+

જમ્મુ-કાશ્મીર : કિશ્તાવાડમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 2 થી 3 ઓફિસર હતા સવાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તેમાં સવાર ઓફિસરોના નામ…

જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું, તેમાં સવાર ઓફિસરોના નામ શું હતા, તે તમામ વિગતો મેળવાઈ રહી છે.

જાણવા મળ્યું છે કે, જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. જો કે હજુ સુધી અધિકારીઓ સાથે કોઈ સંપર્ક થયો નથી.

ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચેનાબ નદીમાં પડ્યું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટ સામાન્ય રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે.

Whatsapp share
facebook twitter