+

Israel Hamas War : ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનો દાવો, હમાસના કમાન્ડરને ઉતાર્યો આ રીતે મોતને ઘાટ…

ઇઝરાયલ સતત હમાસના લક્ષ્યોને નષ્ટ કરી રહ્યું છે. ઇઝરાયલી એરફોર્સના હુમલામાં અત્યાર સુધી હમાસના ઘણા કમાન્ડર માર્યા ગયા છે. હવે ગુરુવારે હમાસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ…

ઇઝરાયલ સતત હમાસના લક્ષ્યોને નષ્ટ કરી રહ્યું છે. ઇઝરાયલી એરફોર્સના હુમલામાં અત્યાર સુધી હમાસના ઘણા કમાન્ડર માર્યા ગયા છે. હવે ગુરુવારે હમાસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે તેણે હમાસના ઉત્તર ખાન યુનિસના રોકેટ હેડ હસન-અલ-અબ્દુલ્લાહને મારી નાખ્યો છે.

આઈડીએફનું કહેવું છે કે શિન બેટ સિક્યોરિટી એજન્સી અને મિલિટરી ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટની ગુપ્ત માહિતીને પગલે અલ-અબ્દુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. IDF એ એક વિડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે હમાસના સ્થાનોને નષ્ટ કરતો વીડિયો છે. IDF એ એમ પણ કહ્યું કે ગુરુવારે ઇઝરાયેલી વાયુસેનાના ફાઇટર પ્લેન્સે ગાઝા પટ્ટીમાં હમાસના વિવિધ ઠેકાણાને નષ્ટ કર્યા અને આતંકવાદી સંગઠનના ઘણા આતંકવાદીઓને પણ ખતમ કર્યા.

બીજી તરફ ઈઝરાયેલના સૈનિકો અને ટેન્કોએ ઉત્તરી ગાઝામાં ગુરુવારે થોડા કલાકો માટે જમીન પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેના બે અઠવાડિયાથી વધુ સમયથી બોમ્બમારો કરી રહી છે. હવે જમીની યુદ્ધ માટે યુદ્ધના મેદાનને તૈયાર કરવા માટે ઘણા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે ગાઝા પટ્ટીમાં ઈંધણ ખતમ થવાના આરે છે, જેના કારણે તે વિસ્તારમાં રાહત પ્રયાસો રોકવા માટે દબાણ કરશે. ગાઝામાં હાલની સ્થિતિ દાયકાઓથી ચાલેલા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ કરતાં પણ ખરાબ છે.

જો ઇઝરાયેલ હમાસને ખતમ કરવા માટે જમીની હુમલો કરશે તો ગાઝામાં મૃત્યુઆંક વધી શકે છે. હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 750 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જે એક દિવસ પહેલા 704 હતા. યુદ્ધમાં અત્યાર સુધીમાં 6,500 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર, જો 2014ના યુદ્ધ સાથે સરખામણી કરવામાં આવે તો છ દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં 2,251 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા.

આ પણ વાંચો : World : કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓને ફાંસીની સજા, MEA એ કહ્યું- દરેક કાનૂની મદદ માટે તૈયાર

Whatsapp share
facebook twitter