠક માટે 1802 મતદાન મથક પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે કુલ 15,793 કર્મચારીને ફરજ પર મોકલવામાં આવ્યા છે. મતદાન મથકો પર ઇવીએમ, વીવીપેટ અને અન્ય સામગ્રીનું વિતરણ કરાયું છે. માહિતી મુજબ, પોલિટેકનિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સરદાર વિનય સ્કૂલ, નર્સિંગ કોલેજ સહિત 10 સ્થળોથી EVM, VVPAT અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઈ છે. ભાવનગરની (Bhavnahar) વાત કરીએ તો, અંદાજે 19,16,900 મતદારો માટે મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે. તમામ બુથ મથકો પર મતદાન માટે ઇવીએમ, સ્ટાફ, સાહિત્ય અને સુરક્ષા કર્મીઓને મોકલવાની કામગીરી શરૂ કરાઈ છે. શામળદાસ કોલેજ, બી.એન. વીરાણી સહિત 9 સ્થળો પર મતદાન માટે ટીમો મોકલવામાં આવી છે.

સંવેદનશીલ અને 35 સખી મતદાન મથકો ઊભા કરાયા

ગાંધીનગરની (Gandhinagar) વાત કરીએ તો કુલ 21 લાખ 82 હજાર 736 મતદારો માટે સેક્ટર-15ની કોલેજ, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા મતવિસ્તાર માટે કુલ 1938 મતદાન મથક પર EVM ડીસ્પેચની કામગીરી હાથ ધરાઈ છે. 11 હજારથી વધુ કર્મચારીઓની ફાળવણી કરાઈ છે. આ સાથે BU, CU, 2,611 VVPAT સહિતની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયું છે. ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ સરકારી કર્મચારીઓને આજે EVM, મતદાન મથક સુધી લઈ જવા માટે આપવામાં આવશે. નવસારી (Navsari) અને બારડોલી લોકસભા બેઠક પર મતદાન માટે ઉધના, લિંબાયત, ચોર્યાસી સહિત વિવિધ મતદાન મથકો પર EVM, સ્ટાફ, સાહિત્યની ફાળવણી કરાઈ છે. પંચમહાલમાં મતદાનને લઈ ગોધરામાં સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે ડિસ્પેચ કામગીરી હાથ ધરાઈ છે. કુલ 2109 મતદાન મથકોમાં 632 સંવેદનશીલ મતદાન મથક અને 35 સખી મતદાન મથકો ઊભા કરાયા છે. પ્રિસાઈન્ડિંગ ઓફિસર્સ, પોલિંગ સ્ટાફની હાજરીમાં EVM, VVPAT સહિતની સામગ્રી લઈ જવામાં આવી છે. 40 ટકાથી વધુ દિવ્યાંગ મતદારો માટે 528 વ્હીલ ચેરની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો – LokSabha : હવે આ રીતે રાજકીય પક્ષો કરશે ડૉર ટૂ ડૉર પ્રચાર

આ પણ વાંચો – Ahmedabad : મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન, સ્કૂલોને મળી ધમકી!

આ પણ વાંચો – Lok Sabha election : PM મોદી સહિત આ દિગ્ગજો કરશે વોટિંગ, આ 7 બેઠકો પર ખરાખરીનો જંગ!

Whatsapp share
facebook twitter