+

જાણો IPO છે શું? અને શા માટે કંપની IPO લાવે છે ?

જે લોકો શેર બજારથી બહુ દુર છે.. તેમને કદાચ IPO શું છે તેનો ખ્યાલ નહીં હોય.. ચાલો તમને જણાવીએ કે IPO છે શું? અને શા માટે કંપની IPO લાવે છે ?IPOનું ફુલ ફોર્મ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગકંપની પહેલીવાર શેર પબ્લિકને ઓફર કરે છેIPO દ્વારા કંપની કરે છે  ફંડનું એકત્રિકરણ બદલામાં IPO ખરીદનારા લોકોને મળે છે હિસ્સેદારીIPOનું ફુલ ફોર્મ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ .. જ્યારે કોઇ કંપની પહેલીવાર પોતાના શેયર પબ્લિકને ઓફ
જે લોકો શેર બજારથી બહુ દુર છે.. તેમને કદાચ IPO શું છે તેનો ખ્યાલ નહીં હોય.. ચાલો તમને જણાવીએ કે IPO છે શું? અને શા માટે કંપની IPO લાવે છે ?
  • IPOનું ફુલ ફોર્મ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ
  • કંપની પહેલીવાર શેર પબ્લિકને ઓફર કરે છે
  • IPO દ્વારા કંપની કરે છે  ફંડનું એકત્રિકરણ 
  • બદલામાં IPO ખરીદનારા લોકોને મળે છે હિસ્સેદારી
IPOનું ફુલ ફોર્મ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ .. જ્યારે કોઇ કંપની પહેલીવાર પોતાના શેયર પબ્લિકને ઓફર કરે તો તેને IPO કહેવાય છે. 
આ પ્રક્રિયામાં કંપની પોતાના શેર સામાન્ય જનતાને ઓફર કરે છે…અને તે પ્રાયમરી માર્કેટ અંતર્ગત હોય છે.. (એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે IPO દ્વારા કંપની ફંડ એકત્ર કરે છે…અને તે ફંડ કંપનીના વિકાસ પાછળ વાપરે છે. બદલામાં આઇપીઓ ખરીદનારા લોકોને કંપનીમાં હિસ્સેદારી મળે છે. મતલબ કે આપ જ્યારે કોઇ કંપનીનો શેર ખરીદો છો ત્યારે આપ તે કંપનીના ખરીદવામાં આવેલા હિસ્સાના માલિક હોવ છો. એક કંપની એકથી વધુ વાર પણ આઇપીઓ લાવી શકે છે.  સામાન્ય રીતે કંપની અનેક કારણોસર આઇપીઓ લાવે છે.
 
કયા કારણોસર કંપની લાવે છે IPO ?
 
ઘણા કારણો છે જેના કારણે કંપનીઓ IPO લાવે છે. હવે ચાલો એ પરિબળોની ચર્ચા કરીએ. કંપની તેના વ્યવસાયના દાયરાને વિસ્તારવા, એટલે કે ભૌગોલિક વિસ્તરણ માટે , વધુ સારુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા, નવો વ્યવસાય શરૂ કરવા, દેવું ચૂકવવા અથવા જંગી ભંડોળ એકત્ર કરવાના હેતુસર સામાન્ય લોકો પાસેથી નાણાં એકત્ર કરવા આઇપીઓ લાવે છે..

આઇપીઓ 2 પ્રકાર
1. ફિક્સ પ્રાઇસ ઇશ્યૂ: આ પ્રકારના આઇપીઓમાં કંપની ઇન્વેસ્ટમેન્ટ બેંકર સાથે મળીને શેરની કિંમત ફિક્સ કરી લે છે..અને તે શેર બજારમાં એ જ કિંમત પર ઇન્વેસ્ટરને સબસ્ક્રાઇબ કરવાના હોય છે. જેમ કે કોઇ કંપની ઇન્વેસ્ટર બેંક સાથે મળીને 1 શેરની કિંમત 100 રૂપિયા નક્કી કરે છે…અને લોટ સાઇઝ 10 શેરની છે. તો રોકાણકારોને એક શેરના 100 લેખે 1 હજારનો એક લોટ મળશે. 
2. બુક બિલ્ડિંગ ઓફરિંગ: આ પ્રક્રિયામાં શેરની કિંમત કોઇ ચોક્કસ રકમ નથી હોતી..પરંતુ પ્રાઇસ બેન્ડ ડિસ્કલોઝ કરવામાં આવે છે..જેના આધાર પર નિવેશક શેયર એલોટમેન્ટ માટે એપ્લાય કરે છે. પ્રાઇસ બેંડનો નિર્ણય કંપની કરે છે..અને રોકાણકારોને નક્કી સમયની અંદર આ જ પ્રાઇસ રેન્જમાં બીડ કરવાનું હોય છે. પ્રાઇસ બેંડની ઉપરની સીમાને કેપ પ્રાઇઝ કહેવામાં આવે છે.. અને નીચલી સીમાને ફ્લો પ્રાઇઝ કહેવામાં આવે છે. ફાઇનલ શેર પ્રાઇઝ રોકાણકારો દ્વારા કરવામાં આવેલા બિડ્સ પર નિર્ભર કરે છે. રોકાણકારોએ શેયર એલોટ થયા બાદજ તેના માટે ચૂકવણું કરવાનું હોય છે. 
IPOમાં રોકાણ કરવાથી ફાયદો શું થાય?
શેર માર્કેટમાં પ્રવેશવાની તક: IPOમાં રોકાણ કરીને આપ શેરબજારમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી શકો છો . જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે શ્રેષ્ઠ તક IPO હશે. પરંતુ IPOમાં રોકાણ કરતા પહેલા તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે- લાંબા ગાળાનું ધ્યેય ધરાવતી કંપનીઓમાં રોકાણ કરો, બહુ નાની કંપનીઓમાં રોકાણ ન કરો, સારી મેનેજમેન્ટ ટીમ ધરાવતી કંપનીમાં રોકાણ કરો.જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખીને રોકાણ કરશો તો તમને IPO અને શેરબજાર દ્વારા ઘણો નફો મળશે.
શું ધ્યાન રાખવું પડે?
IPO થકી ખરીદાયેલા શેર્સ થી આપ તે  કંપનીના મૂળ સાથે જોડાઇ જાવ છો..કંપનીના ઉતાર-ચઢાવને લઇને આપને સતત અપડેટ રહેવાની જરૂર પડશે. બરાબર એ રીતે જે રીતે કંપનીના માલિક અને પ્રમોટર્સ શેરનાભાવના ઉતાર-ચઢાવ સાથે જોડાયેલા હોય છે. 
Whatsapp share
facebook twitter