+

IND vs AUS : કોણે જીત્યો ટોસ અને કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ? જાણો

વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા આજે ફરી આમને-સામને જોવા મળશે. T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. આ શ્રેણીમાં તમામની નજર નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર…

વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા આજે ફરી આમને-સામને જોવા મળશે. T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. આ શ્રેણીમાં તમામની નજર નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે. ટોસ માટે બંને ટીમના કેપ્ટન મેદાનમે પહોંચી ચુક્યા છે. જ્યા ટોસ ભારતના પક્ષમાં રહ્યો છે અને ભારતીય ટીમે પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે.

ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

ટીમ ઈન્ડિયા આજે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સિરીઝની શરૂઆત કરી રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડના હાથમાં છે. બંને સુકાની પહેલી મેચ જીતીને શ્રેણીમાં મજબૂત શરૂઆત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા છે. જો આપણે T20 ઇન્ટરનેશનલ મેચોમાં એકબીજા સામે બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં ભારતીય ટીમનો દબદબો દેખાય છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 26 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 15માં જીત મેળવી છે. જ્યારે 10 મેચ હારી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી. ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે ભારતીય ટીમનો રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. ભારતની ધરતી પર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 6માં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે આ 11મી T20 આંતરરાષ્ટ્રીય મેચ છે.

IND vs AUS: બંને ટીમોની પ્લેઇંગ XI

ભારત: રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, મુકેશ કુમાર.

ઓસ્ટ્રેલિયા: મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (wk/c), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.

ક્યા જોઇ શકો છો મેચ ?

તમે Jio Cinema દ્વારા મોબાઇલ પર આ 5 મેચની સિરીઝનું ટેલિકાસ્ટ જોઈ શકો છો. જ્યારે તે સ્પોર્ટ્સ 18 અને કલર્સ સિનેપ્લેક્સની ચેનલો પર પણ લાઈવ જોઈ શકાશે. જણાવી દઇએ કે, સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ શ્રેણી 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો – IND vs AUS : પહેલી T20 માટે બંને ટીમ તૈયાર, વિશાખાપટ્ટનમમાં સૂર્ય પર રહેશે સૌની નજર

આ પણ વાંચો – Mohammed Shami : ‘તે અલગ જ ક્ષણ હતી જ્યારે PM MODI અમને મળ્યા’..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter