+

સુરતમાં ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા, 12 કલાકથી વધુ સમય બાદ પણ એક બાળકની નથી મળી કોઇ ભાળ

સુરતમાં 3 બાળકો ડૂબી જવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. ઘટના સુરતમાં આવેલા સચિન GIDC વિસ્તારના એક તળાવની છે. મળી રહેલી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 3 બાળકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ પોલીસ અને ફાયરની ટીમ દોડતી થઇ હતી. પોલીસ અને ફાયરની ટીમને સમાચાર મળતા મધરાતે ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી પરંતુ આ દરમિયાન તેમના શવ ન મળતા આજે સવારથી જ
સુરતમાં 3 બાળકો ડૂબી જવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. ઘટના સુરતમાં આવેલા સચિન GIDC વિસ્તારના એક તળાવની છે. મળી રહેલી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 3 બાળકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ પોલીસ અને ફાયરની ટીમ દોડતી થઇ હતી. 
પોલીસ અને ફાયરની ટીમને સમાચાર મળતા મધરાતે ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી પરંતુ આ દરમિયાન તેમના શવ ન મળતા આજે સવારથી જ બોટ મારફતે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, જીઆવ બુડિયા ગામના તળાવ કિનારે આ બાળકોના કપડા મળી આવ્યા હતા જે બાદ તેઓ ડૂબી ગયા હોવાનુ સામે આવતા ફાયર વિભાગની ટીમે શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ડૂબી ગયેલા બાળકોની ઉંમર 13 વર્ષની આસપાસ છે. ઘટના વિશે જાણ થતા બાળકોના પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પ્રાર્થના કરી હતી કે, જે સમાચાર તેમને મળ્યા છે તે ખોટા હોય. જોકે, આ ઘટનાને અંદાજ 12 કલાકથી વધુ સમય થઇ ચુક્યો છે પરંતુ હજી સુધી બાળકોની કોઇ ભાળ મળી નથી. સમય વિતતા બાળકોના માતા-પિતાની આંખમાંથી સતત પાણી નીકળી રહ્યું છે. 
મળતી માહિતી મુજબ ફાયરના જવાનો અને અધિકારીઓ સવારથી જ તળાવમાં બોટ લઈને ઊતર્યા છે. તળાવના પાણીમાં ડૂબકી મારી બાળકોને શોધી રહ્યા છે. બાળકો ઉનની સિદિકનગર અને સાંઈનગર ઝૂંપડપટ્ટીનાં હોવાનું કહેવાઈ રહ્યું છે. બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ એકની શોધખોળ ચાલી રહી છે.  
Whatsapp share
facebook twitter